Loading Please Wait !!!
બામણબોરમાં ઝેરી આતંક પ્રદુષણ માફિયાઓ બેફામ નદીઓમાં વહે છે ઝેર !

  • GIDCમાં ધમધમતી કેમિકલ ફેક્ટરીઓનું લાલ રંગનું પાણી સીધુ નદીમાં છોડવામાં આવી રહ્યું છે
  • પ્રદુષણ કરનારાઓ સામે ગ્રામસભા મળી, બામણબોર અને રામપર બેટીના સરપંચ ઉપસ્થિત રહ્યા: 7 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો રસ્તા ઉપર ઉતરશે ગ્રામજનો

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ જિલ્લાના બામણબોર ગામમાં પ્રદૂષણ માફિયાઓએ કાળો કેર વર્તાવ્યો છે. સ્થાનિક જીઆઈડીસી (GIDC) માં ધમધમતી 'આર.આર. કેમ' સહિતની ૩ થી ૪ જેટલી કેમિકલ ફેક્ટરીઓ દ્વારા બેફામપણે લાલ રંગનું અત્યંત ઝેરી અને હાનિકારક પાણી સીધું જ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તાજેતરમાં મીડિયાના રિયાલિટી ચેકમાં આ સમગ્ર કૌભાંડનો पर्દાફાશ થયા બાદ, હવે પ્રદૂષણ ફેલાવતા આ એકમો સામે સ્થાનિક લોકોનો આक्रोश ચરમસીમાએ પહોંચ્યો છે અને ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.

આ જીવલેણ પ્રદૂષણથી ત્રસ્ત બામણબોરના સરપંચ વિક્રમભાઈના નેતૃત્વમાં ગ્રામજનો છેલ્લા ૩ થી ૪ વર્ષથી લડત ચલાવી રહ્યા છે. ગ્રામ પંચાયતના લેટરપેડ પર ગાંધીનગર, રાજકોટ અને

સુરેન્દ્રનગર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ને અનેકવાર લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. ફેક્ટરી માલિકો માત્ર નામ પૂરતો દંડ ભરીને કે થોડો સમય ફેક્ટરી બંધ રાખીને ફરીથી નદીઓમાં

ઝેર ઓકવાનું શરૂ કરી દે છે. આખરે તંત્રથી નિરાશ થઈને આજે ૧૫૦ થી ૨૦૦ જેટલા ગ્રામજનો પંચાયત કચેરીએ એકત્ર થયા છે અને માફિયાઓ સામે જાતે જ મોરચો માંડ્યો છે. આ સમગ્ર મામલે સરકારી તંત્રની ઘોર બેદરકારી અને શંકાસ્પદ ભૂમિકા ખુલ્લી પડી છે. પ્રદૂષણ અટકાવવાની જેની મુખ્ય જવાબદારીમાંથી જૈની મુખ્ય અધિકારીઓ કોઈ કડક પગલાં લેવાને બદલે માત્ર જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા છે. સુરેન્દ્રનગર GPCB કહે છે કે આ વિસ્તાર રાજકોટની હદમાં આવે છે, જ્યારે રાજકોટ GPCB તેને સુરેન્દ્રનગર હસ્તક ગણાવે છે. બે વિભાગો વચ્ચેની આ હદ-વિવાદની ફેંકફેકીમાં

પ્રદુષણ માફિયાઓને ખુલ્લું રક્ષણ મળી રહ્યું છે અને પર્યાવરણનો ખુલ્લેઆમ સતનાશ થઈ રહ્યો છે. હવે બામણબોરના ગ્રામજનોએ આરપારની લડાઈ લડવાનું મન બનાવી લીધું છે. ગામલોકોએ ભેગા મળીને તમામ પ્રદૂષિત ફેક્ટરીઓના નામ સાથે પંચાયતના લેટરપેડ પર આખરી નોટિસ તૈયાર કરી છે. આ નોટિસ કલેક્ટર અને GPCB ને સોંપીને આ જીવલેણ એકમોને કાયમી ધોરણે તાળાં મારવાની ઉગ્ર માંગ કરવામાં આવશે. જો સરકારી બાબુઓ હજુ પણ એસી ચેમ્બરમાંથી બહાર નહીં આવે, તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનશે તે નિશ્ચિત છે.