દવાઓમાં મોંઘવારી નહીં, લૂંટ ફાર્મા કંપની-હોસ્પિટલો વચ્ચે સાંઠગાંઠ?
- ડોક્ટર્સ અને કંપનીઓની ગુપ્ત સિન્ડિકેટ
- હોસ્પિટલની બાજુમાં મેડિકલ સ્ટોર્સમાં પણ ડોક્ટરો ભાગીદાર
સીટી ન્યૂઝ@રાજકોટ
કંપનીઓ અને હોસ્પિટલ્સ સાથે મળીને દર્દીઓને સારવાર દરમિયાન આપવામાં આવતી દવાઓની કિંમત પણ અતિશય ઊંચી લગાડીને લૂંટ ચલાવી રહી છે. એક સગર્ભા મહિલાને અમદાવાદના માદલપુર વિસ્તારમાં હોસ્પિટલ ધરાવતા ગાયનેકોલોજિસ્ટે લખી આપેલી દવા કેમિસ્ટની દુકાનમાં જઈને ખરીદી તો એક જ વારની દવાના બિલમાં રૂ. 1000 જેટલો ફરક આવ્યો હતો. તેમણે જે દવાના રૂ. 1500માં મળતા હતા તે દવા બહારના કેમિસ્ટ પાસે લેતા રૂ. 500થી 1000નો ફરક આવ્યો હતો. આ ડોક્ટર હોસ્પિટલ્સના રૂમની બાબતમાં પણ રૂ. 1000થી 8000નો ચાર્જ વસૂલી રહ્યા છે. આ સ્થિતિ એકાદ હોસ્પિટલની નથી. અમદાવાદ અને ગુજરાતની દરેક હોસ્પિટલમાં દર્દીઓને લૂંટવાના આ જ ખેલ ચાલી રહ્યો છે. ડિસ્કાઉન્ટના નામે લૂંટાતી પ્રજાને રોકવી હોય તો સરકાર દ્વારા ગાર્જની વ્યાખ્યા કડક અમલ કરે તો જ લૂંટાતી બંધ થશે.
તમને વાંચીને આશ્ચર્ય થશે કે હોસ્પિટલમાં સારવાર લેવા જતા દર્દીઓને આપવામાં આવતી હોસ્પિટલની સ્પેશિયાલિટીની કેટેગરી પ્રમાણેની ચોક્કસ દવાઓ તેની પરિસરના બે ત્રણ કિલોમીટરના વિસ્તારમાં સક્રિય કેમિસ્ટોને ત્યાં તે દવા મળતી જ નથી. આ રીતે કંપનીઓ ડોક્ટર્સને સ્પેશિયાલિટી દવાની જે તે વિસ્તારમાં મોનોપોલી ઉભી કરી આપે છે. આસપાસમાં દવા ન મળતી હોવાથી દર્દીના સ્વજનોએ હોસ્પિટલ્સના સ્ટોર્સમાંથી જ મને કે કમને તેની ખરીદી કરવી પડે છે.
દર્દીઓના બિલમાં ઘણીવાર દવાઓ અલગથી દર્શાવવામાં આવતી નથી. તેને હોસ્પિટલના સારવાર ખર્ચમાં જ સમાવી લેવામાં આવે છે. હોસ્પિટલ્સના સ્ટોર ચાલકો મોટા માર્જિનવાળી દસથી વીસ દવાઓ રાખી બાકીની 50થી 90 ટકા માર્જિનવાળી દવાઓ રાખીને દર્દીઓને લૂંટી રહ્યા છે. ડ્રગ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડરમાં હોલસેલર અને રિટેલરના નક્કી કરી આપવામાં આવેલા માર્જિન મુજબ દવાનું ઉત્પાદન કરતી કંપનીઓને તેના માર્જિન નક્કી કરી લીધા પછી હોલસેલરના 10 ટકા અને રિટેલર્સના 20 ટકા ચઢાવીને જ મહત્તમ વેચાણ કિંમત છાપવી જોઈએ. માર્જિન હંમેશા ખરીદ કિંમતમાં જ રાખી દે તો ચારી થતી અટકી શકે છે.
હોસ્પિટલના સ્ટોરમાંથી દર્દીઓને સારવાર દરમિયાન હોસ્પિટલ્સ દ્વારા સીધી આપવામાં આવતી દવાઓમાં જીએસટી પણ બેકામ ચોરી કરવામાં આવી રહી છે. તેમાં કેટલાકીવાર તો દવા સેમ્પલ્સ (જેના પર લખેલું હોય છે કે નોટ ફોર સેલ) નો ગારસો ઉપયોગ કરી લેવામાં આવે છે. આ સદંતર એક ગેરફાયદે વેચાણ છે. છતાંય ચાલે છે. જીએસટીમાં તેમાં પણ મોટી ચોરી છે. તેના થકી થતી આવક ઈન્કમટેક્સમાં બતાવે છે કે નહિ તે પણ એક મોટો સવાલ છે. હોસ્પિટલ્સમાં ચાલતા સ્ટોર્સમાં મોટા માર્જિનવાળી દવાઓમાં જ મેક્સિમમ વેચાણ થતું હોવાનું સામાન્ય રીતે જોવા મળે છે. તેથી હોસ્પિટલ્સમાં થતી દવાના વેચાણમાંથી થતી જીએસટી અને આવકવેરાની ચોરી બહુ ધ્યાનમાં આવતી નથી. આવકવેરા કચેરી તપાસ કરે તો એક જ વર્ષમાં હોસ્પિટલ્સની કરોડોની વેચાણની ચોરી પકડાઈ શકે છે.
