Loading Please Wait !!!
સોના અને ચાંદીના વાયદા બજારમાં મોટી ઉથલપાથલ. ત્રણ દિવસમાં સોનામાં 5969 રૂપિયાનો પ્રચંડ ઘટાડો.

  • ચાંદીના ભાવમાં 17893 રૂપિયા સુધીનો કડાકો બોલાયો.

  • મોંઘવારી અને ડૉલર મજબૂત થવાથી બજાર દબાણમાં.

  • રાહત વચ્ચે સોના-ચાંદીમાં સામાન્ય સુધારો જોવા મળ્યો.

 સિટી ન્યુઝ @ નવી દિલ્હી

સોના અને ચાંદીના વાયદા બજારમાં છેલ્લા કેટલાક દિવસોથી મોટી ઉથલપાથલ અને પ્રચંડ ઘટાડો જોવા મળી રહ્યો છે. મોંઘવારીના આંકડા, અમેરિકન ડૉલરની મજબૂતી અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો થવાની આશંકાઓને કારણે કિંમતી ધાતુઓ ભારે દબાણ હેઠળ આવી ગઈ છે. જોકે છેલ્લા ત્રણ દિવસના આંકડાઓ પર નજર કરીએ તો સોનામાં ૫,૯૬૯ રૂપિયા અને ચાંદીમાં ૧૭,૮૯૩ રૂપિયા સુધીનો મોટો કડાકો બોલાઈ ચૂક્યો છે.

વાયદા બજારમાં સોનું ત્રણ દિવસ પહેલા ૧,૫૧,૫૯૬ ની ઉચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ ઘટીને ૧,૪૫,૬૨૭ ની નીચી સપાટી સુધી ગયું હતું. જો કે, સતત ત્રણ દિવસના ઘટાડા બાદ આજે સોનું પ્રતિ દસ ગ્રામ ૧,૮૦૨ રૂપિયાના મામૂલી વધારા સાથે ટ્રેડ થઈ રહ્યું છે, જે રોકાણકારો માટે રાહતના સમાચાર છે. બીજી તરફ, ચાંદીમાં સ્થિતિ વધુ ખરાબ રહી છે અને તે ૨,૨૫,૮૬૪ ની ટોચ પરથી ગગડીને ૨,૦૭,૯૭૧ ની લોઅર સપાટી સુધી પહોંચી ગઈ હતી, જો કે આજે ચાંદીમાં પ્રતિ કિલો ૧,૬૧૨ રૂપિયાનો સામાન્ય સુધારો જોવા મળ્યો છે.

વૈશ્વિક દબાણ સામે સોના-ચાંદીના બજારમાં મોટા ઉતાર-ચઢાવ!

મોંઘવારીના ડેટા અને ડૉલરની મજબૂતીને કારણે સોના અને ચાંદીના વાયદા બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે. છેલ્લા ત્રણ દિવસમાં સોનામાં આશરે ૫,૯૬૯ રૂપિયા અને ચાંદીમાં ૧૭,૮૯૩ રૂપિયા સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે, જો કે આજે બજારમાં સામાન્ય સુધારો જોવા મળ્યો છે.