Loading Please Wait !!!
કાલે PM મોદી વડોદરામાં: રેમ્પના માધ્યમથી યુવાનો સાથે સંવાદ કરશે

  • સુરક્ષાને લઈને પોલીસનું મેગા રિહર્સલઃ લોખંડી બંદોબસ્ત ગોઠવાયો
  • GEN-Zને આકર્ષવા પરંપરાગત સભા કરતા આ વખતે અલગ અંદાજ જોવા મળશે

સિટી ન્યૂઝ@વડોદરા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે વડોદરાની મુલાકાતે આવવાના હોવાથી શહેરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. PM મોદીના પ્રવાસને લઈને પોલીસ તંત્ર એલર્ટ મોડ પર છે. વડોદરા એરપોર્ટથી લઈને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પેવેલિયન મેદાન સુધી સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ફિયાશ ન રહે તે માટે પોલીસ દ્વારા રિયલ ટાઈમ રિહર્સલ કરવામાં આવ્યું. PM મોદીના આગમન અને સભા દરમિયાન સુરક્ષા વ્યવસ્થાનું યોગ્ય સંચાલન થાય તે માટે SPG તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ રિહર્સલમાં સક્રિય રીતે જોડાયા હતા.

એરપોર્ટથી સભા સ્થળ સુધી PM મોદીના કાફલાની અવરજવર, રસ્તામાં સુરક્ષા બંદોબસ્ત અને સંભવિત સ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ સહિતની વ્યવસ્થાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. રિહર્સલ દરમિયાન મુખ્ય માર્ગો પર થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા પણ બદલવામાં આવી હતી. વડોદરામાં PM મોદી MS યુનિવર્સિટીના પેવેલિયન મેદાન ખાતે સભાને સંબોધો. આ કાર્યક્રમમાં ખાસ કરીને યુવા વર્ગને આકર્ષવા માટે અલગ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. સભા માટે વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે અને અંદાજે ૨૦૦ મીટર લાંબો રેમ્પ પણ બનાવવામાં આવ્યો છે. આ રેમ્પના માધ્યમથી PM મોદી ચાલતા-ચાલતા યુવાનો સાથે સંવાદ કરશે અને તેમને સંબોધશે.