Loading Please Wait !!!
આસામના પૂર પીડિતોની મદદ માટે આવ્યું બોલિવૂડ

સિટી ન્યૂઝ@મુંબઈ

આસામમાં ભારે વરસાદ અને વિનાશક પૂરથી સર્જાયેલી સ્થિતિ વચ્ચે બોલિવૂડના કલાકારો પૂરગ્રસ્તોની મદદ માટે આગળ આવ્યા છે. સલમાન ખાનની ચેેરિબલ સંસ્થા ‘બીઇંગ

ધুমન’એ રાહત અભિયાન શરૂ કર્યું છે, જ્યારે આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા મારફતે દેશવાસીઓને પૂર પીડિતોને મદદ કરવાની અપિલ કરી છે. અભિનેતા આયુષ્માન ખુરાના અને તેમની પત્ની તાહિરા કશ્યપે પણ આસામ મુખ્યમંત્રી રાહત કોષમાં આર્થિક યોગદાન આપ્યું છે. મીડિયા

અહેવાલો મુજબ, સલમાન ખાનની સંસ્થા ‘બીઇંગ હ્યુમેન’એ સ્થાનિક ફૈન ક્લબના સહયોગથી આસામમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી શરૂ કરી છે. પ્રથમ તબક્કામાં તૈયાર ભોજન, પીવાનું પાણી, દવાઓ, સેનિટરી પેડ્સ અને મચ્છર ભગાડતી રિપેલન્ટ કીમનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આગામી તબક્કામાં સૂકો રાશન, અસ્થાયી આશ્રય સામગ્રી તેમજ પૂરથી અસરગ્રસ્ત શાળાઓ અને હોસ્પિટલોના પુનર્નિર્માણમાં સહયોગ આપવાની યોજના છે.

આયુષ્માન ખુરાના અને તાહિરા કશ્યપે મુખ્યમંત્રી રાહત કોષમાં આર્થિક સહાય આપીને રાહત અને પુનર્વસન કાર્યમાં યોગદાન આપ્યું છે. બંને અગાઉ પણ કોવિડ-૧૯ મહામારી સહિત અનેક સામાજિક સંકટોમાં સહાય માટે આગળ આવ્યા છે. આયુષ્માન યુનિસેફ ઇન્ડિયાના રાષ્ટ્રીય એમ્બેસેડર તરીકે બાળકોના અધિકારો અને શિક્ષણ માટે સતત કાર્યરત છે.આલિયા ભટ્ટે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આસામની સ્થિતિ અંગે દુઃખ વ્યક્ત કરતાં લખ્યું કે ભારે પૂરથી રાજ્યમાં ૬૦થી વધુ લોકોના મોત થયા છે અને લાખો લોકો બેઘર બન્યા છે.