15 વર્ષનું દુ:ખી લગ્નજીવન કરતા લિવ-ઈન બેસ્ટ
ઝીનત અમાનની GEN-Z ને રિલેશનશીપ એડવાઈઝ
બેબી બૂમર્સ જનરેશન (૧૯૪૬થી ૧૯૬૪ વચ્ચે જન્મેલા લોકો) અને ૮૦ના દાયકામાં મોટા પડદા પર રાજ કરનાર બોલિવૂડના દિગ્ગજ એક્ટ્રેસ ઝીનત અમાન પોતાના બેબાક અંદાજ માટે જાણીતા છે. તાજેતરમાં જ તેમણે Gen-Z કપલ્સને મહત્વની રિલેશનશિપ એડવાઈઝ આપી છે. ૭૪ વર્ષના એક્ટ્રેસે લિવ-ઈન રિલેશનશિપના જોરદાર વખાણ કરતા કહ્યું છે કે, કોઈપણ વ્યક્તિએ લગ્ન જેવું મોટું કાનૂની પગલું ભરતા પહેલા પોતાના પાર્ટનર સાથે લિવ-ઈન રિલેશનમાં રહેવું જોઈએ. તેમના મતે, ૧૫ વર્ષના દુઃખી લગ્નજીવન કરતા ૫ વર્ષનું લિવ-ઈન રિલેશનશિપ ઘણું સારું છે. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં ઝીનત અમાનની આ સલાહ પર તેમની સમકાલીન એક્ટ્રેસ મુમતાઝ અને સાયરા બાનોએ ટીકા પણ કરી હતી, પરંતુ ઝીનત અમાને ઉમેર્યું કે, "જો તમે ભવિષ્યમાં બાળકો પેદા કરવાનું વિચારી રહ્યા છો, તો તેમનો ઉછેર કેવી રીતે કરશો? પૈસાની બાબતમાં તમારા બંનેના વિચારો કેવા છે? જો બે લોકો વચ્ચે તાલમેલ જ ન હોય તો સાથે રહેવાનું શું ફાયદો? લોકો એવું વિચારે છે કે રોગન્સ હંમેશા આવો જ રહેશે. પરંતુ સંબંધોમાં હંમેશા લેવડ-દેવડ, તાલમેલ અને સમજૂતી કરવી પડે છે, સંબંધ સમય સાથે બદલાય છે. જો તમને એવું લાગતું હોય કે હનીમૂન ફેઝ કાયમ ચાલશે, તો એવું નથી હોતું."