મારી આંખે જોયું ગીરનું બદલાતું રૂપ ! પરિમલ નથવાણી
- ગીરનો ગર્જતો ઇતિહાસ: સિંહોની સંખ્યા 200થી 891 સિંહ સુધીની સફરની કહાની
- મારા દિલના ધબકારમાં ગીરનો અવાજ છે,ગીર એ માત્ર જંગલ નહીં એક લાગણી છે, ગીરના સિંહોનો સુવર્ણયુગ: નથવાણી
સિટી ન્યૂઝ@રાજકોટ
ગીર અને તેના સિંહો સાથેનો મારો સંબંધ ચાર દાયકાથી પણ જૂનો છે. ગીર અને તેને સિંહો ગારી સમગ્ર ચેતનામાં વસાઈ ગયા છે. તેઓ મારી નસોમાં વહે છે અને મારા હૃદયમાં ધબકે છે. મેં ગીરને અને તેના ભવ્ય સિંહોને અસંખ્ય વખત જોયા અને અનુભવ્યા છે. વહેલી સવાર હોય, બપોરનો તડકો હોય કે સાંજનો સમય, દરેક ઋતુમાં મેં ગીરનું સૌંદર્ય જોયું છે.
ક્યારેક મને એવું લાગે છે કે હું સમગ્ર ગીરની પર્યાવરણકીય વ્યવસ્થાનો જ એક ભાગ બની ગયો છું. જ્યારે પણ ગીરની મુલાકાત લઉં છું ત્યારે મને નવી ઊર્જા અને જીવનશક્તિ મળે છે. ગીરથી પાછું ફરું ત્યારથી જ ફરી જવાની તીવ્ર ઝંખના થવા લાગે છે. એવું લાગે છે જાણે ગીર મારી રાહ જોઈ રહ્યું છે અને મને બોલાવી રહ્યું છે. આ જ કારણથી મેં ગીર પરના મારા કોફી ટેબલ પુસ્તકનું નામ 'કોલ ઓફ ધ ગીર' રાખ્યું છે. ગીર અને તેના સિંહોને લઈને મારા અંતરમાંથી ઉદ્ભવતી લાગણીઓ અને અનુભૂતિઓને શબ્દોમાં વ્યક્ત કરવી ખરેખર મુશ્કેલ છે.આશરે ૧૯૮૦માં જ્યારે મેં પહેલી વાર સાસણમાં પગ મૂક્યો ત્યારે એશિયાટિક સિંહોની સંખ્યા આશરે ૨૦૦ હતી. તે સમયે સાસણ અને ગીરાં અન્ય ગામો જાણે જંગલના જ કુદરતી વિસ્તારના જેવા લાગતા હતા. નાનાં, સુંદર ગામોમાં ઊંડી શાંતિનો અનુભવ થતો. સિંહના દર્શન આનંદ આપતા અને સિંહનું દરેક નવજાત બચ્ચું ગીર માટે નવી આશા લઈને આવતું. આજે જ્યારે સિંહો ગ્રેટર ગીરના વિશાળ વિસ્તારમાં ફરી રહ્યા છે ત્યારે મને અપાર ગૌરવ અને સંતોષ થાય છે. ૮૯૧ સિંહોની સંખ્યા કોઈ નાની સિદ્ધિ નથી. આ માત્ર ભારત જ નહીં, સમગ્ર વિશ્વની સૌથી સફળ વન્યજીવ સંરક્ષણ ગાથાઓમાંથી એક છે. હું એવું કહેવામાં સંકોચ નથી કરું કે આ સફળતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દષ્ટિ અને સતત સક્રિય માર્ગદર્શનનું પરિણામ છે. તેની સાથે વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, સિંહપ્રેમી
નિષ્ણાતો, પશુચિકિત્સકો, સ્થાનિક ગ્રામજનો અને સમાજના વિવિધ વર્ગોના સમર્પિત લોકોના અથાક પ્રયાસોનું પણ એટલું જ યોગદાન છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી હું ગુજરાત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓથી લઈને મેદાનમાં કામ કરતા ગાર્ડ અને ટ્રેકર્સ સુધીના કર્મચારીઓની નિષ્ઠાનો સાક્ષી છું. તેંઓ સિંહોના સંરક્ષણ માટે ફ્રન્ટલાઈન સૈનિકોની જેમ કામ કરે છે. ગેરના સ્થાનિક રહેવાસીઓ અને સિંહોમેઝો પણ સિંહોના વર્તમાન અને ભવિષ્યને સુરક્ષિત રાખવા પ્રયત્નશીલ છે.