Loading Please Wait !!!
સુરતમાં પાણી ઉતર્યું, ગુસ્સો ફાટ્યો વેપારીઓ રોડ પર, નેતાઓ ગાયબ

લોકોમાં રોષ: આ આફત માટે જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓને સ્ટીલના કીડા પડે

18 ઈંચ વરસાદથી સુરત બેહાલ કરોડોનું નુકસાન

ભ્રષ્ટ અધિકારીઓ અને એમના પરિવારને સ્ટીલના કીડા પડે: વેપારી મહેશ ગઢિયા

  • 10 મિનિટમાં એટલું પાણી આવી ગયું કે શટર બંધ કરવાનો સમય ન મળ્યો: મોબાઈલના વેપારી

  • વરાછા ઝોનમાં ફોન કર્યો તો કહ્યું- પાણી કાઢવાનું અમારામાં ન આવે, તમારે જાતે કાઢવું પડે: વિજયભાઈ

24 કલાક પાણીમાં પસાર કરનારી મહિલાના આંસુ છલકાઈ આવ્યા

  • બધુ ઝીરો થઈ ગયું છે, જાણે મરવાનો દિવસ આવી ગયો હોય: વેપારી કાળુભાઈ પુરોહિત

  • ચૂંટણી ટાણે નેતાઓ મત લેવા આવે છે પણ અત્યારે કોઈ ફરકતા નથી: કલ્પનાબેનની વ્યથા

  • પૂર આવતા સ્થાનિક કોર્પોરેટરો ભુર્ગભમાં ઉતરી ગયા: ડાહ્યાભાઈ

  • લોકો પાણીમાં હતા અને લાખોનો પગાર લેતા અધિકારીઓ ગાયબ: દિલીપભાઈ

  • બરોડા પ્રિસ્ટેજ માર્કેટની 500 દુકાનમાં પાણી ઘૂસતા કરોડોનું નુકસાન

સુરતમાં પ્રજા પૂરમાં હતી કોર્પોરેટરો પાર્ટી કરતા’તા

સુરતમાં ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિ વચ્ચે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા, ત્યારે કેટલાક કોર્પોરેટરોની નાસ્તો પાર્ટીના વીડિયો સામે આવતા ટીકા થઈ રહી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને લઈને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં સુરતના વોર્ડ નંબર-૨ના કોર્પોરેટર મનુ બલર સ્થાનિક કાર્યકરો સાથે ગાંઠિયાનો નાસ્તો કરતા જોવા મળે છે. વીડિયોમાં ભાજપના નેતા ધીરુ માંગરોળિયા પણ તેમની સાથે વાતચીત કરતા નજરે પડે છે. આ વીડિયો તે સમયનો હોવાનું કહેવાઈ રહ્યું છે જ્યારે શહેરના અનેક વિસ્તારોમાં લોકો વરસાદી પાણી વચ્ચે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. કોર્પોરેટર મનુ બલરે વીડિયો ગઈકાલે સવારનો હોવાની કબૂલાત કરી છે.