Loading Please Wait !!!
4000 કરોડમાં બનેલી રામાયણનું ટ્રેલર રિલીઝ

સિટી ન્યૂઝ@મુંબઈ

નિતીશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી બહુચર્ચિત ફિલ્મ ‘રામાયણ’ નું મોસ્ટ અવેટેડ ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે. મેકર્સ તેને ભારતીય સમય અનુસાર ૩૦ જુલાઈ સવારે ૪:૧૫ વાગ્યે, બ્રહ્મ મૂર્તના શુભ અવસરે દુનિયામાં લોન્ચ કર્યું. ‘રામાયણ’ના ટ્રેલરને હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ સહિત અનેક ભાષાઓમાં એકસાથે ડિજિટલ પ્લેટફોર્મ્સ પર રિલીઝ કરવામાં આવ્યું છે.રિલીઝ થયેલા ટ્રેલરમાં રણબીર કપૂરની ભગવાન રામ તરીકેની ભવ્ય અને અદ્ભુત ઝલક જોવા મળે છે. તેમાં યશનો સ્પષ્ટ કરે છે કે તે પદદા પર પ્રભુત્વ મેળવવા માટે તૈયાર છે. સાઈ પલ્લવી સીતા

તરીકે પ્રભાવશાળી દેખાય છે. ટ્રેલર સૂચવે છે કે પહેલો ભાગ રામના વનવાસથી લઈને રાવણના ઉદય સુધીના કથાવસ્તુને તેજસ્વી રીતે આવરી લેશે. નિતીશ તિવારીએ

પહેલાંથી જ ખુલાસો કર્યો છે કે પહેલો ભાગ એક દિલપહેગાર પર સમાપ્ત થશે - પહેલી બાહુબલી ફિલ્મની જેમ, જેનો દર્શકોને આશ્ચર્યચકિત કરતા હતા કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો, જેના કારણે તેઓ જવાબ શોધવા માટે સિક્વલ જોવા માટે પ્રેરિત થયા. આ સ્પષ્ટપણે સૂચવે છે કે પહેલો ભાગ એક રોમાંચક તબક્કે સમાપ્ત થશે.