કોંગ્રેસ હારશે તો દાઢી મૂછ મુંડાવી નાખીશ
- માંજલપુરમાં ક્ષત્રિય આગેવાનોએ પોતાનું વચન નિભાવ્યું
સિટી ન્યૂઝ@વડોદરા
માંજલપુર વિધાનસભા બેઠકનું પરિણામ આવી ગયું છે. જેમાં સોમવારે ત્રીજી ઓગસ્ટના રોજ ભાજપના ઉમેદવાર જીતી ગયા છે. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસની રસાકસી વચ્ચે રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. માંજલપુર વિધાનસભા કોંગ્રેસની હાર કોંગ્રેસની હાર સમર્થકે દાઢી મૂછ કઢાવી નાંખા છે. સમર્થક મહેન્દ્રસિંહ રાઠોડે લોખેગસી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સાથે એવું પણ કહ્યું હતું કે, જો કોંગ્રેસ હારશે તો દાઢી મૂછ
મુંડાવી નાખીશ. જેથી સોમવારે પરિણામ આવ્યા બાદ આ સમર્થકે દાઢી મૂછ મુંડાવીને એક ક્ષત્રિય તરીકે વચન પાળ્યું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન મહેન્દ્રસિંહ રાઠોડે જાહેરમાં દાવો કર્યો હતો કે, માંજલપુર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જ વિજય થશે. તેમને કહ્યું હતું કે જો કોંગ્રેસના ઉમેદવારને પરાજય
મળશે તો તેઓ પોતાની દાઢી અને મૂછ મુંડાવી નાખશે. ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસના ઉમેદવારો પરાજય થતાં તેમણે પોતાના શબ્દોનું પાલન કર્યું. દાઢી-મૂછ મુંડાવ્યા બાદ મહેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું છે, “પ્રાણ જાય પણ વચન ન જાય.” તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજમાં વચનનું વિશેષ મહત્વ હોય છે અને દાઢી-મૂછ ગૌરવનું પ્રતીક માનવામાં આવે છે. એક ક્ષત્રિય તરીકે આપેલું વચન નિભાવવું પોતાની ફરજ હોવાનું તેમણે જણાવ્યું.