રાજકોટમાં લોકોના ઉપવાસ 'તૂટ્યા': ફરાળી પેટીશમાં મકાઈનો લોટ ભેળવી ખવડાવતા
- મહાપાલિકાની આરોગ્ય ટીમના ચેકિંગમાં પર્દાફાશ
- RMCનું આકડું વલણ: 45 પેઢીઓનું ચેકિંગ, 206 કિલો સડેલો-વાસી માલ કચરામાં ફેંકી 12 હજારનો દંડ વસૂલાયો
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે તહેવારોની સિઝનમાં ફરાળી વાનગીઓનું વેચાણ કરતા એકમો પર તવાઈ બોલાવી છે. ફરાળાના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડા અટકાવવા માટે ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ફૂડ વિભાગની ટીમે કુલ ૪૫ જેટલી પેઢીઓમાં તપાસ કરી હતી, જેમાં અંદાજિત ૨૦૬ કિલોગ્રામ જેટલો અખાદ્ય અને વાસી જથ્થો પકડી પાડી તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.આ ચેકિંગ દરમિયાન સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી હતી કે, અમુક વેપારીઓ ફરાળી પેટીશમાં શુદ્ધ ફરાળી લોટને બદલે સસ્તા મકાઈના
લોટનો ઉપયોગ કરતા હતા. ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલા 'જય સીયારામ ફરસણ'માંથી મકાઈનો લોટ વાપરીને બનાવેલ ૮૦ કિલો પેટીસ અને ૧૫ કિલો મકાઈનો લોટ મળી કુલ ૯૫ કિલો જથ્થો નાશ કરી રૂ. ૩૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત આજુ બાજુમાં પાસેના 'જલારામ ફરસણ'ગાંધી પણ ૧૯ કિલો ગકાઈના લોટની પેટીસ અને ૬૫ કિલો મકાઈનો લોટ ઝડપી પાડી તેનો નાશ કરવામાં આવ્યો હતો અને દંડ વસૂલાતો હતો. ફરાળી ચીજવસ્તુઓ ઉપરાંત અન્ય રેસ્ટોરન્ટ્સમાં પણ વાસી અને એક્સપાયરી ડેટ વાતો ખોરાક પકડાયો હતો. વાવડી ખાતેના 'GJ-3 ફેન્સી ડોસા & ચાઈનીઝ'માંથી ૧૮ કિલો વાસી સબ્જી, નૂડલ્સ, ચીઝ અને પનીરનો
નાશ કરી રૂ. ૫૦૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે ઢોબર રોડ પર આવેલી 'સબર્સ રેસ્ટોરન્ટ'માંથી ૯ કિલો એક્સપાયર ડેટ વીતી ગયેલ ખાદ્યચીજોનો નાશ કરી દંડત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. શ્રીજી રેસ્ટોરન્ટ અને બજરંગ વડાપાઉં પાસેથી પણ વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.ફૂડ વિભાગની આ કડક કાર્યવાહીમાં કુલ ૫ પેઢીઓને યોગ્ય સ્ટોરેજ, હાઇજિનિક કન્ડિશન અને લાઇસન્સ ન હોવા બાબતે કડક નોટિસ ફટકારવામાં આવી છે. સ્થળ પર જ દંડનીય કાર્યવાહી કરતા કુલ રૂ. ૧૨,૦૦૦ નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. વધુમાં, લોકોના આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે FSS એકક્ટ હેઠળ ૧૧ જેટલા ફરાળી પેટીસ અને
ફરાળી લોટના (રાજગરા, સાબુદાણા, શિંગોડા, સાંબાનો લોટ) શંકાસ્પદ નમૂનાઓ લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. આ મેગા ડ્રાઇવમાં ફૂડ વિભાગ દ્વારા શહેરની અન્ય ૩૪ જેટલી નામંકિત હોટલ, રેસ્ટોરન્ટ, પ્રોવિઝન સ્ટોર અને ડેરી ફાર્મ્સમાં પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં મોટા મવા રોડના ઝીલ પીઝા બકેટ, ધ ગ્રાન્ડ રેજન્સી, ગુરૂકૃપા મલ્ટિક્યુઝિન, અને ભક્તિનગર સર્કલના શ્રી ધારેશ્વર ડેરી ફાર્મ સહિતના સ્થળોનો સમાવેશ થાય છે. કોર્પોરેશનની આ લાલ આંખથી ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહે તેવી પૂરેપૂરી શક્યતા છે.