શિક્ષણ ‘ધંધો’ નથી; સિસ્ટમ બદલો: RSS
ડો. મોહન ભાગવતે જેન-ઝી અને જેન-આલ્ફા સાથે સંવાદ કર્યો
- ■ ભાગવતે કહ્યું; જેન-ઝીનું આંદોલન દેશ દ્રોહ નહીં તેઓ ઈમાનદાર અને દેશભક્ત
- ■ શિક્ષણનો હેતુ આવનારી પેઢીને તૈયાર કરવાનો છે ફક્ત પૈસા કમાવવાનો નથી
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે ગુરુવારે જણાવ્યું હતું કે યુવાનો તેમના મુદ્દાઓ અને અધિકારો અંગે અવાજ ઉઠાવે છે તેમને રાષ્ટ્રવિરોધી ન ગણાવવા જોઈએ. જેન ઝી અને જેન આલ્ફાની વાત સાંભળવી જોઈએ, અને તેમની ચિંતાઓને સંવાદ અને લોકશાહી પ્રક્રિયાઓ દ્વારા દૂર કરવી જોઈએ. ભાગવતે મુંબઈના નીતા અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે આયોજિત 'ઇન્ટરનેશનલ મૂવમેન્ટ ટૂ યુનાઇટેડ નેશન્સ'ની વાર્ષિક
એક્ઝિબિશનશિપ કોન્ફરન્સમાં યુવાનો સાથે સંવાદ કર્યો હતો. શિક્ષણ પ્રણાલી વિશેના પ્રશ્નોના જવાબમાં, ભાગવતે કહ્યું, "શિક્ષણ એ વ્યાપારી વ્યવસાય નથી. તે દરેક માટે સુલભ હોવું જોઈએ. આ પ્રાપ્ત કરવા માટે વ્યવસ્થામાં પરિવર્તન જરૂરી છે, અને તે આપણા બધા દ્વારા વર્હેવાયેલ જવાબદારી છે." તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ હેતુ આવનારી પેઢીને તૈયાર કરવાનો છે, ફક્ત પૈસા કમાવવાનો નથી. તેમણે સમાજ અને યુવાનોને શૈક્ષણિક સુધાર માટે પોતાના સ્તરે પહેલ કરવા પણ અપીલ કરી હતી. ભાગવતે શિક્ષકોની અછત અને શિક્ષણ માટે
બજેટમાં ૬ ટકા ફાળવવાની માંગણીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ માંગ માન્ય છે અને તેનો અમલ થવો જોઈએ. તેમણે વધુમાં ટિપ્પણી કરી હતી કે શિક્ષણ પ્રણાલીમાં સુધારો ફક્ત વિરોધ દ્વારા જ નહીં પરંતુ સરકાર, સમાજ અને લોકોની ભાગીદારી દ્વારા પણ પ્રાપ્ત કરી શકાય છે. જંતર-મંતર પર લાઠીચાર્જ અંગેના પ્રશ્નના જવાબમાં ભાગવતે કહ્યું કે તેમણે પાસે ઘટનાની સંપૂર્ણ વિગતો નથી. તેઓ મીડિયા અહેવાલોના આધારે બોલી રહ્યા છે અને ક્યાંં ખોટું થયું તે નક્કી કરવું જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે, "હું આંખો બંધ કરીને જેન ઝી પર વિશ્વાસ કરીશ.
RSSના વડા મોહન ભાગવતે ક્યાં મુદ્દે શું કહ્યું?
સરકારની ભૂલ પર
આંદોલન ત્યારે થાય છે, જ્યારે વાતચીત નિષ્ફળ થઈ જાય છે. જો સરકારે પહેલેથી જ વાત કરી લીધી હોત, તો આંદોલનની જરૂર ન હોત. આંદોલનની પણ વાતચીત કરવાની એક રીત છે.
Gen-Z ના વિરોધ પર
આપણે પણ જોવું પડશે કે જો Gen-Z બૂમો પાડી રહી છે, તો કોઈફક તકલીફ છે, તો જ બૂમો પાડી રહી છે. આંદોલન આપણા કે તમારા વિરુદ્ધ નહીં, પરંતુ સિસ્ટમમાં સુધારા માટે હોવું જોઈએ.
દેશ વિરોધી હોવાના આરોપ પર
જો Gen-Z આંદોલન કરી રહી છે, તો તે એન્ટી-નેશનલ નથી. તેઓ આપણા પોતાના લોકો છે, આપણી આગામી પેઢી છે. તેમની સાથે આપણો સંબંધ છે. તેમણે આપણી વાત સમજવી જોઈએ અને આપણે તેમની વાત સમજવી જોઈએ.
લાઠીચાર્જ પર
આ કેમ થયું, શા માટે થયું, તેનું કારણ જાણવું પડશે. આને જોઈને નક્કી કરવું પડશે કે ક્યાંં ગરબડ છે. હું પણ વાંચીને જણાવી રહ્યો છું. કેટલાક ઉપ્રવ્વીઓ સામેલ થયા, આ ન્યૂઝ પેપરમાં વાંચ્યું છે. જો મારે આંખ બંધ કરીને ભરોસો કરવો છે, તો હું Gen-Z પર કરી શકું છું.
શૈક્ષણિક દુર્દશા પર
શિક્ષણ કોઈ કોમર્શિયલ બિઝનેસ નથી. તે સર્વસુલભ હોય, તેવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ. એવું કોઈએ નથી કહ્યું કે સરકારે જ આખું શિક્ષણ ચલાવવું જોઈએ. આપણે પણ સહયોગ કરવો પડશે. ત્યારે જ સુધાર આવશે. ત્યારબાદ અભ્યાસક્રમની વાત આવવી જોઈએ.