ગીરમાં 20 ગેરકાયદે પ્રોપર્ટી સીલ: 191ને અપાઈ નોટિસ
- તંત્રનો સપાટો : 54 એકમમાં વાણિજ્યક પ્રવૃત્તિ બંધ કરવા આદેશ
સિટી ન્યૂઝ @ ગીર સોમનાથ
ગીર અભ્યારણ્યની બાહ્ય હદથી ૧૦ કિલોમીટરની ત્રિજ્યામાં ચાલતા હોસ્પિટાલીટી અને સંલગ્ન એકમો સામે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રે કડક કાર્યવાહી શરૂ કરી છે. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ દાખલ થયેલી R/Writ Petition (PIL) No. ૨૮૪ of ૨૦૧૪ના સંદર્ભમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વન વિભાગ અને મહેસૂલ વિભાગની સંયુક્ત ટીમોએ જિલ્લાના ૧૪૩ ગામોમાં આવેલા કુલ ૩૦૮ એકમોની સઘન તપાસ કરી હતી.
ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના સુપરવિઝન હેઠળ હાથ ધાયેલી તપાસમાં કુલ ૨૨૧ યુનિટ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં જમીન મહેસૂલ અધિનિયમની કલમ ૬૬ અને ૬૭ હેઠળ ૧૯૧ એકમોને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને રૂબરૂ સુનાવણીની કાર્યવાહી શરૂ કરાઈ છે.
આ ઉપરાંત, અગાઉ શરતભંગ અંગેની કાર્યવાહી પૂર્ણ થઈ ચૂકી હોય તેવા ૨૦ યુનિટ્સને તાત્કાલિક અસરથી સીલ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે. તંત્રની કાર્યવાહીથી ગીર અભ્યારણ્યની આસપાસ નિયમોનું ઉલ્લંઘન કરી ચાલતી વ્યવકસાઈક પ્રવૃતિ કરતા સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
તંત્ર દ્વારા હાલ કુલ ૫૪ યુનિટ્સમાં પરવાનગી વિના ચાલતી વાણિજ્યિક પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરવાના હુકમ કરવામાં આવ્યા છે. નિયમોનું ઉલ્લંઘન ન થાય તે માટે સંબંધિત અધિકારીઓને સતત મોનિટરિંગ કરવા પણ સૂચના આપવામાં આવી છે. કાયદેસર જોગવાઈ મુજબ દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
ગીર સોમનાથ જિલ્લામાં અગાઉ
કુલ ૨૮ યુનિટ્સ સામે શરતભંગની કાર્યવાહી પૂર્ણ થઈ હતી. તે પૈકી ૨૦ યુનિટ્સને હાલ સીલ કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના આઠ યુનિટ્સમાં વિવિધ કારણોસર કાર્યવાહી પ્રગતિમાં છે.
સાંગોદ્રા ગામે પિયુષ નરસિંગભાઈ અમૃતિયાના ફાર્મ હાઉસનું બાકામ સ્વયંચે દૂર કરવામાં આવ્યું છે. ચિત્રોડ ગામે કાંતિલાલ રવજીભાઈ દુધિયાના ક્રિષ્ના રિસોર્ટ મામલે મહેસૂલ વિભાગ ગાંધીનગરનો સ્ટેટસ કો હોવાથી કાર્યવાહી હાલ મુલતવી રાખવામાં આવી છે. ચિત્રોડા કાંતિભાઈ રવજીભાઈ ભલાણી દ્વારા વાણિજ્યિક
ઉપયોગ નહીં કરવાની બાહેધરી આપવામાં આવી છે.
ભોજદે ગામે ગોકુલભાઈ રત્નાભાઈ પાધરાના અક્ષર ફાર્મમાં બાંધકામ રેગ્યુલાઈઝ કરવા માટે આપવામાં આવેલા છ મહિનાના સમયગાળાની મુદત હજુ બાકી હોવાથી કાર્યવાહી મોક્યુ રાખવામાં આવી છે. હિરણવેલ ગામે સચીનભાઈ ગેરીયાના રેઈન ફોરેસ્ટ કેમ્પ ફાર્મ હાઉસ, આડોલવાડી ગામે મનસુખભાઈ રાચોલિયાના ફાર્મ હાઉસ, ધાવા ગીર ગામે હીરાબેન નથવાણીના ભાવિન ફાર્મ હાઉસ તથા રોહિતકુમાર વ્યાસના શીતલ ફાર્મ હાઉસ સહિતના બાકીના એકમોમાં પણ વિવિધ મુદ્દે