Loading Please Wait !!!
નેપાળ ટનલમાં યુવાને નવ દિવસ શ્રી કૃષ્ણના મહામંત્રના જપના સહારે પસાર કર્યા

નવ દિવસની કહાની ચમત્કારથી ઓછી નહીં

એક્સપર્ટ્સ પણ ચોંક્યા કોઈ મદદે ન આવ્યું ત્યારે શ્રી કૃષ્ણ પરની શ્રદ્ધાએ સંજય સાહને આપ્યો સહારો !

સિટી ન્યૂઝ@કાઠમાંડુ

નેપાળમાં આવેલા વિનાશક પૂરના ૯ દિવસ પછી ગઈ કાલે ત્રિશુલી-૩A હાઈડ્રોપાવર પ્રોજેક્ટની ટનલમાંથી બે લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા હતા. શોધ અને બચાવટીમોએ અંદર ફસાયેલા વધુ બચી ગયેલા લોકોને શોધવા માટે બચાવ-કામગીરી ચાલુ રાખી છે. ભોટેકોશી નદીમાં આવેલા વિનાશક પૂરથી ગંભીર રીતે નુકસાન પામેલા ૬૦ મેગાવોટ હાઈડ્રોપાવર પ્રોજેક્ટમાં કામદારો સહિત ઓછામાં ઓછા ૪૨ લોકો ફસાયા હતા.

૪૫ વર્ષના કબીર મહર્જન અને ૩૦ વર્ષના સંજય સાહને બહાર કાઢવામાં આવ્યા છે. કબીરનું સ્વાસ્થ્ય સારું ન હોવાથી તેને કાઠમાંડુ આર્મી હૉસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો છે. ટનલમાંથી લોકોના અવાજ આવી રહ્યા છે એટલે આશા જાગી છે કે ટનલમાં ફસાયેલા વધુ લોકોને જીવતા બચાવી શકાય છે.

નેપાળના ત્રિશુલી-૩A હાઈડ્રોપાવર પ્રોજેક્ટની ટનલમાં ૬ દિવસ ફસાયા બાદ જીવતા બચાવી લેવામાં આવેલા ૩૦ વર્ષના સંજય સાહે કહ્યું હતું કે 'અંધકાર અને ભયાનાક સમય દરમ્યાન હું

સતત 'હરે કૃષ્ણ મંત્ર' નો જાપ કરતો હતો. આ મંત્ર અને અતુલ શ્રદ્ધાએ મને

આશા અને જીવિત રહેવાની અપાર હિંમત આપી હતી. સંયોગથી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે સંજય સાહને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો હતો અને બહાર કાઢવામાં આવ્યો હતો. સંજય સાહ નેપાળ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીનો ફોરમેન છે અને પૂરની ઘટના બની ત્યારે તે કન્ટ્રોલ રૂમમાં હતો. તે અન્ય લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને પોતે અંદર ફસાઈ ગયો હતો.

નેપાળમાં ૧૨ હાઈડ્રોપાવર પ્રોજેક્ટમાંથી લગભગ ૬૦૦ કામદારો ગુમ છે. ૨૬ ઓગસ્ટે તિબેટ સરહદ પર આવેલા નેપાળનાં અનેક ગામોમાં પૂરમાં અત્યાર સુધીમાં ૧૨૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે હજારો લોકો ગુમ થયા છે. એક ફેસબુક પોસ્ટમાં રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના વિધાનસભા રામ ન્યુપાને જણાવાયું હતું કે 'ટનલની અંદરથી વધુ અવાજો સંભળાયા છે જેનાથી આશા જાગી છે કે અંદર ફસાયેલા વધુ લોકો હજુ પણ જીવંત હોઈ શકે છે અને બચાવની રાહ જોઈ રહ્યા છે. નેપાળી સેના અને સશસ્ત્ર પોલીસદળની ટીમો વધુ બચી ગયેલા લોકોને શોધવા અને બચાવવાના પ્રયાસોમાં રોકાયેલી છે. લોકો ટનલની અંદરથી વાત કરી રહ્યા છે એવી માહિતી મળી એ એક આશ્ચર્યપદ સંકેત છે.