વોટ્સએપે નવું ગેસ્ટ કોલ ફીચર લોન્ચ કર્યું. વ્હોટ્સએપ વગરના લોકો સાથે પણ કોલ થશે.
-
વ્હોટ્સએપ વગરના લોકો સાથે પણ કોલ થશે.
-
ગેસ્ટ કોલ માટે કોઈ સમયમર્યાદા રાખવામાં આવી નથી.
-
લિંક દ્વારા નોન-વોટ્સએપ યુઝર્સ કોલમાં જોડાઈ શકશે.
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
ટેક જાયન્ટ WhatsApp દ્વારા એક મોટો અને ક્રાંતિકારી બદલાવ કરતા તેનું અત્યાર સુધીનું સૌથી મોટું 'ગેસ્ટ કોલ' (Guest Call) ફીચર સત્તાવાર રીતે રોલઆઉટ કરી દેવામાં આવ્યું છે. આ નવા અપડેટ બાદ હવે યુઝર્સ એવા લોકો સાથે પણ સરળતાથી વોટ્સએપ કોલ કરી શકશે, જેઓ વોટ્સએપનો ઉપયોગ નથી કરતા અથવા તો જેમના સ્માર્ટફોનમાં આ એપ ડાઉનલોડ પણ થયેલી નથી. આ સુવિધા તમામ યુઝર્સ માટે એકદમ ફ્રી રહેશે. થોડા અઠવાડિયા પહેલા જ આ ફીચરના ટેસ્ટિંગના સમાચાર સામે આવ્યા હતા, ત્યારબાદ હવે કંપનીએ તેને વૈશ્વિક સ્તરે લોન્ચ કરી દીધું છે.
આ ફીચર અંતર્ગત વોટ્સએપ યુઝર એક સ્પેશિયલ કોલ લિંક જનરેટ કરીને એવા વ્યક્તિને મોકલી શકશે જે વોટ્સએપ નથી વાપરતા. તે વ્યક્તિ એ લિંક પર ક્લિક કરીને સીધા જ કોલમાં જોડાઈ શકશે અને તેના માટે તેણે એપ ડાઉનલોડ કરવાની કોઈ જરૂર રહેશે નહીં. યુઝર્સની સુરક્ષા અને પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને કંપનીએ એપ્રૂવલની ખાસ પ્રક્રિયા ઉમેરી છે, જેથી લિંક જનરેટ કરનાર યુઝરે દરેક ગેસ્ટને કોલમાં જોડવા માટે દર વખતે મેન્યુઅલી મંજૂરી આપવી પડશે.
વોટ્સએપે જણાવ્યું છે કે ગેસ્ટ કોલિંગ ફીચર વાપરવા માટે કોઈ જ સમયમર્યાદા રાખવામાં આવી નથી અને તેમાં 'એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન'ની સંપૂર્ણ સુરક્ષા સુવિધા પૂરી પાડવામાં આવશે. આ ફીચર વ્યક્તિગત કોલિંગ તેમજ ગૃપ કોલિંગ બંનેમાં સપોર્ટ કરશે. આ ઉપરાંત, નોન-વોટ્સએપ યુઝર્સને પણ સ્ક્રીન શેરિંગ અને ઇમોજી રીએક્શન જેવા તમામ સ્ટેન્ડર્ડ ફીચર્સ મળશે.
ડાઉનલોડ વગર જ કોલમાં એન્ટ્રી, યુઝર્સ માટે મોટી રાહત!
વોટ્સએપે સત્તાવાર રીતે 'ગેસ્ટ કોલ' ફીચર રોલઆઉટ કર્યું છે, જેના માધ્યમથી હવે વોટ્સએપ એપ ન વાપરનારા લોકો પણ સ્પેશિયલ લિંક દ્વારા ફ્રી કોલમાં જોડાઈ શકશે. આ સુવિધામાં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન અને સ્ક્રીન શેરિંગ જેવા તમામ સ્ટેન્ડર્ડ ફીચર્સ પૂરતી સુરક્ષા સાથે ઉપલબ્ધ રહેશે.