સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન બુધવારથી વહિવટદારના હાથમાં; ચૂંટણી યોજવાના માર્ગ ખુુલ્યા?
- પોરબંદર ક્રિકેટ એસો.ની અપીલ અને નિવૃત્ત જજ એમ.આર શાહની તપાસ બાદ મોટો હુકમ
- વહીવટદાર તરીકે સુપ્રીમના નિવૃત્ત જજનું નામ આપવા બંને પક્ષોને હુકમ
- સૌરાષ્ટ્રના તમામ ક્રિકેટ એસો.ને પણ મતાધિકાર તેમજ રણજી ટ્રોફીના પૂર્વ ખેલાડીઓને સભ્યપદ તેમજ મતાધિકાર આપવાની તર્ફેણમાં કોર્ટ
સિટી ન્યૂઝ@રાજકોટ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA)ના લાંબા સમયથી ચાલતા વહીવટી વિવાદમાં હાઈકોર્ટે મોટો નિર્ણય આપતા એડમિનિસ્ટ્રેટરની નિમણૂફ કરવાનો આદેશ કર્યો છે. પોરબંદર ક્રિકેટ એસોસિએશનની અપીલ બાદ નિવૃત્ત જજ એમ. આર. શાહ દ્વારા
થયેલી તપાસના રિપોર્ટના આધારે આ હુકમ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.આ નિર્ણય સાથે SCAના હાલના વહીવટ પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. અપીલમાં દાવો કરવામાં આવ્યો હતો કે વર્ષો સુધી એક જ ગોઠવਣੀ હેઠળ સંચાલન થયું છે અને સમયસર ચૂંટણી યોજાઈ નથી. સાથે જ નાણાકીય
પારદર્શિતા અને સભ્યોના અધિકારો અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. હવે સંભાવના છે કે નિવૃત્ત IAS, IPS અથવા જજમાંથી કોઈને એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત કરી સંસ્થાનો વહીવટ સંભાળવામાં આવશે અને તેમની દેખરેખ હેઠળ નવી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે.આ વચ્ચે, પૂર્વ પ્રમુખ જયદેવ શાહે હાઈકોર્ટના
આદેશ અંગે અજાણ હોવાનું જણાવ્યું છે, પરંતુ લેખિત આદેશ મળ્યા બાદ પાલન કરવાની તૈયારી દર્શાવી છે. તેમણે SCAની કામગીરી પારદર્શક રહી હોવાનો પણ દાવો કર્યો છે. આ નિર્ણયથી સૌરાષ્ટ્રના ક્રિકેટ જગતમાં મોટી હલચલ મચી છે અને હવે સૌની નજર આગામી ચૂંટણી અને નવા વહીવટ પર છે.