રાજકોટમાં મેગા હાઉસિ કાર્નિવલ
- એન્ટરટેઈનમેન્ટનો બ્લાસ્ટ : Season Hotelમાં 15 ઓગસ્ટે આયોજન
- ગોલ્ડ જીતવાનો મોકો શર્મિલા જગતિયાણી હોસ્ટ કરશે
- ભાગ લેનારાઓને 1000 રૂપિયાની એન્ટ્રી ફી સાથે એક ટીકિટ, ગૂડી બેગ, લકી ડ્રો, સરપ્રાઈઝ અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ મળશે
વધુ વિગતો માટે કરો સંપર્ક 82009 62079
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેરમાં આવનારા ૧૫ ઓગસ્ટે ભવ્ય મેગા હાઉસિ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. Seasons Hotel ખાતે યોજનાર આ ઈવેન્ટમાં ખેલાડીઓ માટે રમતનાં મજા સાથે ગોલ્ડ જીતવાની અનોખી તક રહેશે. ખાસ વાત એ છે કે સમગ્ર ઈવેન્ટને લોકપ્રિય હોસ્ટ શર્મિલા આન્ટી સંચાલિત કરશે, જે કાર્યક્રમમાં વધુ મજા અને એન્ટરટેઈનમેન્ટ ઉમેરશે.
આ કાર્નિવલમાં ભાગ લેનારાઓને પ્રથમ રાઉન્ડ માટે ટિકિટ સાથે ૧,૦૦૦નું ગૂડી બેગ, લકી ડ્રો, સરપ્રાઇઝ ગિફ્ટ્સ અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ મળશે. સાથે જ પ્રોફેશનલ એન્કરિંગથી સમગ્ર માહોલ રોમાંચક બનશે.
ઈવેન્ટમાં કુલ ૬ રાઉન્ડ રહેશે, જેમાં અલગ-અલગ ટિકિટ દર નક્કી કરવામાં આવ્યા છે. પ્રથમ રાઉન્ડ ૩૦૦, બીજા અને ત્રીજા રાઉન્ડ ૪૦૦, ચોથા અને પાંચમા રાઉન્ડ ૫૦૦ તેમજ બમર રાઉન્ડ માટે ૬૦૦ ટિકિટ રાખવામાં આવી છે.
કાર્યક્રમ માટે નોંધણી બપોરે ૪:૩૦ વાગ્યે શરૂ થશે અને પ્રથમ રાઉન્ડ સાંજે ૫:૩૦ વાગ્યે શરૂ થશે. આ ઈવેન્ટનું આયોજન Velvet Circle Events અને City News Rajkot દ્વારા કરવામાં આવ્યું છે. પરિવાર સાથે માણી શકાય તેવું આ મનોરંજનમય ઈવેન્ટ હોવાથી આયોજકોએ લોકોને વહેલી તકે નોંધણી કરાવવા અપીલ કરી છે.