Loading Please Wait !!!
SIRનો વિરોધ કે ઘૂસણખોરોનું રક્ષણ? અમિત શાહના આકરા પ્રહાર!

 

  • વર્ષ 2029ની ચૂંટણીમાં એનડીએ ભારે બહુમતીથી જીતશે.

  • ગુજરાતમાં કોંગ્રેસ 41 વર્ષથી એક પણ જીતી નથી.

  • બેલેટ પેપરથી થયેલી ચૂંટણી પર સવાલો કેમ ઉઠે?

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

દેશભરમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને ચૂંટણી પંચ સામે ચાલી રહેલા વિરોધ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે પ્રથમવાર પ્રેસ સમક્ષ આક્રમક નિવેદન આપ્યું છે. તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે તેઓ એસઆઈઆરની આડમાં ઘૂસણખોરોને છાવરવાનો અને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે દેશની જનતા સારી રીતે સમજી રહી છે.

ગૃહમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે વર્ષ ૨૦૨૯ની લોકસભા ચૂંટણીમાં એનડીએ ફરી એકવાર ભારે બહુમતીથી જીત મેળવશે અને કોંગ્રેસે સતત ચોથી હારનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે દેશની જનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની સાથે મજબૂતીથી ઊભી છે અને વિપક્ષ આ સત્યને ક્યારેય નકારી શકે તેમ નથી.

ચૂંટણી પરિણામો માટે બેલેટ મશીનો કે ઈવીએમ પર સવાલો ઉઠાવનારાઓની ટીકા કરતા શાહે જણાવ્યું કે જે ચૂંટણી પરિણામોનો વિપક્ષ ઉલ્લેખ કરે છે તે બેલેટ પેપર દ્વારા યોજાઈ હતી. તેમણે ત્રિપુરામાં ૩૩ વર્ષ અને પશ્ચિમ બંગાળમાં ૫૪ વર્ષથી કોંગ્રેસની જીત ન થવાનો ઉલ્લેખ કરી રાહુલ ગાંધીને સવાલ કર્યો કે શું આ પરિણામોને પણ એસઆઈઆર સાથે જોડવામાં આવશે?

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે ભાજપે કુલ ૧૦૪ બેઠકોમાંથી ૯૦ બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે, જ્યારે આમ આદમી પાર્ટીની તમામ બેઠકો પર ડિપોઝિટ જપ્ત થઈ ગઈ છે. તેમણે યાદ અપાવ્યું કે ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લી ચૂંટણી ૧૯૮૫માં જીતી હતી અને ત્યારથી છેલ્લા ૪૧ વર્ષથી તે એક પણ ચૂંટણી જીતી શકી નથી.

આ ઉપરાંત પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પુડુચેરી અને રાજસ્થાનની પેટાચૂંટણીઓ તથા સ્થાનિક સંસ્થાઓમાં ભાજપ અને એનડીએને મળેલી પ્રચંડ જીતના આંકડા રજૂ કર્યા હતા. ગૃહમંત્રીએ કોંગ્રેસને આડે હાથ લેતા સલાહ આપી કે સતત મળી રહેલી કરાડી હાર બાદ પાર્ટીએ ગંભીર આત્મમંથન કરવાની જરૂર છે.

ગૃહમંત્રી અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર

દેશભરમાં એસઆઈઆર અને ચૂંટણી પંચ સામે ચાલી રહેલા આંદોલન વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે તેઓ ઘૂસણખોરોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે ૨૦૨૯માં એનડીએની ભારે બહુમતીથી જીતની ભવિષ્યવાણી કરી અને કોંગ્રેસને સતત હાર માટે આત્મમંથન કરવા જણાવ્યું હતું.