11 ઓગસ્ટે કે.જી. ધોળકિયા સ્કૂલ ઓડિટોરિયમમાં નામાંકિત ગાયકવૃંદ સાથે રાષ્ટ્રવીરોને સંગીતમય શ્રદ્ધાંજલિ
- સનાતન તિથિ મુજબ સ્વતંત્રતા દિવસની રાષ્ટ્રભક્તિ સંગીત સંધ્યા
સિટી ન્યૂઝ@રાજકોટ
ભારતીય સંસ્કૃતિમાં તારીખની સાથે તિથિને પણ વિશેષ મહત્વ આપવામાં આવે છે. આ પરંપરાને ધ્યાનમાં રાખીને સર્વોત્તમ સેવા સંસ્થાન (SP) દ્વારા સ્વતંત્રતા દિવસની સનાતન તિથિ મુજબ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતની આઝાદીની સ્મૃતિમાં અષાઢ વદ-૧૪, સંવત-૨૦૮૨ એટલે કે ૧૧ ઓગસ્ટ ૨૦૨૬, મંગળવારના રોજ રાજકોટમાં રાષ્ટ્રભક્તિ સંગીત સંધ્યાનું આયોજન કરાયું છે. રાત્રે ૯ વાગ્યાથી કે.જી. ધોળકિયા સ્કૂલ ઓડિટોરિયમ, બાલાજી હોલ પાસે કાર્યક્રમ યોજાશે.
વૈષ્ણવાચાર્ય ગોસ્વામી ગોપેશકુમારજી મહારાજશ્રી તેમજ ગોસ્વામી પરાગકુમારજી મહોદયશ્રીની અધ્યક્ષતામાં યોજનારા આ કાર્યક્રમમાં નામાંકિત ગાયકવૃંદ દ્વારા દેશભક્તિ ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવશે. કાર્યક્રમમાં રાષ્ટ્રવીરોને બિરદાવવામાં આવશે. સર્વોત્તમ સેવા સંસ્થાન દ્વારા વૈષ્ણવજનો તેમજ જાહેર જનતાને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પદાધિકારીઓ અને કાર્યો ૨ઘુરાજ સીસોટીયા, અશોકભાઈ ગરાળા, પ્રમોદભાઈ લાડાણી, પ્રકાશભાઈ ગેંદપરા, પ્રભાતભાઈ ગોધાસરા, મનસુખભાઈ સાપોડીયા, નીતીનભાઈ દેપાણી, શ્યામ ચાપાણી, આશીષ વિસપરા, ભાર્ગવ જાવિયા, પરેશભાઈ રાબડીયા, પ્રફુલભાઈ રાજપરા, માધવભાઈ ફલદું સહિત વિવિધ શાખાના કાર્યકરો જેહમત ઉઠાવી રહ્યા છે.