Loading Please Wait !!!
ડ્રોન યુદ્ધમાં દુશ્મનોને ધૂળ ચટાડવા તૈયાર ભારતીય સેના!

 

  • સેનાએ 9 લો એલ્ટિટ્યૂડ સિસ્ટમ ખરીદી શરૂ કરી.

  • ડ્રોન સંબંધિત ખરીદી પ્રસ્તાવોની પ્રક્રિયા ઝડપી બનાવાઈ છે.

  • દુશ્મનના ડ્રોનને નષ્ટ કરવાના સાધનો ખરીદાશે.

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

ઓપરેશન સિંદૂર બાદ ભારતીય સેના દ્વારા ડ્રોન યુદ્ધક્ષમતાને વધુ મજબૂત બનાવવાની દિશામાં મોટા પગલાં ભરવામાં આવી રહ્યા છે. જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન જાહેર કરાયેલા ખરીદી પ્રસ્તાવો મુજબ, સેના ડ્રોન દ્વારા દેખરેખ રાખવા, લક્ષ્યોની ચોક્કસ ઓળખ કરવા, એફપીવી ડ્રોન દ્વારા હુમલો કરવા તેમજ દુશ્મનના ડ્રોનને શોધીને નષ્ટ કરવા માટેની ક્ષમતા વિકસાવી રહી છે. સેનાએ હાલમાં ૯ લો એલ્ટિટ્યૂડ એરિયલ થ્રેટ રિસ્પોન્સ એન્ડ મિટિગેશન સિસ્ટમ ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી છે અને આ પહેલાં ૧૦ ઇન્ટિગ્રેટેડ લોંગ રેન્જ સર્વેલન્સ ડ્રોન માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું હતું.

ડ્રોન નિર્માણ અને ઉપયોગ માટે સેનાએ મોટર, ફ્લાઇટ કંટ્રોલર, કેમેરા અને બેટરી સહિત ૨૭૩ વસ્તુઓની એક મહત્વપૂર્ણ યાદી જાહેર કરી છે. સંરક્ષણ વિશ્લેષક બ્રિગેડિયર (નિવૃત્ત) શારદેન્દુના જણાવ્યા અનુસાર, ચીન અને પાકિસ્તાન દ્વારા ડ્રોન ક્ષમતા વધારવામાં આવી રહી છે ત્યારે ભારતે પણ સરહદ પર દેખરેખ અને દુશ્મનના ડ્રોન હુમલાઓ સામે સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સ્વદેશી ઉત્પાદન અને ઝડપી સમારકામ પર ભાર આપવો અત્યંત જરૂરી છે.

દુશ્મનોના નાપાક ઈરાદાઓ પર ભારે પડશે ભારતીય ડ્રોન!

ભારતીય સેનાએ ડ્રોન યુદ્ધક્ષમતા વધારવા માટે દેખરેખ, હુમલા અને દુશ્મનના ડ્રોનને નિષ્ક્રિય કરવાનાં સાધનોની ખરીદી પ્રક્રિયા તેજ કરી છે. ચીન અને પાકિસ્તાનના પડકારો સામે પહોંચી વળવા સેના સ્વદેશી ઉત્પાદન અને આધુનિક ટેક્નોલોજી પર વિશેષ ધ્યાન આપી રહી છે.