રાજકોટ મહાનગરપાલિકાએ ભારતના સંવિધાન વિરૂધ્ધ જાતિ આધારિત ભરતીનો ખેલ !
- મહાપાલિકાના નિયમો પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે
- મહાપાલિકાના ઠરાવમાં સફાઈ કર્મચારીઓ માત્ર વાલ્મિકી જ્ઞાતિના જ હોવા જોઈએ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાપાલિકા ફરી એકવાર વિવાદમાં આવી છે. મહાપાલિકાના સફાઈ કર્મચારીઓની ભરતી સંબંધિત કેટલાક ઠરાવો એવા હોવાનું સામે આવ્યું છે, જે ભારતના સંવિધાનના આર્ટિકલ ૧૫ની ભાવનાને વિરુદ્ધ હોવાનું કહેવાયું છે. આર્ટિકલ ૧૫ મુજબ સરકારી નોકરીમાં ધર્મ, જાતિ, લિંગ કે જન્મસ્થળના આધારે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખી શકાય નહીં, છતાં મહાપાલિકાના નિયમો પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.માહિતી અનુસાર, મહાપાલિકાના ઠરાવમાં સફાઈ કર્મચારીઓ માત્ર વાલ્મિકી જ્ઞાતિના જ હોવા જોઈએ એવી શરત મૂકવામાં આવી છે. આ સાથે જ, નોકરીમાં ભરતી માટે વારસાગત પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે, જેમાં માતા-પિતા અથવા દાદા-દાદી સફાઈ
તેમના વારસદારોને નોકરી આપવામાં આવે છે. આ પ્રણાલી પણ સમાન તકના સિદ્ધાંત સામે હોવાનું માનવામાં આવે છે.તે ઉપરાંત, એક અન્ય નિયમ મુજબ સફાઈ કામદાર ૫૪ વર્ષની ઉંમરે મેડિકલ સર્ટિફિકેટના આધારે નિવૃત્તિ લઈ શકે છે
અને તેમને પગારના અડધા જેટલું પેન્શન આપવામાં આવે છે. નિવૃત્તિ બાદ તેમના પરિવારના સભ્યને સીધી નોકરી આપવામાં આવે છે. આ કારણે વર્ષોથી મહાપાલિકાની આર્થિક સ્થિતિ પર વધારાનો બોજો પડતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.વિચારણીય બાબત એ છે કે કંજરવન્સી વિભાગમાં આ નિયમ લાગુ પડતો નથી. વૉકફાની સફાઈ માટે ભરતીમાં કોઈપણ જ્ઞાતિના લોકોને સામેલ કરવામાં આવે છે. જો સફાઈ કામદારો માટે જાતિ આધારિત નિયમ છે, તો આ વિભાગમાં તેનો અમલ કેમ નથી? આ પ્રશ્ન પણ ચર્ચાનો વિષય બન્યો છે.વિરોધ પક્ષ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવે તો મહાપાલિકાના જનરલ બોર્ડમાં આ ઠરાવો રદ્દ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે આ નિયમો સંવિધાનની મૂળભૂત ભાવનાના વિરુદ્ધ હોવાનું માનવામાં આવે છે.
ભારતના સંવિધાનમાં આર્ટિકલ 15 મુજબ સરકારી નોકરીમાં ધર્મ, જાતિ, લિંગ કે જન્મસ્થળના આધારે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખી શકાય નહીં