એનાલોગ પનીર બનાવવા જે વસ્તુઓનો ઉપયોગ થતો તે ટોમેટો કેચઅપ,આઈસ્કીમ,ફ્રૂટ ડ્રિંકમાં સામેલ
- ફૂડમાં કાયદેસર ભેળસેળનો ખેલ ! જ્યુસમાં ખાંડ-એસેન્સ ગ્રાહકો સાથે ખુલ્લી છેતરપિંડી
સિટી ન્યૂઝ@રાજકોટ
આજના સમયમાં આપણે જે ખોરાકને શુદ્ધ માનીને આરોગીએ છીએ, તે ખરેખર શુદ્ધ છે કે કેમ તે એક મોટો સવાલ છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) ના કાયદાકીય માળખાની છટકબારીઓનો લાભ લઈને બજારમાં ‘કાયદેસરની ભેળસેળ’નો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. આઈસ્ક્રીમથી લઈને પનીર અને ફૂટ જ્યુસથી લઈને ટોમેટો કેચઅપ સુધીની રોજિંદી ખાદ્યચીજોમાં ગ્રાહકો સાથે ખુલ્લી છેતરપિંડી થઈ રહી છે, અને આર્થિક ફાયદો મલ્ટિનેશનલ તથા સ્થાનિક કંપનીઓ ઉઠાવી રહી છે.
આઘાતજનક બાબત એ છે કે FSSAI ના નિયમો હેઠળ અનેક એવી પ્રોડક્ટ્સને મંજૂરી મળેલી છે જે વાસ્તવમાં આરોગ્ય માટે અત્યંત નુકસાનકારક છે. આ ‘કાયદાકીય રીતે માન્ય’ ભેળસેળના કારણે હજારો કિલો એનાલોગ અને સિન્થેટિક પનીર બજારમાં ઠલવાઈ રહ્યું છે. શહેરમાં ચાલતી મોટાભાગની હોટેલ્સ અને રેસ્ટોરાંમાં ખર્ચ بچાવવા માટે અસલી દૂધની બનાવટોના બદલે એનાલોગ પનીર, પ્રોસેસ્ડ ચીઝ કે ફેટ સ્પ્રેડ બટરનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે.
આવી નકલી પ્રોડક્ટ્સમાં પામોલિન તેલ, વેજિટેબલ ફેંટ, સ્ટાર્ચ અને હાનિકારક કેમિકલ્સનો ઉપયોગ થાય
છે. તબીબો અને સ્વાસ્થ્ય નિષ્ણાતોની ચેતવણી મુજબ, આ પ્રકારના પ્રોસેસ્ડ ખોરાકના સતત સેવનથી બાળકોના શારીરિક અને માનસિક વિકાસ પર ગંભીર અસર થાય છે. આ ઉપરાંત યુવાનો અને વડીલોમાં હાર્ટ અટેક, હાઈ બ્લડ પ્રેશર (BP), ડાયાબિટીસ અને સ્થૂળતા (મેદસ્વિતા) જેવા જીવલેણ રોગોનું જોખમ અનેકગણું વધી જાય છે.
બજારમાં આકર્ષક પેકિંગમાં વેચાતા ‘ફૂટ સ્કવોશ’ કે ‘ફૂટ ડ્રિંક’માં અસલી ફળોનો પલ્પ નહિવત હોય છે. રયા છે. કેરીના રસના નામે મેંગો મિલ્ક શેક અથવા સેકરીનયુક્ત પલ્પ પધરાવી દેવાય છે. સૌથી મોટી છેતરપિંડી આઈસીકીમમાં થાય છે; જેને આપણે આઈસીકીમ માનીએ છીએ તે મોટાભાગે ‘ફ્રોઝન ડેઝર્ટ’ હોય છે, જેમાં દૂધના બદલે સસ્તું વનસ્પતિ કે પામોલીન તેલ વપરાય છે. આશ્ચર્યની વાત એ છે કે, FSSAI ના નિયમ મુજબ આ બધું કાયદેસર છે! આ તમામ પરિબળોને જોતા, લોકોના સ્વાસ્થ્યના હિતમાં FSSAI દ્વારા ફરજિયાત અને સ્પષ્ટ લેબલિંગના નિયમો લાગુ કરવા જરૂરી છે. ઉત્પાદનોની કડક સમીક્ષા થવી જોઈએ અને એનાલોગ તથા સિન્થેટિક પદાર્થોના ઉપયોગ પર નિયંત્રણ આવવું જોઈએ જેથી ગ્રાહકોને ખબર પડે કે તેઓ ખરેખર શું ખાઈ રહ્યા છે.
શુદ્ધતાના નામે ભેળસેળ વેંચાઈ રહી છે : સિસ્ટમ મૌન
શું છે કાયદેસર ભેળસેળનું ગણિત?
-
પનીર, બટર, ચીઝ: અસલી દૂધના બદલે પામોલિન તેલ, વેજિટેબલ ફેટ, સ્ટાર્ચ અને સસ્તા કેમિકલનો ઉપયોગ
-
આઈસકીમ: દૂધની મલાઈના બદલે વેજિટેબલ ફેટ અને પામ તેલથી બનતા ‘ફ્રોઝન ડેઝર્ટ’ને કાયદેસર માન્યતા
-
ફ્રૂટ ડ્રિંક: શુદ્ધ જ્યૂસ ગાયબ, માત્ર ફ્લેવર, વધુ પડતી ખાંડ, મીઠું અને એસેન્સનું મિશ્રણ
-
ટોમેટો સોસ-ચટણી: ટામેટાંની માત્રા સાવ ઓછી, તેની જગ્યાએ પાણી, મરચું, આર્ટિફિશિયલ કલર, ખાંડ અને મીઠું વધુ
-
કેરીનો રસ: સામાન્ય પલ્પમાં દૂધ, ખાંડ કે કેમિકલયુક્ત સેકરીનનો બેફામ ઉપયોગ
-
ફેટ સ્પ્રેડ: શુદ્ધ બટર (માખણ) ના બદલે પામોલિન તેલ કે સસ્તી ચરબી અને કેમિકલમાંથી બનાવટ