Loading Please Wait !!!
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો ભારત આવશે. જામનગર અને મુંબઈની મુલાકાતે આવશે

  • ઉર્જા સહયોગ અને વ્યાપારી સંબંધો પર થશે ચર્ચા.

  • આગામી 17 થી 22 ઓક્ટોબરે યોજાશે પ્રવાસ.

  • ભારત-અમેરિકા વચ્ચે વ્યુહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનશે.

 સિટી ન્યુઝ @ નવી દિલ્હી

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો આગામી દિવસોમાં ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ આર્થિક રાજધાની મુંબઈની સાથે-સાથે ગુજરાતના જામનગરની પણ મુલાકાત લેવાના છે. બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા અને ઉર્જા ક્ષેત્રે સહયોગ વધારવાની સંભાવનાઓ પર ચર્ચા કરવા માટે આ પ્રવાસ અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

અમેરિકાના વિદેશ વિભાગના નિવેદન અનુસાર, ભારત આવતા પહેલા માર્કો રૂબિયો ઉઝબેકિસ્તાનના સમરકંદ જશે, જ્યાં તેઓ 'C5+1 મિનિસ્ટ્રિયલ મીટિંગ'માં ભાગ લેશે. મધ્ય એશિયાના પાંચ દેશોના વરિષ્ઠ અધિકારીઓ સાથે દ્વિપક્ષીય વાર્તા યોજ્યા બાદ તેઓ સીધા ભારત આવશે. તા. १७ થી ૨૨ ઓક્ટોબર દરમિયાન યોજાનાર આ પ્રવાસ આ વર્ષે તેમનો બીજો ભારત પ્રવાસ હશે.

ગુજરાત અને મુંબઈના પ્રવાસ દરમિયાન માર્કો રૂબિયો ભારતીય સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને અગ્રણી બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરશે. આ બેઠકોમાં કમર્શિયલ ઇન્વેસ્ટમેન્ટ, આર્થિક સહયોગ અને ખાસ કરીને ઊર્જા સહયોગ વધારવા અંગે વિસ્તૃત મંથન થશે. જામનગર વિશ્વનું રિફાઇનિંગ હબ હોવાથી ઊર્જા અને વ્યાપારી દ્રષ્ટિએ આ મુલાકાતને ખૂબ જ વ્યૂહાત્મક માનવામાં આવી રહી છે.

આ મહત્ત્વપૂર્ણ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે અમેરિકામાં મિડટર્મ ચૂંટણીઓ નજીક છે અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર પોતાની ઇમિગ્રેશન નીતિઓને વધુ કડક બનાવી રહી છે. ભારતીય નાગરિકો માટે વીઝા સંબંધી કેટલાક પડકારોને કારણે બંને દેશો વચ્ચે થોડી તલખી પણ જોવા મળી છે, પરંતુ ભારત અને અમેરિકા વચ્ચે રક્ષા, આઈટી અને હેલ્થકેર ક્ષેત્રે સહયોગ સતત વધી રહ્યો છે.

ગુજરાતની ધરતી પર થનારી આ ઉચ્ચસ્તરીય મુલાકાતથી ભારત-અમેરિકાના દ્વિપક્ષીય સંબંધોને નવી દિશા મળવાની પૂરી સંભાવના છે. તાજેતરમાં ભારતમાં યોજાયેલી 'તરંગ શક્તિ' કવાયત અને રાજસ્થાનમાં F-35 ફાઇટર જેટ્સની તૈનાતી જેવા મુદ્દાઓ બંને દેશોના રક્ષણાત્મક સંબંધોની મજબૂતાઈ દર્શાવે છે.

 

  • ઉર્જા સહયોગ અને વ્યાપારી સંબંધો પર થશે ચર્ચા

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો આગામી દિવસોમાં ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે, જેમાં તેઓ મુંબઈ ઉપરાંત વિશ્વના રિફાઇનિંગ હબ એવા ગુજરાતના જામનગરની પણ મુલાકાત લેશે. આ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે ઉર્જા સહયોગ, વ્યાપારી રોકાણ અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવશે.