Loading Please Wait !!!
યુપીમાં પૂર, મકાન ધરાશાયી 6નાં મોત

  • 40 સ્કૂલોમાં પૂરનું પાણી ઘૂસ્યું : 27 ઘરો નદીમાં સમાઈ ગયા
  • રાજસ્થાન, કેરળ, મધ્યપ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ

સિટી ન્યૂઝ@લખનૌ

દેશભરમાં ચોમાસાનો વરસાદ હવે લોકો માટે આફત બની ગયો છે. યુપીમાં સતત વરસાદને કારણે નદીઓ ગાંધીતૂર બની છે. ફર્તુબાબાદ જિલ્લાના ૩૩ ગામો અને ૪૦ સરકારી સ્કૂલોમાં ગંગાનું પાણી ઘૂસી ગયું છે. બલિયામાં એક અઠવાડિયામાં ૨૭ ઘરો સરયુ નદીમાં સમાઈ ગયા છે. વારાણસીમાં ગંગાનું પાણી ૪૦-૫૦ નાના મંદિરોમાં ઘૂસી ગયું છે. જ્યારે, પ્રતાપગઢમાં સતત વરસાદને કારણે ૧૦૦ વર્ષ જૂનું મકાન ધરાશાયી થયું, જેમાં એક જ પરિવારના ૬ લોકોના મોત થયા. ઉત્તરાખંડમાં મોડી રાતથી સતત વરસાદ પડી રહ્યો છે, ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને દેહરાદૂન, ચમોલી, બાગેશ્વર, રૂદ્રપ્રયાગ અને પૌડી ગઢવાલમાં આંગણવાડી કેન્દ્રો સાથે ધોરણ ૧૨ સુધીની તમામ સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. રૂદ્રપ્રયાગમાં ધોધમાર વરસાદ બાદ શિલવાડા નજીક પહાડ પરથી કાદવ અને પાણી કેદારનાથ હાઈવે પર આવી ગયું. જેના કારણે અનેક વાહનો કાદવ અને ખડકોના કાટમાળમાં દટાઈ ગયા. બીજી તરફ, આસામમાં પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૭ લોકોના મોત થયા છે,

જેના કારણે આ ચોમાસાની સિઝનમાં મૃત્યુઆંક વધીને ૫૫ થયો છે. ધાઘસિરી નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે, જેના કારણે ૧૪ જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના ૫૬૩ ગામોના ૧.૬ લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે.
અતિ ભારે વરસાદનું એલર્ટ: રાજસ્થાન, કેરળ અને મધ્ય પ્રદેશ ભારે વરસાદનું એલર્ટ: બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, છત્તીસગઢ. વાવાઝોડા અને વીજળી પડવાનું એલર્ટ: બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા સહિત ઘણા રાજ્યોમાં ૩૦-૫૦ કિમી/કલાકની ઝડપે તેજ પવનો અને વીજળી પડવાની સંભાવના. અતિ ભારે વરસાદનું એલર્ટ: રાજસ્થાન.ભારે વરસાદનું એલર્ટ: બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઓડિશા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, આસામ, મેઘાલય.વાવાઝોડા અને વીજળી પડવાનું એલર્ટ: બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, કેરળ સહિત ઘણા રાજ્યોમાં ૩૦-૫૦ કિમી/કલાકની તેજ પવનો અને વીજળી પડવાની સંભાવના.