રાજકોટમાં 12માં માળેથી યુવકનું શંકાસ્પદ મોત
- રૈયાગામ પાસે 13 માળની પામ યુનિવર્સ બિલ્ડિંગના 12માં માળે ઝંપલાવી નિમેષ ભંડેરીનો આપઘાત
- રેખા સાથે લગ્ન, લીવ ઈન આશા સાથે, કાજલના ઘરેથી નીચે પટકાયો
- મૃતક નિમેષ ભંડેરી રાજકોટ શહેર ભાજપમાં વોર્ડ નં.17 આગેવાન હોવાનું સામે આવ્યું
-
નિમેષ વોટર પ્લાન્ટનો ધંધો કરતો હતો
-
મહિલાઓના ચક્કરમાં આપઘાત કર્યો પછી બીજું કંઈ એ તો પોલીસ તપાસ બાદ જ રહસ્ય ખુલ્શો
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના કાલાવડ રોડ આત્મીય કોલેજ સામે નંદનવન સોસાયટીમાં રહેતાં નૈમિષભાઈ પરષોત્તમભાઈ ભંડેરી ઉ.૪૨એ ગત રાતે દોઢેક વાગ્યે ગંગોત્રી પાર્ક મેઈન રોડ નજીક આવેલા ૧૪ માળના પામ યુનિવર્સ એપાર્ટમેન્ટના ૧૨મા માળેથી પડતું મૂકી દેતાં ગોત થવાની જાણ ૧૦૮ના કિરણબેન પરમારે કરતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ કે. કે. ગોહિલ, પીએસઆઈ એચ. એમ. ચાવડા, સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ કરતાં એવું જાણવા મળ્યું કે કે મૃત્યુ પામનાર નૈમિષભાઈ ભંડેરી આ બિલ્ડિંગના ૧૨માં માળે ભાડેથી રહેતાં કાજલબેન નામના મહિલાના ઘરે આવ્યા હતાં. કાજલબેન અહિં પોતાની બે દીકરીઓ સાથે રહે છે. પોલીસે પ્રાથમિક પુછતાછ કરતાં કાજલબેને કહ્યું હતું કે મૃત્યુ પામનાર નૈમિષભાઈ તેમના સ્ત્રી મિત્ર આશાબેન પાદલીયા સાથે બે અઢી વર્ષથી મૈત્રી કરારથી રહે છે. આશાબેનને મારા સહેલી હોઈ અવાર-નવાર આશાબેનને અને નૈમિષભાઈ મારા ઘરે આવતાં જાતાં હતાં. રાતે નૈમિષભાઈ આટો મારવા આવ્યા હતાં અને પોતાને આશાબેન સાથે સામાન્ય બોલાચાલી થયાની વાત કરી હતી. આ પછી તે અમારા ઘરે જઈ ૨ સુઈ ગયા હતાં. હું અને બે દીકરીઓ બીજા રૂમમાં સુતા હતાં. એ દરમિયાન અવાજ થતાં એક દીકરીની ઊંઘ ઉડી ગઇ હતી. તેનો નૈમિષભાઈ જે રૂમમાં સુતા હતાં ત્યાં તપાસ કરતાં બારી અને જાળી બંને ખુલ્લા દેખાયા હતાં.
આ બારીમાંથી નૈમિષભાઈ કૂદી ગયાનું જણાયું હતું. પોલીસની વધુ તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર નૌમષભાઈ બે બહેનના એકના એક નાના ભાઈ અને પરિવારનો આધાર હતા, તેના પત્નિનું નામ રેખાબેન છે અને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. જો કે નૈમિષભાઈ બે અઢી વર્ષથી પત્નિ, સંતાનો, માતા-પિતાને છોડીને નંદનવનમાં આશાબેન પાદલીયા સાથે મૈત્રી કરાર કરીને રહેતાં હતાં. આશાબેન ત્યકતા છે હાલમાં નૈમિષભાઈ માંડા ડુંગર નજીક પાણીનો પ્લાન્ટ ચલાવતાં હતાં.
જો કે કેટલાક સમયથી આર્થિક બોર્સ હતી. ટેન્શનમાં તે પોતાની સ્ત્રી મિત્ર આશાબેનની બહેનપણી કાજલબેનના ઘરે રાતે આવ્યા હતાં અને પછી અહિં જ સુઈ ગયા બાદ મોડી રાતે મોતની છલાંગ લગાવી દીધી હતી.