કાનના રેડ કાર્પેટ પર ઐશ્વર્યાની બ્રાહ્માંડના પ્રકાશ જેવી એન્ટ્રીથી સૌ મંત્રમુગ્ધ
=> 1500 કલાકે બનેલો અબિસ બ્લુ ક્રિસ્ટલ ડ્રેસ પહેર્યો
=> આરાધ્યાનું પણ અન ઓફિશિયલ ડેબ્યૂ
પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય બચ્ચનની હાજરીને લઈને સતત ચર્ચાઓ થયા બાદ એક્ટ્રેસ ક્લોઝિંગ સેરેમનીના એક દિવસ પહેલાં દીકરી આરાધ્યા સાથે પહોંચી હતી. ઐશ્વર્યાએ આ દરમિયાન અબિસ બ્લૂ રંગના ડિઝાઈનર ગાઉનમાં રેડ કાર્પેટ પર વોક કર્યું હતું. આ સાથે જ દીકરી આરાધ્યાએ પણ કાનમાં ગ્લેમરસ લુકમાં અનઓફિશિયલી ડેબ્યૂ કરી લીધું છે.
ઐશ્વર્યા રાયે વર્ષ 2002માં કાનમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે સતત કાનમાં હાજર રહે છે. ગયા વર્ષે ઐશ્વર્યાએ મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરાયેલી સફેદ-ગોલ્ડન સાડી પહેરી હતી. લાલ ડાયમંડ જ્વેલરી અને સિંદૂર સાથે ઐશ્વર્યા ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેનો ટ્રેડિશનલ લુક ઘણો ચર્ચામાં રહ્યો હતો.