Loading Please Wait !!!
ડ્રાય ફ્રૂટ્સ ખાવાની આ છે સાચી રીત: બદામથી લઈને અંજીર સુધી, જાણો કયા નટ્સને કેટલી મિનિટ પલાળવા જરૂરી?

 

  • ભૂલથી પણ બધા ડ્રાય ફ્રૂટ્સ રાતભર ન પલાળો- ખોટી રીતથી ખાશો તો ફાયદાને બદલે થશે નુકસાન; જાણો એક્સપર્ટની સલાહ

  •  ન્યુટ્રિશનિસ્ટનો ખુલાસો: પલાળવાથી દૂર થાય છે ‘ટોક્સિન્સ’ અને વધે છે પાચન શક્તિ- જાણો દિવસમાં કેટલી માત્રામાં ખાવા જોઈએ નટ્સ

  •  3 થી 4 કલાક પલાળેલા ડ્રાય ફ્રૂટ્સ આપશે ગજબની એનર્જી- ખજૂર અને પિસ્તા પલાળવા કે નહીં? તમારા દરેક સવાલનો જવાબ અહીં છે

    તંદુરસ્ત જીવનશૈલી માટે આહારમાં ડ્રાય ફ્રૂટ્સનો સમાવેશ કરવો અનિવાર્ય છે, પરંતુ મોટાભાગના લોકો તેને ખાવાની સાચી રીતથી અજાણ હોય છે. સામાન્ય રીતે લોકો તમામ ડ્રાય ફ્રૂટ્સને રાતભર પલાળી રાખે છે, પરંતુ ન્યુટ્રિશનિસ્ટ્સના જણાવ્યા અનુસાર, દરેક નટ્સની પ્રકૃતિ અલગ હોવાથી તેને પલાળવાનો સમય પણ અલગ-અલગ હોય છે. જો સાચી રીતે ડ્રાય ફ્રૂટ્સ ખાવામાં આવે તો તેનાથી મળતા પોષક તત્વોનો લાભ બમણો થઈ જાય છે.

    બદામ અને અખરોટ મગજ અને હૃદય માટે વરદાન સમાન છે. બદામને ઓછામાં ઓછી ૮ થી ૧૨ કલાક પલાળવી જોઈએ. પલાળવાથી બદામની છાલમાં રહેલું ‘ટેનિન’ દૂર થાય છે, જે પોષક તત્વોના શોષણમાં અવરોધ પેદા કરે છે. બીજી તરફ, અખરોટને માત્ર ૪ થી ૬ કલાક પલાળવા પૂરતા છે. અખરોટમાં ઓમેગા-૩ ફેટી એસિડ હોય છે, જે સોજા ઘટાડવામાં અને ઊંઘ સુધારવામાં મદદરૂપ થાય છે.

    પાચનતંત્ર અને લોહીની ઉણપ દૂર કરવા માટે કિસમિસ અને અંજીર શ્રેષ્ઠ છે. કિસમિસને ૩ થી ૪ કલાક પલાળીને ખાવાથી તે આયર્નનું પ્રમાણ વધારે છે. અંજીરને રાતભર પલાળવાને બદલે માત્ર ૩-૪ કલાક પલાળીને લેવાથી તે હોર્મોન્સ સંતુલિત રાખે છે અને કબજિયાત જેવી સમસ્યામાં રાહત આપે છે. કાજુ અને પિસ્તા જેવા નટ્સને પલાળવાની ખાસ જરૂર રહેતી નથી, કારણ કે તેમાં ફાઈટિક એસિડનું પ્રમાણ ઓછું હોય છે. જો કાજુ પલાળવા હોય તો ૧ થી ૨ કલાકથી વધુ સમય ન આપવો જોઈએ.

    થાઈરોઈડના દર્દીઓ માટે હાલમાં ‘બ્રાઝિલ નટ્સ’ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યા છે. તેમાં રહેલું સેલેનિયમ થાઈરોઈડ ગ્રંથિને સ્વસ્થ રાખે છે. આ નટ્સને પલાળવાની જરૂર નથી અને દિવસમાં માત્ર ૧ નંગ ખાવાથી જરૂરી પોષણ મળી રહે છે. નિષ્ણાતોના મતે, ગરમીની સીઝનમાં ખાસ કરીને ડ્રાય ફ્રૂટ્સ પલાળીને જ ખાવા જોઈએ, જેથી શરીરમાં ગરમીનું પ્રમાણ ન વધે અને પાચન પણ સરળતાથી થઈ શકે.

    ડ્રાય ફ્રૂટ્સ પલાળવાનો સમય ખાવાની રીત મુખ્ય ફાયદો
    બદામ 8 થી 12 કલાક છાલ ઉતારીને (5-7 નંગ) મગજની શક્તિ અને યાદશક્તિ
    અખરોટ 4 થી 6 કલાક સવારે (1-2 નંગ) હૃદય અને ઊંઘમાં સુધારો
    કિસમિસ 3 થી 4 કલાક સવારે પલાળેલી હિમોગ્લોબિનમાં વધારો
    અંજીર 3 થી 4 કલાક સવારે (1-2 નંગ) પાચન અને કબજિયાત
    કાજુ જરૂર નથી (અથવા 1-2 કલાક) સીધા અથવા પલાળીને હેલ્ધી ફેટ્સ અને એનર્જી