દિવાળી પહેલા મોદી સરકારમાં નવો ધડાકો થવાના એંધાણ!
-
આગામી દિવાળી પૂર્વે મોદી કેબિનેટમાં વિસ્તરણની શક્યતા.
-
મધ્યપ્રદેશમાં રાજ્યસભાની બેઠક ખાલી થવાથી અટકળો વેગઝડપી.
-
સંગઠનની જવાબદારી સંભાળવા નેતાઓની મંત્રીપદેથી થઈ રહી બાદબાકી.
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
મોદી સરકારમાં ફેરફાર અંગે લાંબા સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે રાજ્યકક્ષાના મંત્રી એલ. પુરુગને મોદી મંત્રીમંડળ તથા રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું છે. તેમના આ પગલાથી ફરી એક વખત કેબિનેટ વિસ્તરણની ચર્ચાને વેગ મળ્યો છે, કારણ કે તેઓ આગામી સમયમાં પોતાના ગૃહ રાજ્યમાં મહત્વની સંગઠનાત્મક જવાબદારી સંભાળવા જઈ રહ્યા છે.
અગાઉ પણ અનેક મંત્રીઓએ કેબિનેટ છોડી છે અથવા તેમને સંગઠનની જવાબદારી સોંપવામાં આવી છે. પુરુગનની રાજ્યસભાની મુદત ૨૦૩૦ સુધી બાકી હોવા છતાં તેમણે રાજીનામું આપતા મધ્યપ્રદેશમાંથી આ બેઠક ખાલી થઈ છે, જેનાથી ભાજપ મોવડીમંડળ કોઈ નવા ચહેરાને દિલ્હી લાવવા માટે રણ ઘડી રહ્યું હોવાના સંકેતો મળી રહ્યા છે.
હાલમાં દેશભરમાં વિપક્ષોના આંદોલનની સ્થિતિ સામે લડવા અને સરકારની છબી મજબૂત કરવા માટે મંત્રીમંડળમાં ફેરફાર અનિવાર્ય બન્યા છે. અગાઉ જ્યોર્જ કુરિયન અને રવનીત સિંહ બિટ્ટુ જેવા મંત્રીઓએ રાજીનામા આપ્યા છે, જ્યારે હરદીપ પુરી અને બી. એલ. વર્માની મુદત પણ પૂરી થઈ રહી છે. આ ઉપરાંત પંકજ ચૌધરી અને હર્ષ મલ્હોત્રાને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપાતા ડઝનેક સ્થાન ખાલી થવાની સંભાવના છે.
આગામી સમયમાં ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યની વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપ સંગઠન અને સરકારમાં મોટા ફેરફારો કરવા જઈ રહ્યો છે. દિવાળી પૂર્વે જ કેબિનેટમાં વિસ્તરણ થાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે, જેના દ્વારા પક્ષ ચૂંટણીલક્ષી રણનીતિઓને વેગ આપવા માંગે છે.
કેબિનેટ વિસ્તરણની અટકળો વચ્ચે રાજીનામું
રાજ્યકક્ષાના મંત્રી એલ. પુરુગને મંત્રીમંડળ અને રાજ્યસભામાંથી રાજીનામું આપતા આગામી સમયમાં કેબિનેટ વિસ્તરણ થવાની પ્રબળ શક્યતાઓ સર્જાઈ છે. સંગઠનમાં જવાબદારી સોંપવા અને ખાલી પડેલી જગ્યાઓને ભરવા માટે ભાજપ મોવડીમંડળ દિવાળી પૂર્વે મોટા ફેરફારો કરવાના મૂડમાં છે.