ગીર અને તેના સિંહો સામેના પડકારો દૂર કરવા માટે મેં વ્યક્તિગત રીતે તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ વડા તરીકે અનેક પહેલ કરી છે. સિંહો ખુલ્લા કૂવામાં પડીને અકસ્માતે ઘાયલ કે મૃત્યુ પામે ને તે માટે વ્યાપક પગલાં લેવામાં માં એશિયાટિક યોગદાન આપ્યું છે. લગભગ ૨,૮૨૮ ખુલ્લા કૂવાઓની આસપાસ પેરાપેટ દિવાલો બનાવવામાં આવી છે. સિંહો રેલવે ટ્રેક પર ન જાય તે માટે તેમના અવરજવર માર્ગ પર જ્ઞાનદાર વાડ ઊભી કરવા અને ટ્રેનોની ઝડપ મર્યાદિત કરવા માટે પણ મેં સતત પ્રયાસ કર્યા છે. આવા પ્રયાસોમાં ભાગ લેવાની તક મળી તે માટે હું આભારી
છું. ગીર અને તેના સિંહોને લગતા મુદ્દાઓ મેં વારંવાર સરકારી અને બિનસરકારી મંચો પર, જેમાં સંસદનો પણ સમાવેશ થાય છે, ઉઠાવ્યા છે. બેબેસ્યોસિસ અથવા કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસથી અસરગ્રસ્ત સિંહોની સારવાર અને ચેપ ફેલાતો અટકાવવા વેન્ટારા ટીમના નિષ્ણાતોને તાત્કાલિક મદદ માટે લાવવામાં આવ્યા હતા. 'જય' અને 'વીરુ' નામના સિંહોની જોડીને بچાવવા માટે પણ અમે તમામ શક્ય પ્રયાસો કર્યા હતા. બંને સિંહો આંતરિક લડાઈમાં ઘાયલ થયા હતા. પરંતુ આ દિಗ್ಗજ જોડીને بچાવી ન શકવાનો અસોસ મારી સાથે જીવનભર રહેશે.આજે સિંહોના વસવાટવાળા વિસ્તારોમાં મોટી સંખ્યામાં રિસોર્ટ અને હોમસ્ટે ઉભા થઈ રહ્યા છે. તેના કારણે અવાજ અને પ્રકાશનું પ્રદૂષણ વધી રહ્યું છે, જે સિંહો અને અન્ય વન્યજીવોને નુકસાન પહોંચાડે છે. આ સમસ્યાને રોકવા માટે મેં સરકારને અપીલ કરી છે અને આગળ પણ કરતો રહીશ. છેલ્લાં ચાર દાયકામાં ગીર થાતું બદલાયું છે. સિંહોએ બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને અનુકૂળ કરી લીધા છે, પરંતુ તેમની આસપાસનું પર્યાવરણ તેનાથી પણ વધુ ઝડપથી બદલાઈ રહ્યું છે. હવે વધુને વધુ સિંહો
અભ્યારણ્યની બહારના નાના અનામત જંગલ વિસ્તારો, ગાંડા બાવળની ગીચ ઝાડીઓ, માનવ વસાહતો નજીકના નદી-નાળાના કાંઠા તેમજ ખેતી અને ઓદ્યોગિક વિસ્તારોમાં જોવા મળે છે.આ સિંહોની અદ્ભુત અનુકૂલનક્ષમતાનો પુરાવો છે. તાજેતરમાં આપણે જોયું કે સિંહોએ લાંબા ગાળાના અસ્થિત માટે સુરક્ષિત વન્યજીવ કોરિડોર, પૂરતો કુદરતી શિકાર, માનવીય દખલથી મુક્ત જીવન અને એકબીજા સાથે જોડાયેલા કુદરતી આવાશ જરૂરી છે.ગીર અને તેના સિંહો સાથેનો મારો ભાવનાત્મક સંબંધ આ ચાર દાયકામાં વધુને વધુ ગાઢ બન્યો છે. ગીર અને સિંહ એકબીજાના પૂરક છે. આજે વિશ્વ સિંહ દિવસના (world lion day) અવસરે આપણે મનોચોએેં ઓછાં ઓછો એક સંકલ્પ તો લેવો જ જોઈએઃ ગીરમાં કચરો નહીં ફેલાવીએ, પ્રદૂષણ નહીં કરીએ અને ગીરના સિંહોને પરેશાન નહીં કરીએ કે તેમની કુદરતી પ્રવૃત્તિમાં દખલ નહીં કરીયે. (પરિમલ નથવાણી રાજ્યસભાના સાંસદ, સિંહ પ્રેમી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં કોર્પોરેટ અફેર્સ ડાયરેક્ટર છે).