Loading Please Wait !!!
વરસાદનું રેડ એલર્ટ : ગુજરાતમાં ચાર દિવસ ભારે

  • એક સાથે વરસાદની ચાર સિસ્ટમ સક્રિય : કાલથી વરસાદી માહોલ જામશે
  • ગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની બેઠક, વહીવટી તંત્રને હાઈએલર્ટ કરાયું

સિટી ન્યૂઝ@ગાંધીનગર

ગુજરાતમાં એક સાથે વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થતા આજરોજ ૩૦ જુલાઈથી ફરી વરસાદી માહોલ જામશે. આગામી ૬ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ દ્વારા આજ રોજ (૩૦ જુલાઈ) સુરત સહિત ૮ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો ૩૧ જુલાઈએ અમદાવાદ, વડોદરા, સુરત સહિત ૧૩ જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે.

છેલા ૨૪ કલાકમાં ૫૦ તાલુકામાં ૧ મિમીથી લઈને દોઢ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ દાહોદના સંજેલીમાં ૧.૩૮ ઈંચ, સિંગવડમાં

૧.૦૬ અને મહીસાગરના લુણાવાડામાં પણ એક ઈંચ વરસાદ નોંધાયો છે. ધોલેરા પંથકમાં ઉપરવાસમાં પેલા ભારે વરસાદથી ચારે તરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

૩૧ જુલાઈએ અમદાવાદ અને વડોદરામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે અમદાવાદ અને વડોદરાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયાએ તમામને સુરક્ષિત રહેવા અપીલ કરી છે. આજે ૩૦ જુલાઈએ રાતથી વડોદરા શહેર-જિલ્લા પર વરસાદનું સંકટ છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે રાહત કમિશનર ગૌરવ મકવાણાના અધ્યક્ષથાને ‘વેધર વોચ ગ્રુપ’ ની બેઠક યોજાઈ હતી.

  • શહેરમાં કાલથી હવામાન પલટશે
  • રાજકોટમાં કાલથી 5 દિવસ વરસાદની આગાહી

શહેરમાં આજે ગુરૂવારે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે વરસાદની શક્યતા ૧% થી ૪% જેટલી જ છે. એટલે કે વરસાદ પડે તેવી શક્યતા ખૂબ ઓછી છે. આજે મહત્તમ તાપમાન ૩૩ થી ૩૮ ડિગ્રી અને લઘુત્તમ ૨૬ ડિગ્રી રહેવાની સંભાવના છે. ભેજનું પ્રમાણ ૭૯% રહેશે. પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ દિશામાં ૧૪ થી ૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જોકે, આજે વરસાદ નહીં પડે પણ કાલથી હવામાન પલટાશે. ૩૧ જુલાઈથી ૭ દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના અંદાજ મુજબ આગામી સપ્તાહમાં રાજકોટમાં ૧૨૯ મીમી જેટલો વરસાદ પડી શકે છે.