Loading Please Wait !!!
શ્રીદેવી-બોની કપૂરની લાડલીનો બોલ્ડ બિકિની લુક


=> ખુશી કપૂરે ગ્રીસમાં સ્વિમિંગ અને આઇસક્રીમની મજા માણી

દિવંગત એક્ટ્રેસ શ્રીદેવી અને પ્રોડ્યુસર બોની કપૂરની દીકરી ખુશી કપૂર ફિલ્મો ઉપરાંત તેના અફેર અને બોલ્ડ લુકને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં એક્ટ્રેસ યુરોપમાં વેકેશન માણી રહી છે. ત્યારે તેના સમર વેકેશનના બિકિની લુકના ફોટો પર ચાહકો ક્લીનબોલ્ડ થઈ રહ્યા છે. જાહ્નવી કપૂરની નાની બહેન ખુશી હાલમાં ગ્રીસમાં સમર વેકેશન એન્જોય કરી રહી છે. તેવામાં ખુશીનો બોલ્ડ બિકિની લુક વાયરલ થઈ રહ્યો છે. ખુશીએ ધોમધખતા તાપથી રાહત મેળવવા મેડિટેરિનિયન સીમાં ડૂબકી લગાવી હતી. ખુશીએ બ્રાઉન કલરની બિકિની પહેરી છે, જેમાં ટોપમાં પાતળી સ્ટ્રેપ્સ વચ્ચે ગોલ્ડન રિંગ દેખાઈ રહી છે, જે સિમ્પલ લુકને મોર્ડન ટચ આપી રહી છે, જ્યારે હાઇ વેસ્ટેડ બોટમ તેના ફિઝિકને કોમ્પ્લીમેન્ટ કરી રહ્યું છે.