ચૂંટણીઓમાં હવે ‘રિલ્સ’થી લડાશે, પક્ષો ઈન્ફ્લૂએન્સર્સ પર કરોડોનો દાવ લગાવશે !
નવો ટ્રેન્ડિંગ ફોર્મ્યુલા: યુપી, ઉત્તરાખંડ, પંજાબ, ગુજરાતમાં આવતા વર્ષે ચૂંટણી
યુવા મતદારોને આકર્ષવા સભા, પોસ્કર કે કોન્ફરન્સના ભરોસે નહીં પણ રીલ, મીમ કે શોર્ટ વીડિયો બનાવશે રાજકીય પક્ષો
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
રાજકીય પક્ષોની તાકાતનો જૂનો આધાર સંગઠન અને કાર્યકર્તાઓ રહ્યા છે. હવે તેમની સમાંતરે કન્ટેન્ટ ક્રિએટર્સ અને માઈક્રો ઈન્ફ્લૂએન્સર્સની 'ડિજિટલ ફોજ' ઊભી થઈ રહી છે. તેમની પાસે ન તો પાર્ટીનું પદ છે, ન તો ઝંડો. હજારો-લાખો સ્ક્રીન સુધી પહોંચ છે. પરંતુ, યુવા આંદોલનોએ તેની તાકાત બતાવી દીધી છે. આંદોલનની માહિતી, નરેટિવ અને સરકારને સવાલો હવે માત્ર સભા, પોસ્કર કે પ્રેસ કોન્ફરન્સના ભરોસે નથી. એક રીલ, મીમ કે શોર્ટ વીડિયો થોડા કલાકોમાં લાખો યુવાનો સુધી પહોંચી શકે છે.
યુપી, પંજાબ અને ઉત્તરાખંડની વિધાનસભા ચૂંટણી પહેલાં પક્ષો ૧૦ થી ૫૦ હજાર ફોલોઅર્સ ધરાવતા સ્થાનિક ઈન્ફ્લૂએન્સર્સનું નેટવર્ક બનાવવામાં વ્યસ્ત છે. ડિજિટલ કેમ્પેન સાથે સંકલાયેલા લોકો અનુસાર, નાના અને મધ્યમ ઈન્ફ્લૂએન્સર્સ કોઈ પક્ષ સાથે કાયમી ધોરણે જોડાતા નથી. તેઓ અલગ- અલગ સમયે ભાજપ, કોંગ્રેસ, આપ કે અન્ય પક્ષો માટે કામ કરી શકે છે. પક્ષો સેંજની સામાજિક પહોંચ, વિચારધારા અને બોડી લેંગ્વેજ સુધીનું પરીક્ષણ કરે છે. ૧૫ હજાર ફોલોઅર્સ ધરાવતો શિક્ષક, ખેડૂત, કોમેડિયન ક્યાંક
રાષ્ટ્રીય સેલિબ્રિટી કરતાં વધુ પ્રભાવી હોઈ શકે છે. ત્વરિત નરેટિવ માટે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લૂએન્સર અને નેતાની છબી બનાવવા માટે પોડકાસ્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.રાજકીય ચુકવણી રોકડમાં થતી હોવાના દાવો છે. ચૂંટણી પંચ સોશિયલ મીડિયા રાજકીય જાહેરાતો અને ચૂંટણી ખર્ચને નિયમનના દાયરામાં રાખે છે. ASCI ગાઈડલાઈન્સ પણ જાહેરાતની સ્પષ્ટ માહિતી આપવાનું કહે છે.પરંતુ, જો કોઈ શિક્ષક શિક્ષણ નીતિના વખાણ કરે તો દર્શક કેવી રીતે ઓળખશે કે આ પેઈડ પ્રચાર છે. ૨૦૨૭ દરમિયાન યોજાનારી ચૂંટણીમાં મતદારો સામે આ પડકાર રહેશે.