આજે હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓને દવાઓના બિલમાં રીતસરના અંજારવામાં આવી રહ્યા છે, જેના કેટલાક ચોંકાવનારા ઉદાહરણો સામે આવ્યા છે. ખાસ કરીને હૃદય રોગના ગંભીર દર્દીઓને સાકુબિટ્રિલ (Sacubitril) અને વાલ્સા ટન (Valsartan) જેવી મોંઘી દવાઓમાં મોટા પ્રમાણમાં લૂંટવામાં આવે છે. આ જ રીતે, ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત જરૂરી એવી ગ્લિમીપ્રાઈડ (Glimepiride), પાયોગ્લિટાઝોન (Ploglitazone) અને મેટફોર્મિન (Metformin) ના ઘટકો ધરાવતી દવાઓ પર પણ મનફાવે તેમ ઊંચી એમઆરપી (MRP) છાપી દેવામાં આવે છે. પરિણામે, હોસ્પિટલમાં દાખલ દર્દીઓ મજબૂરીમાં આ મોંઘી દવાઓ ખરીદવા મજબૂર બને છે.
ખૂબ જ સામાન્ય ગણાતી કોલેસ્ટરોલની સમસ્યા માટે હોસ્પિટલમાં એડમિટ થયેલા દર્દીઓ પણ આ લૂંટમાંથી બચી શકતા નથી. તેમને આપવામાં આવતી એટોરવાસ્ટેટિન (Atorvastatin), એસ્પિરિન (Aspirin) અને ક્લોપિડોગ્રેલ (Clopidogrel) ના સાયન્થિક ઘટકોથી બનતી હજારો બ્રાન્ડેડ દવાઓના બિલ એટલા મોટા બનાવવામાં આવે છે કે સામાન્ય માણસની કમર તૂટી જાય. વાસ્તવમાં, ફાર્મા કંપનીઓ જે તે હોસ્પિટલમાં જે રોગની સારવાર વધુ થતી હોય, તે પ્રમાણે પોતાની દવાઓનું પેકેજ સેટ કરવા માટે હોસ્પિટલ સ્ટોર્સના માલિકોને મસમોટી ઓફરો અને કમિશન આપીને ખુશ રાખે છે. આ આખી સિન્ડિકેટ એટલા માટે સફળ થાય છે કારણ કે મોટાભાગની હોસ્પિટલોમાં ચાલતા આ મેડિકલ સ્ટોર્સ ખુદ હોસ્પિટલના પ્રમોટર્સ કે માલિકીના હોય છે, જેથી દર્દીઓ ઈચ્છવા છતાં પણ આ છેતરપિંડીમાંથી બહાર નીકળી શકતા નથી.
દવાની મૂળ કિંમત અને વેચાણ ભાવની ટકાવારી
ડિસ્કાઉન્ટના નામે મોટો દંભ
આ હોસ્પિટલ્સના સ્ટોર્સમાં વેચાતી દવાઓ પર પણ કંપનીઓ બેકામ એમ.આર.પી. છાપી રહી છે. દવાઓના કિસ્સામાં માત્ર ને માત્ર હોસ્પિટલ્સના સ્ટોરમાં જ તે દવાઓ મળતી હોય છે. પરિણામે ડોક્ટરની સીધી સંડોવણી તેમાં પ્રસ્થાપિત થતી નથી. માત્ર તેમના પ્રિસ્ક્રિપ્શનમાં સામ્યતા જોવા મળે છે. હા, હોસ્પિટલમાં ચાલતા સ્ટોરની માલિકી પણ હોસ્પિટલના માલિકોની જ હોવાથી તેમાં ગરબડ થઈ હોવાનું પ્રસ્થાપિત થઈ શકે છે. તેમાં પાંચ દસ ટકા ડિસ્કાઉન્ટ આપીને હોસ્પિટલ્સના સત્તાવાળાઓ દર્દીઓને રાહત આપતા હોવાનો ડોળ કરે છે. વાસ્તવમાં દવા પર છાપેલા ભાવ હોસ્પિટલ્સમાં આપવામાં આવતા સપ્લાયના ભાવ કરતા 50થી 1000 ટકા કે કેટલાક કિસ્સાઓમાં તેનાથી પણ વધારે હોય છે. તેમાં હોસ્પિટલે આપેલા ઓર્ડર સામે જસ્સી દવાઓ આપવામાં આવતી સ્કીમ મૂકીને દર્દીઓને છેતરવામાં આવી રહ્યા છે.