ભીમનગરમાં ગેરકાયદે દબાણ કરી નિવૃત પોલીસકર્મીની દાદાગીરી
બીજાની દુકાન આગળ પતરું મારી દીધું : પોલીસમાં અરજી
પોલીસ કહે અમારામાં ના આવે મહાપાલિકા કહે પોલીસને કહો !
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની હદમાં દબાણખોરો બેફામ બન્યા છે. કાયદાનું રક્ષણ કરનારા જ કાયદો હાથમાં લઈ રહ્યા હોવાનો એક ચોંકાવનારો કિસ્સો રાજકોટના નાના મવા વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીં એક નિવૃત પોલીસકર્મીએ પોતાની જૂની વગ અને હોદ્દાનો ગેરલાભ ઉઠાવીને ખુલ્લેઆમ ગેરકાયદેસર દબાણ કર્યું હોવાની ગંભીર ફરિયાદ ટાઉન પ્લાનિંગ (TP) શાખામાં કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નાના મવા ટીપી સ્કીમ નંબર-૨૦ હેઠળ આવતા ભીમનગર વિસ્તારમાં (સર્વે નં. ૧૨૩/પૈકી, મુળજંડ નંબર ૫૪) દેવાભાઈ કાબાભાઈ રાતડીયાની દુકાન આવેલી છે. આ જમીન ૧૮ મીટરના ટીપી રોડ કપાતમાં આવતી હોવાથી મહાનગરપાલિકા દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી. પરંતુ, આ કપાત બાદ સત્તાવાર હદ નક્કી થાય તે પહેલાં જ શ્રી પ્રકાશભાઈ પ્રવીણભાઈ મકવાણા અને પ્રવીણભાઈ મકવાણા દ્વારા કાયદાના રિદિરીડા ઉડાડવામાં આવ્યા છે. હવે જોવું એ રહે છે કે, મનપાનું તંત્ર નિવૃત પોલીસકર્મીની દાદાગીરી સામે ફ્ળું પડે છે કે પછી કડક કાર્યવાહી કરી દબાણનો સફાયો બોલાવે છે!
દુકાનનું શટર બ્લોક કરી દીધું, સ્મશાનની દિવાલ પણ તોડી
આ શખ્સે જોહુકમી વાપરીને, મનપાની કોઈપણ જાતની સત્તાવાર માપણી કે કોર્ટના આદેશ વિના જ દેવાભાઈની દુકાનના શટર આગળ રાતોરાત પતરાની વાડ ઉભી કરી દીધી છે. એટલું જ નહીં, જય ભીમનગર સ્મશાન પાસેની દિવાલ તોડીને ગેરકાયદેસર બાંધકામ પણ કરવામાં આવ્યું હોવાનું ગંભીર આક્ષેપો થયા છે. આ સમગ્ર પ્રકરણમાં નિવૃત પોલીસકર્મી પોતાની ખાખી વર્દીની ધાક જમાવીને ફાયદો ઉઠાવી રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
દુકાન માલિકે પતરું હટાવતા ભીમનગર સર્કલ પાસે જાહેરમાં એક માથાભારે વ્યક્તિ હથિયારો સાથે ખોફ : ગાળો કાઢી ધમકીઓ આપી
ટીપી ઓફિસરને તાત્કાલિક પગલાં લેવા અપીલ
આ એકતરફી અને ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા પતરાં અને દબાણને કારણે બે પક્ષો વચ્ચે ઘર્ષણ થવાની અને ભવિષ્યમાં આ વિસ્તારમાં હાથદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ દાદાગીરી સામે પીડિત દુકાન માલિક દેવાભાઈ રાતડીયાએ રાજકોટ મનપાના ટાઉન પ્લાનિંગ ઓફિસરને લેખિતમાં ફરિયાદ કરી છે. તેમણે માંગ કરી છે કે, તાત્કાલિક અસરથી ટીપી રેકોર્ડ મુજબ સ્થળની તપાસ કરી, સત્તાવાર હદ નક્કી કરવામાં આવે અને દુકાન આગળ ગેરકાયદેસર રીતે ખડકી દેવાયેલા પતરાં તેમજ દબાણને દૂર કરવામાં આવે.