કોઠારીયામાં 22 મીટરનો નવો બ્રિજ બનશે
- રણુજા મંદિર પાસેનો જૂનો 4 મીટરનો પુલ હટાવાશે
- 4 હજાર વાહનચાલકોને રાહત : 17 કરોડનો ખર્ચ : ત્રણ ગણો પહોળો પુલ બનશે
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ દક્ષિણમાં પી.ડી.માલવીયા કોલેજ સામેના ફાટક હેઠળ શેડ આકારના અંડરબ્રિજનો પ્લાન બની રહ્યો છે અને નજીકના ભવિષ્યમાં ઠેબર રોડના છેડે રાજકમલ પેટ્રોલ પંપ નજીકના ફાટક પાસે પણ એકારનો અંડરબ્રિજ બનાવવા તંત્રએ વિચારણા શરૂ કરી છે. બીજીતરફ વોર્ડ નં.૧૮ના કોઠારીયા મેઈન રોડ ઉપર રણુજા મંદિર નજીક ઓવરબ્રિજ બનાવવાનું ટેન્ડર મહાપાલિકાએ પ્રસિધ્ધ કર્યું છે. જોકે અગાઉ પણ ટેન્ડર જાહેર કરાયા બાદ બીજો પ્રશ્ન કરવો પડ્યો છે. જેના માટે ૧૭ કરોડ જેટલા ખર્ચનો અંદાજ રહેલો છે. અહીંનો પુલ માત્ર ૮ મીટરનો હોય હવે અહીં ૨૨ મીટરનો બ્રિજ બનાવવામાં આવનાર છે. આ બ્રિજ બનતા હજારોની સંખ્યામાં વાહન ચાલકોને તેનો લાભ મળશે. કોઠારીયા વિસ્તાર છેલ્લા વર્ષોમાં ખૂબ વિકસ્યો છે. રહેણાંકથી માંડી ઈન્ડસ્ત્રીયલ ડેવલપમેન્ટ ચાલુ છે. વોર્ડ નં. ૧૮માં કોઠારીયા મેઈન રોડ પર રણુજા મંદિર પાસે નાનો પુલ છે. કોઠારીયા મેઈન રોડના અમુક ભાગમાં ટી.પી., ડી.પી રોડ મુજબ ૨૪.૦૦ મીટર થી લઈને ૪૫.૦૦ મીટર સુધીની પહોળાઈ
થઈ રહી છે. જેથી રણુજા મંદિર પાસે જુના બ્રિજને કારણે બોટલનેક જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જેને લઈ, બજેટમાં આ સમસ્યાના નિરાકરણ અર્થે બ્રિજ અંગેની જોગવાઈ કરવામાં આવી હતી. આ બ્રિજ ત્રણ ગણો પહોળો એટલે કે લગભગ નવો બનાવવાનો અભિપ્રાય આવ્યો હતો. આ હયાત બ્રિજની ઉતર તરફ ટી.પી.સ્કીમ છે તથા બ્રિજની દક્ષિણ તરફ ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ મંજુર નથી. આ રસ્તો ૨૪.૦૦ મીટર રોડનો છે. હાલ બ્રિજની પશ્ચિમ દિશામાં બે બાજુથી ખુલ્લા પાયાની આવે છે તથા બ્રિજની પૂર્વ દિશા ડાઉન સ્ટ્રીમ હોય, પાણી સાથે મડીને પૂર્વ દિશા તરફમાં આગળ વધે છે. અહીં વોટર બોડી હોય તથા નજીકમાં કોઈ
ફૂટપથ અને 3 બોક્સ સાથેની ડિઝાઇન તૈયાર
સુ-વ્યવસ્થિત ડાયવર્ઝન આપી શકાય તેમ નથી આથી ટ્રાફિક મુવમેન્ટને યથાવત રાખવા હયાત બ્રિજની પશ્ચિમ દિશામાં ડાયવર્ઝન નિર્માણ તથા ક્રમશ પૂર્વ તરફના જુના ભાગને દૂર કરી નવા બ્રિજના નિર્માણ દ્વારા ૮ મીટર મિક્સ લેન કેરેજ-વે, ફૂટપાથ સહિતની ડિઝાઇન સ્ટે કમીટીમાં મંજુર કરવામાં આવી હતી.
આ બ્રિજમાં ૮૪ મીટરના ૩ બોક્સ ૨૨ મીટર પહોળાઈનાં બનાવવામાં આવશે. જ્યાં તિરુપતિ હેડવર્ક તરફનો રસ્તો ૭૭.૪૦ મીટર હશે અને રણુજા મંદિર તરફનો રસ્તો ૧૦૧.૨૪ મીટરનો હશે. હાલ બીજાં કામે એજન્સીનું અંદાજીત ખર્ચ રૂ. ૧૬.૫૪ કરોડ અને પીએમસીની ફી મળી રૂ. ૧૭.૦૫ કરોડ
જેટલો ખર્ચ થવાની શક્યતા છે. આ બ્રિજના એપ્રોચને ધ્યાનમાં લેતા ઊંચાઈ વધારી શકાય તેમ ન હોય, બ્રિજ ઓવર વોટર બોડીની હાઈટ યથાવત રાખવા ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે.
જુના બ્રિજના ઈન્સ્પેક્શન રિપોર્ટની સાથે જ રસ્તાની નિર્માણાધીન સિંક્સ લેન નેશનલ હાઈ-વે થી નવા રીંગ રોડ સુધીનાં વાહનોની જરૂરીયાત, તથા આ જ રસ્તાનાં આગામી ભાગના ૪૫.૦૦ મીટર પહોળા રાઈટ ઓફ વે મુજબનાં વાહનોની અવરજવર, જુના બ્રિજને યથાવત રાખવાના કિસ્સામાં સ્ટેબિલિટી જેવા તમામ ગુણોદોષ ધ્યાને લેતા ડાયવર્ઝન બાદ નવો ઓવર બ્રિજ બનાવવાનું નક્કી થયું હતું.