Loading Please Wait !!!
રાજકોટની ‘રક્ષા’ માટે રામનાથ મહાદેવની વરણાંગી નીકળી

પાલખી યાત્રાનું ઠેર-ઠેર ફૂલોથી સ્વાગત કરાયું રસ્તાઓ ‘હર હર મહાદેવ’
 
103 વર્ષ પહેલા રાજકોટમાં પ્લેગ નામનો રોગથી લોકોને બચાવવા રાજા લાખાજીરાજ બાપુએ રામનાથ મહાદેવ મંદિરે પ્રાર્થના કરીને માનતા માની હતી કે સ્વયંભૂ રામનાથ દાદા આપ ગ્રામ દેવતા છો પ્લેગનો રોગ ઘેર-ઘેર છે તે આપ દૂર કરો જો રાજકોટ પ્લેગમુક્ત થતા જ ત્યારથી દર વર્ષે રામનાથ મહાદેવની પાલખી યાત્રા કાઢવામાં આવે છે

સિટી ન્યૂઝ@કાઠમાંડુ

આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે, ત્યારે રાજકોટમાં સ્વયંભૂ રામનાથ મહાદેવની ૧૦૩મી પાલખી યાત્રા નીકળી હતી. આ યાત્રામાં હજારોની સંખ્યામાં શિવભક્તો જોડાશે અને ઠેર-ઠેર રસ્તા પર હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો. આ ઉપરાંત જ્યારે અલગ-અલગ ચોકમાંથી સમનાથ મહાદેવની પાલખી યાત્રા પસાર થઈ ત્યારે પુષ્પોની વર્ષા સાથે સ્વાગત કરાયું હતું.

રામનાથ મહાદેવની બપોરે પોડશોપચાર પૂજન આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ બપોરે ૩.૩૦ વાગ્યે વરણાંગીનો પ્રારંભ થયો હતો. આજે ભગવાન ખુદ લોકોને દર્શન આપવા નીકળ્યા હતા, જેથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

આજથી ૧૦૩ વર્ષ પૂર્વે આ પાલખીયાત્રાની શરૂઆત થઈ હતી. ૧૦૩ વર્ષ પહેલા કાઢી નીકેલા પ્લેગ નામના રોગથી રાજકોટ વાસીઓને બચાવવા ત્યારના રાજા લાખાજીરાજ બાપુએ રામનાથ મહાદેવ મંદિરે પ્રાર્થના કરીને માનતા માની હતી કે, સ્વયંભૂ રામનાથ

દાદા આપ ગ્રામ દેવતા છો, તમોને બે હાથ જોડી અરજ કરું છું કે મારી પ્રજા ઉપર જે પ્લેગનો રોગ ઘેર-ઘેર છે તે આપ દૂર કરો.

"જો રાજકોટ શહેર પ્લેગ રોગથી બચી જશે તો રામનાથ મહાદેવની પાલખી યાત્રા શહેરમાં ફેરવશો અને તે સમયે રાજકોટનાં લોકો પ્લેગમુક્ત થયા હતા. ત્યારથી દર વર્ષે ભગવાન રામનાથ મહાદેવની પાલખી યાત્રા કાઢવામાં આવે છે.

મહાદેવ સદૈવ રાજકોટ શહેરની રક્ષા કરે તેવી પ્રાર્થના સાથે ૧૦૩મી પાલખી યાત્રા કાઢવામાં આવી જેને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

સ્વયંભૂ રામનાથ મહાદેવની વરણાંગી મંદિરેથી બપોરે ૩.૩૦ વાગ્યે શરૂ થઈ અને પછી રામનાથપરા મેઈન રોડ થઈ કોઠારીયા નાકા, કોઠારીયા નાકાથી પેલેસ રોડ, પેલેસ રોડથી આશાપુરા મંદિર પાછળ થઈ કરાણપરા ચોક, કરાણપરા ચોકથી કિશોરસિંહજી રોડ, કિશોરસિંહજી રોડથી રામમઢી ચોકથી હાથીખાના મેન રોડ, હાથીખાના મેન રોડથી રામનાથ મહાદેવના મેઈન રોડ અને ત્યાંથી પરત રામનાથ મહાદેવ મંદિર આવશે.