બાપુ ફરી ચૂંટણી મેદાનમાં
- 2 ઓક્ટોબરે વિશ્વાસ સંમેલન યોજવાની જાહેરાત
- ભાજપ સામે લડવા 2027ની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાએ ફોજ તૈયાર કરી ચૂંટણી મેદાનમાં ઉતરશે
સિટી ન્યૂઝ@અમદાવાદ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આગામી વિધાનસભા ૨૦૨૬ની ચૂંટણી ને ધ્યાને રાખી ગાંધીનગરમાં પ્રજા શક્તિ પાર્ટીના અગ્રણીઓ સાથે બેઠક યોજી સક્રિય રી-એન્ટ્રી કરી છે. તેમણે ભાજપ સામે લડવા જનતાની ફોજ તૈયાર કરી ૨ ઓક્ટોબરે વિશ્વાસ સંમેલન યોજવાની જાહેરાત કરી છે. ગુજરાતના રાજકીય ઇતિહાસમાં પોતાના આક્રમક તેવર માટે જાણીતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર સક્રિય રાજકારણમાં ઉતર્યા છે. ચૂંટણીઓ નજીક આવતા જ ગાંધીનગરમાં તેમણે પ્રજા શક્તિ પાર્ટી સાથે સંકાયેલા હોદ્દેદારો અને કાર્યકરો સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.આ બેઠકમાં આગામી દિવસોમાં જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે નક્કર બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે.