Loading Please Wait !!!
રાજકોટ SOGનો અણીયારાની ગોવાલિયા ફૂડ ફેક્ટરીમાં દરોડો

  • 400 કિલો એનાલોગ ચીઝ- 150 કિલો એનાલોગ પનીર સીઝ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા અને ભેળસેળયુક્ત તેમજ પ્રતિબંધિત ખાધ પદાર્થોનું ઉત્પાદન, સંગ્રહ તથા વેચાણ કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. લોકસ્વાસ્થ્યની સુરક્ષાને પ્રાથમિકતા આપીને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે સુંબેશના ભાગરૂપે SOG અને ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં પ્રતિબંધિત એનાલોગ પનીર અને ચીઝનો મોટો જથ્થો ઝડપવાની સફળતા મળી છે. પોલીસે ૫૫૦ કિલો જથ્થાનો નાશ કરી જરૂરી નમૂના લેબોરેટરી ખાતે મોકલાવી પેઢી સંચાલક ૫૩ વર્ષીય અશોકભાઈ જેન્તાલાલ દલવાડી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ એસઓજી પીઆઈ એન બી ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે તપાને ચોક્કસ માહિતી મળી હતી કે અણીયારા ગામ પાસે આવેલા ડી.કે. ઇન્ડસ્ટ્રીયલ એરીયાના પ્લોટ નંબર ૨માં આવેલ ‘ગોવાલીયા ફૂડ પ્રોડક્ટ’ નામની ફેક્ટરીમાં માનવ આરોગ્ય માટે હાનિકારક અને પ્રતિબંધિત એવા એનાલોગ પનીર તથા ચીઝનું ઉત્પાદન અને સંગ્રહ કરવામાં આવી રહ્યો છે બાતમી આધારે પોલીસ ટીમે ત્વરિત કાર્યવાહી કરીને કાયદાકીય પ્રોટોકોલ મુજબ ફૂડ વિભાગના અધિકારીને સાથે રાખીને ફેક્ટરી પર સરમાઈઝ રેડ કરી હતી. દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં બિનઅધિકૃત એનાલોગ ચીઝ અને પનીરનો સ્ટોક મળી આવ્યો હતો પોલીસે હિંચાથી ૧.૫૫ લાખનો ૪૦૦ કિલો એનાલોગ ચીઝ અને ૩૦ હજારના ૧૫૦ કિલો એનાલોગ પનીરનો જથ્થો સીઝ કર્યો હતો તપાસ દરમિયાન ગોવાલીયા ફૂડ પ્રોડક્ટના સંચાલક રાજકોટનાં ૫૩ વર્ષીય અશોકભાઈ જેન્તાલાલ દલવાડી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ પોલીસે ફૂડ વિભાગ અધિકારીઓની મદદથી ફેક્ટરીમાંથી ખાધ પદાર્થોના જરૂરી સેમ્પલ લઈને તેને આગળની ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.