શરમજનક સ્થિતિ 1.23 લાખ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી
અભ્યાસ કે આફત; 2014થી 2024 દરમિયાન દેશભરમાં વિદ્યાર્થીઓના આપઘાતમાં 80%નો વધારો
NCRBનો રિપોર્ટ: દર વર્ષે 13000થી વધુ છાત્રો મોતને ભેટી રહ્યા છે
સિટી ન્યૂઝ@નવીદિલ્હી
૧૦ વર્ષમાં વિદ્યાર્થીઓની આત્મહત્યામાં ૮૦%નો વધારો થયો છે, પેપર લીક પર થયેલા હોબાળાએ ફરી એકવાર યુવાનોમાં માનસિક તણાવની સમસ્યાને સામે લાવી છે. આંકડા મુજબ છેલ્લા દાયકામાં વિદ્યાર્થીઓની આત્મહત્યામાં ૮૦%નો વધારો થયો છે. ૧.૨૩ લાખથી વધુ છાત્રોએ ૨૦૧૪થી ૨૦૨૪ દરમિયાન દેશભરમાં આત્મહત્યા કરી. ૧૩,૦૦૦થી વધુ છાત્ર વર્તમાનમાં દર વર્ષે મોતને વહાલું કરે છે.
કેવી રીતે ભણશે વિદ્યાર્થીઓ
1 લાખથી વધુ સ્કૂલોમાં એક જ શિક્ષક
સકારી શિક્ષણની કથળતી હાલતનો પુરાવો હોય તેમ દેશમાં એક લાખથી વધુ સ્કૂલો માત્ર એક જ શિક્ષકના આધારે ચાલતી હોવાનો ધડાકો થયો છે. માત્ર આંધ્ર પ્રદેશમાં જ આવી ૧૭૦૦૦ શાળાઓ છે.નીટ પેપરલીક મુદ્દે થયેલા વિદ્યાર્થી આંદોલનથી શિક્ષણ ક્ષેત્ર તરફ ફોક્સ વધી ગયું છે તેવા સમયે ચોંકાવનારા આંકડા જારી થયા છે. રસ્પ્રદ બાબત એ છે કે શિક્ષક-વિદ્યાર્થી રેશિયો નિયમાનુસાર હોવા છતાં વાસ્તવિક ચિત્ર મોટું અંતર સૂચવે છે.કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે પ્રાથમિક સ્તરે ૧૭ વિદ્યાર્થીએ એક શિક્ષક, માધ્યમિક સ્તરે ૧૫૧ તથા ઉચ્ચત્તર માધ્યમિક ૨તરે ૨૩૧નો નિયમ છે. નવી શિક્ષણ નીતિ હેઠળ વિદ્યાર્થી દીઠ શિક્ષકોની સંખ્યા નિયમ મુજબ જ છે.શિક્ષકોની સંખ્યા નિયમાનુસાર હોવા છતાં સ્થાનિક અસમતુલાને કારણે આ તદ્દાવત છે. ૨૦૨૫-૨૬ના ડેટા પ્રમાણે ભારતમાં માત્ર એક જ શિક્ષકથી ચાલતી સ્કૂલોની સંખ્યા ૧,૦૦,૮૪૩ છે.આંધ્ર પ્રદેશમાં આવી સ્કૂલો ૧૭૩૫૭ છે, કર્ણાટકમાં ૮૦૪૨, ઉત્તરપ્રદેશમાં ૭૮૦૪, રાજસ્થાનમાં ૭૨૦૦ તથા પશ્ચિમ બંગાળમાં ૬૭૬૯ સ્કૂલો એક જ શિક્ષકથી ચાલતી કપ ટકા સ્કૂલોને બદલે તમામ ક્ષેત્રોમાં સમાધાન હાલત છે. તેલંગાણામાં ૪૭૯૩, તામિલનાડુમાં ૩૭૫૭, આસામામાં ૩૧૫૯, હિમાચલ પ્રદેશમાં ૩૧૨૮, ઉત્તરાખંડમાં ૨૬૫૫ તથા છત્તીસગઢમાં ૨૪૬૧ સ્કૂલો એક જ શિક્ષકથી ચાલે છે.બીજી તરફ કેરળમાં ૬૭ સ્કૂલોમાં એક જ શિક્ષક છે.
પરીક્ષામાં નિષ્ફળતાની અસરો
-
૨૦%થી વધુ આત્મહત્યા પાછળનું મુખ્ય કારણ અભ્યાસ અને પરીક્ષાનું વધુ પડતું દબાણ
-
૧,૨૫૦થી ૨,૦૦૦ની કેસ સંખ્યા. FIRમાં દર વર્ષે પરીક્ષામાં નિષ્ફળતાનું કારણ લખાય છે.
નીટ વિવાદમાં આત્મહત્યા
૧૨થી વધુ વિદ્યાર્થીઓએ માત્ર નીટ પરીક્ષા રદ થવા અને પેપર લીક ઘટના પછી આત્મહત્યા કરી હતી. ૨૩ વર્ષની વિદ્યાર્થીની રિયાના દહેરાદૂનમાં મોત બાદ પ્રદર્શન તેજ થયું.
હેલ્પલાઈન માટે અહીં વાત કરો
-
૧૪૪૧૬ અને ૧૮૦૦-૮૯૧-૪૪૧૬ નંબર પર ટેલી-માનસ સેવા દ્વારા ૨૪ કલાક નિશુલ્ક સલાહ મળે છે.
-
૧૮૦૦-પ૯૯-૦૦૧૯ કિરણ હેલ્પલાઈન નંબરના માધ્યમથી તણાવ ગ્રસ્ત વિદ્યાર્થીઓને મદદ કરાય છે.