Loading Please Wait !!!
મેયરનો માસ્ટરસ્ટ્રોક : રાજકોટમાં ગમે ત્યારે પે એન્ડ પાર્કિંગ બંધ

  • ગત ટર્મમાં નેહલ શુકલએ પાર્કિંગની વ્યવસ્થા પોતે સંભાળી પ્રજાને ખર્ચમાંથી મુક્તિ આપવાની વાત કરી હતી
  • પ્રજાને મોટી રાહત; મેયરનો એક્શન મોડ ઓન
  • જ્યાં જરૂર છે ત્યાં એડ એજન્સીને પાર્કિંગની વ્યવસ્થા કરવાની જવાબદારી આપવાની ચાલતી તૈયારી

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકામાં પે એન્ડ પાર્કિંગ વ્યવસ્થા હટાવવાની દિશામાં મહત્વપૂર્ણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મહાપાલિકા દ્વારા ટૂંક સમયમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી પેઇડ પાર્કિંગ સંપૂર્ણપણે દૂર કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, જ્યાં હાલ પાર્કિંગ ફી વસૂલવામાં આવે છે તે જગ્યાઓ પર લોકોને કોઈ અસુવિધા ન થાય તે માટે વિકલ્પરૂપે જાહેરાતના

હોર્ડીંગ્સ લગાવવામાં આવશે. આ હોર્ડીંગ્સ સાથે સંબંધિત જાહેરાત એજન્સીઓ તેની જવાબદારી સંભાળશે. રાજકોટના મેયર નેહલ શુકલાએ જણાવ્યું છે કે તેઓ પોતાના વચન પર અડગ છે અને શહેરની પ્રજાને ટૂંક સમયમાં પાર્કિંગ કીમાંથી મુક્તિ મળશે. તેમણે અગાઉની ટર્મ દરમિયાન જાહેરમાં ચેલેન્જ આપી હતી કે પ્રજા માટે ફ્રી પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવશે, અને હવે તે દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ નિર્ણય અમલમાં આવ્યા પછી રાજકોટની પ્રજાને પાર્કિંગ માટે ચૂકવવાની જરૂર નહીં રહે, જેનાથી સામાન્ય નાગરિકોને સીધી રાહત મળશે.