UPI પેમેન્ટ પર 15 ઓક્ટોબરથી બદલાવ! બે હજારથી વધુના વ્યવહારો પર લાગશે MDR!
-
UPI પેમેન્ટ પ્રણાલીમાં 15 ઓક્ટોબરથી થશે બદલાવ!
-
મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર નવા ચાર્જિસ લાગુ થવાની શક્યતા!
-
બે હજારથી ઉપરના વ્યવહારો પર MDRનો ફટકો!
સિટી ન્યુઝ @ નવી દિલ્હી UPI થી પેમેન્ટ કરનારાઓ માટે 15 ઓક્ટોબર 2026 થી મહત્વનો બદલાવ થઈ શકે છે, જોકે આ તારીખ આગળ પણ વધી શકે છે અને આ ફેરફાર હેઠળ ડિજિટલ લેણદેણ કરતા વેપારીઓ તથા ગ્રાહકો પર તેની અસર પડી શકે છે.
આ પ્રસ્તાવિત બદલાવ અંતર્ગત 2,000 રૂપિયાથી વધુના ચોક્કસ પર્સન-ટુ-મર્ચન્ટ (P2M) ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવામાં આવશે તેવી સંભાવના છે.
ખાસ કરીને આ શુલ્ક પર 18 ટકા જીએસટી પણ લાગવાની જોગવાઈ છે, જેમાં MDR 0.4 ટકા જ રહેશે પરંતુ 75,000 કે તેથી વધુના ટ્રાન્ઝેક્શન પર તેની મહત્તમ મર્યાદા 300 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
સૌથી મહત્વની બાબત એ છે કે આ વધારાનો ખર્ચ અથવા શુલ્ક ગ્રાહકે નહીં પરંતુ સંબંધિત વેપારીએ (મર્ચન્ટે) જ ઉઠાવવાનો રહેશે, જેથી સામાન્ય ગ્રાહકોને સીધો આર્થિક બોજમાંથી રાહત મળશે.
ડિજિટલ પેમેન્ટના આ નવા નિયમો અને શુલ્ક અંગે બજારમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, અને આગામી દિવસોમાં આ અંગે વધુ સ્પષ્ટતા સામે આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
યુપીઆઈ પેમેન્ટ પર નવા ચાર્જિસનો પ્રસ્તાવ
યુપીઆઈ માધ્યમથી થતા ડિજિટલ વ્યવહારોમાં આગામી સમયમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. બે હજાર રૂપિયાથી વધુના મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ અને જીએસટી લાગુ કરવાની તૈયારી છે, જેનો આર્થિક બોજ ગ્રાહકોને બદલે વેપારીઓએ જ સહન કરવાનો રહેશે.
નાના કારોબારીઓને રાહત
નાના દુકાનદારો અને રેકડીઓવાળા માટે ઙ2ખ કેટેગરીમાં ઝીરો MDR ની જોગવાઈ છે. આમાં મહિનામાં UPI થી 1 લાખ સુધીનું કલેક્શન કરનારા નાના વેપારીઓ સામેલ છે.
માત્ર 2,000 થી વધુનું એક પેમેન્ટ મળવાથી તેમનાં પર MDR લાગું થશે નહીં. જોકે, જો તેમનાં ખાતામાં UPI કલેક્શન સતત ત્રણ મહિના સુધી 1 લાખથી વધારે રહે છે, તો તેમને P2M કેટેગરીમાં ટ્રાન્સફર કરી શકાય છે.
અન્ય કેટલાક દરો પણ
વીમા, પેટ્રોલ, રેલવે અને ટેલિકોમ જેવી સેવાઓમાં 2,000 થી વધુના પેમેન્ટ પર 5 રૂપિયા ફ્લેટ MDR નક્કી છે. વીજળી, પાણી અને PNG બિલ પર પણ આ જ દર લાગું પડે છે. વળી, મ્યુચ્યુઅલ ફંડ, સિક્યોરિટીઝ અને સ્ટોકબ્રોકર સાથે જોડાયેલા પેમેન્ટ પર 0.02 ટકા MDR લાગશે, જેની મહત્તમ સીમા 300 રૂપિયા છે. જ્યારે યુટિલિટી બિલ, OTT સબ્સ્ક્રિપ્શન અને નિયમિત રોકાણના UPI ઓટોપે મેન્ડેટ પર કોઈ MDR લાગું થશે નહીં.
શું કાર્ડથી મોંઘું થઈ જશે UPI?
NPCI ના જણાવ્યાં મુજબ, સામાન્ય ક્રેડિટ કાર્ડ પર મર્ચન્ટ ચાર્જ આશરે 1.5 ટકાથી 2.5 ટકા હોઈ શકે છે, જ્યારે ડેબિટ કાર્ડ પર 0.90 ટકા સુધી હોય છે. બીજી તરફ, સામાન્ય UPI MDR 0.4 ટકા છે અને 300 રૂપિયાની મહત્તમ મર્યાદા પણ છે. એટલે કે હજુ પણ UPI નો મર્ચન્ટ ચાર્જ ક્રેડિટ કાર્ડના મુકાબલે ઓછો છે.
પે ક્રેડિટ કાર્ડનું શું?
જો UPI પેમેન્ટ સીધા બેંક એકાઉન્ટથી કરવામાં આવે તો 2,000 થી વધુના સામાન્ય મર્ચન્ટ પેમેન્ટ પર 0.4 ટકા MDR લાગશે. પરંતુ UPI સાથે લિંક કરેલા પે ક્રેડિટ કાર્ડથી કરવામાં આવેલું પેમેન્ટ આ દાયરામાં આવશે નહીં.
તો ગ્રાહકોએ શું કરવું?
પ્લુટોસ વનના ફાઉન્ડર અને સીઈઓ રોહિત મહાજન કહે છે કે UPI પેમેન્ટ પર MDR લગાવવાના નિર્ણયથી સામાન્ય માણસનાં રોજિંદા જીવન પર કોઈ મોટી અસર પડવાની નથી. નાના પેમેન્ટ કરવાની રીત પહેલાં જેવી જ રહેશે.
એટલા માટે ન તો ગભરાવાની જરૂર છે અને ન તો પેમેન્ટ કરવાની પદ્ધતિ બદલવાની જરૂર છે. દુકાનદારો માટે પણ આ ચાર્જ એટલો વધારે નથી કે તેઓ રોકડ (કેશ) સાચવવાની અને છુટ્ટા પૈસાની ઝંઝટમાં ફરીથી ફસાય.
"કારોબારીઓ માટે MDR, કેશ હેન્ડલિંગની અનુમાનિત લાગત (આશરે 0.6 ટકા) થી ઓછી જ છે. રોજિંદા પેમેન્ટ માટે UPI પસંદગીનો વિકલ્પ બની રહેશે. હા, જ્યાં ક્રેડિટ કાર્ડથી કેશબેક, રિવોર્ડ પોઈન્ટ કે અન્ય લાભ મળતાં હોય, ત્યાં ગ્રાહક કાર્ડથી પણ ચૂકવણી કરી શકે છે." - રોહિત મહાજન, પ્લુટોસ વનના ફાઉન્ડર અને સીઈઓ