Loading Please Wait !!!
જૂનાગઢનો મહાશિવરાત્રી મેળો ભ્રષ્ટાચારનો મેળો? 2025માં 7 લાખનો ખર્ચ 2026માં 1 કરોડને પાર

  • RTIમાં ખુલાસો : મેળામાં કલાકારોને ખુલ્લા હાથે વ્હાલી કેમ ?
  • સરકારના આયોજનમાં કલાકારોને આટલા રૂપિયા કેમ આપ્યા?

સિટી ન્યૂઝ @ જૂનાગઢ

જૂનાગઢમાં મહાશિવરાત્રિના પર્વ પર યોજાતા શિવરાત્રિ મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ પાછળ સરકારે કરેલા લાખોનું ખર્ચને લઈ વિવાદ વકર્યો છે. ૨૦૨૫માં આયોજીત મેળામાં કાર્યક્રમ આપનારા જે કલાકારોને માત્ર ૫,૦૦૦ રૂપિયા મળ્યા હતા તે જ કલાકારોને ૨૦૨૬માં ૧-૧ લાખ રૂપિયાની લ્હાણી કરવામાં આવી.૨૦૨૫માં કલાકારો પાછળ ૭ લાખનો ખર્ચ થયો હતો તેની સામે ૨૦૨૬માં ૧ કરોડકો પાઈ પહોંચી ગયો. આ વધારાને લઈ જ્યારે જિલ્લા યુવા વિકાસ અધિકારીને સવાલ કર્યો તો કમીટીએ અને વડી કચેરીએ નક્કી કર્યાનો જવાબ આપી જવાબદારી ખંખેરવાનો પ્રયાસ કર્યો. આ જ મેળામાં ભાજપના ધારાસભ્ય અને ગાયિકા મૈથિલી ઠાકુરને ૨૪ લાખ રૂપિયા જેવી મતબર રકમ ચૂકવવામાં આવી હતી. ૨૦૨૬માં કરાયેલા આડેધડ ખર્ચનો વિવાદ સાથે આપતા ઉતારા મંડળના પ્રમુખે કહ્યું કે, ગિરનારનો પૈસો કોઈને પચતો નથી. સરકાર આ બાબતે શ્વેતપત્ર જાહેર કરે. વર્ષ ૨૦૨૫માં જૂનાગઢ મહાશિવરાત્રિ મેળામાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં કલાકારો પાછળ ૭ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જે વર્ષ ૨૦૨૬માં ૧ કરોડકો પાર પહોંચી ગયો. ૨૦૨૬માં સૌથી મોટી ૨૪,૦૦,૦૦૦ રૂપિયાની ચૂકવણી ભાજપના ધારાસભ્ય અને ગાયિકા મૈથિલી ઠાકુરને કરવામાં આવી. જ્યારે જે અઘોરી ગૃહને ૨૦૨૫માં ૧.૫૦ લાખ ચૂકવાયા હતા તેને ૨૦૨૬માં ૧૦ લાખની ચૂકવણી કરવામાં આવી.

  • સ્થાનિક કલાકારોનો ચાર્જ એક વર્ષમાં ૩ થી ૨૦ ગણો વધી ગયો
૬ કલાકારો એવા છે કે, જેઓએ ૨૦૨૫ અને ૨૦૨૬ બંને કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કલાકારોને ૨૦૨૫માં જે રકમની ચૂકવણી કરવામાં આવી હતી તેના કરતા ૩ થી ૨૦ ગણી રકમ ૨૦૨૬માં ચૂકવવામાં આવી છે.

કલાકાર 2025 2026 વધારો
સાગર ક્યા 5,000 1,00,000 20 ગણો
રાજેશ ભટ્ટ 3,000 10,000 3.3 ગણો
જિતેન્દ્ર મિસાણ 5,000 50,000 10 ગણો
નદીદ વલાભાઈ 5,000 35,000 7 ગણો
મયુર દવે 10,000 1,00,000 10 ગણો
નિરાલી લાબિયા 1,000 10,000 10 ગણો
  • ગિરનારનો પૈસા કોઈને પચતો નથી- ભાવેશ વેકરિયા
જૂનાગઢ ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરીયાએ જણાવ્યું કે,સ્થળના અને ગિરનારનો પૈસો કોઈને પચતો નથી, કારણ કે ગિરનાર એ પૈસા કમાવાનું સાધન નથી પરંતુ શ્રદ્ધા અને સમર્પણનું પવિત્ર ધામ છે. અગાઉના વર્ષોની સરખામણીમાં આ વર્ષે કલાકારોને ચૂકવવામાં આવેલી રકમમાં મસમોટો ફેરફાર જોવા મળ્યો છે અને એક જ વર્ષના ગાળામાં આટલો મોટો તફાવત હોઈ જ ન શકે. ગિરનારમાં શિવયાત્રા મેળામાં આવતા કલાકારો મહાદેવ અને ગિરનારની આરાધના માટે આવતા હોય છે, જ્યાં દરેક વ્યક્તિએ પોતાનું યોગદાન અર્પણ કરવાનું હોય છે. આ સ્થળને કમાણીનું સાધન બનાવવું એ આપણી મોટી ભૂલ છે અને તે સનાતન ધર્મની સાચી ઓળખ નથી. સરકારે તત્કાલિક શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ અને જવાબદાર લોકો સામે યોગ્ય તપાસ કરીને કડક પગલાં લેવા જોઈએ.
  • સ્થાનિક અધિકારીએ તો કહી દીધું-‘બધું વડી કચેરીએથી નક્કી થયું’
જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારી એન.ડી. વાળાએ જણાવ્યું કે, વર્ષ ૨૦૨૬ના મિની કુંભ/મહાશિવરાત્રી મેળા દરમિયાન જે આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં સ્થાનિક કલાકારોની પસંદગી નિયમાનુસાર સ્થાનિક સાંસ્કૃતિક કમિટિ દ્વારા જ કરવામાં આવી હતી. કમિટી દ્વારા નક્કી થયા મુજબ જ સ્થાનિક કલાકારોની ચૂકવણી નક્કી કરાઈ હતી. મોટા કલાકારોને લાખો રૂપિયાની ચૂકવણી અને તેમની પસંદગીની તમામ પ્રક્રિયા તેમની વડી કચેરીથી થઈ હતી, જેમાં સ્થાનિક કચેરીની કોઈ ભૂમિકા ન હતી. જીઈએમ (GEM) પોર્ટલ દ્વારા પસંદ કરાયેલી જે એજન્સીઓ અને ચૂકવણી અંગે ખુલાસો કરતા જિલ્લા યુવા વિકાસ અધિકારીએ જણાવ્યું કે તે કોઈ વર્કશોપ ન હતો, પરંતુ મોટા કાર્યક્રમ દરમિયાન બહારથી આવતા અધિકારીઓ અને મહેમાનો તથા સ્થાનિક સ્તરની બેઝિક વ્યવસ્થા માટે તે આયોજન કરવામાં આવ્યું હતું. વડી કચેરી તરફથી મળેલા ઓર્ડરના આધારે નિયમાનુસાર કામગીરી થઈ છે.