રાહુલ ગાંધીના 'છાત્રો કી ગુંજ' અભિયાનને કોંગ્રેસના 4 નેતાઓનો 'ડિજિટલ' સાથ નહીં ?
- AICCનાં 249 નેતાઓમાંથી 83 નેતા ડિજિટલ પોસ્ટ મૂકી નહીં
- AICCના 249 નેતાઓમાંથી માત્ર 133એ X પર, 48એ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી
સિટી ન્યૂઝ@ગાંધીનગર
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા સરકાર સામે વિવિધ મુદ્દાઓને લઈને ચલાવવામાં આવી રહેલા આંદોલન અને જનઅભિયાન વચ્ચે કોંગ્રેસના જ સંગઠનમાં સોશિયલ મીડિયા સક્રિયતાને લઈને સવાલો ઉઠાવતો એક કથિત આંતરિક રિપોર્ટ સામે આવ્યો છે.
લીક થયેલા આ રિપોર્ટમાં કુલ ૨૪૯ AICC નેતાઓની સોશિયલ મીડિયા સક્રિયતાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હોવાનો દાવો છે. રિપોર્ટ મુજબ ૧૧૩ નેતાઓએ X (Twitter) પર છાત્રો કી ગુંજ અંગે પોસ્ટ કરી હતી, જ્યારે માત્ર ૪૮ નેતાઓએ Instagram પર પોસ્ટ કરી હતી. ૮૩ નેતાઓએ બંનેમાંથી કોઈપણ પ્લેટફોર્મ પર પોસ્ટ કરી ન હોવાનું જણાવાયું છે.
રિપોર્ટમાં ખાસ કરીને સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે જ્યારે રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર સામે રસ્તા પર ઉતરીને રાજકીય લડત લડી રહ્યા છે અને યુવાનો તથા Gen-Z માં તેમની
સોશિયલ મીડિયા પહોંચ સતત વધી રહી છે, ત્યારે કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ સોશિયલ મીડિયા પર પૂરતો સહયોગ કેમ નથી આપી રહ્યા? CMથી લઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખો સુધીના નેતાઓએ ગ્રાઉન્ડ સાથે સોશિયલ મીડિયામાં પણ સક્રિય રહેવાની જરૂરિયાત રિપોર્ટમાં દર્શાવવામાં આવી હોવાનું કહેવાય છે. સંગઠનના નેતાઓ જો એકસાથે સોશિયલ મીડિયા પર મુદ્દાઓને આગળ ધપાવે તો રાહુલ ગાંધીના અભિયાનને વધુ વ્યાપક પહોંચ મળી શકે તેવી નોંધ પણ કરવામાં આવી હોવાનો દાવો છે.
આ રિપોર્ટ સામે આવ્યા બાદ કોંગ્રેસના સંગઠનમાં સોશિયલ મીડિયા મેનેજમેન્ટ અને નેતાઓની ડિજિટલ સક્રિયતાને લઈને ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને રાહુલ ગાંધીની યુવાનોમાં વધતી લોકપ્રિયતા વચ્ચે નેતૃત્વ સક્રિય છે, પરંતુ સંગઠનનો કેટલો હિસ્સો ડિજિટલ લડતમાં સાથે છે? તે સવાલ મહત્ત્વનો બન્યો છે.
'છાત્રો કી ગુંજ' અભિયાનમાં નેતાઓની સોશિયલ મીડિયા નિષ્ક્રિયતા અંગે કથિત આંતરિક રિપોર્ટ લીક
અનેક વરિષ્ઠ નેતાઓએ NDTVનારીલોન્ચની શુભેચ્છા પાઠવી પુણેમાં રાહુલ ગાંધીની એક પણ પોસ્ટ નહીં ?
-
ઘણા વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓએ NDTVના રিলোન્ચ અંગે શુભેચ્છા પાઠવી, પરંતુ પુણેમાં રાહુલ ગાંધીની છાત્રો કી ગુંજ માટે એક પણ પોસ્ટ નહીં? પૂર્ણા બહુમતી સાથે સરકાર ચલાવતા કોંગ્રેસના આ ત્રણ મુખ્યમંત્રીઓ ડી.કે. શિવકુમાર, રેવંત રેદ્દી અને વી.ડી. સતીશને પણ રાહુલ ગાંધી જે લડાઈ એટલી મજબूतीથી લડી રહ્યા છે, તેના માટે એક પણ પોસ્ટ કે સમર્થનનો એક શબ્દ પણ ન લખ્યો.
-
એક પણ પોસ્ટ નહીં, એક પણ શબ્દ નહીં આ ખરેખર શરમજનક અને નિરાશાજનક છે.
-
શશી થરૂરે પોતાના કોંગ્રેસ અધ્યક્ષ પદના પ્રચાર દરમિયાન Tomorrow ની વાત કરી હતી. પરંતુ રાહુલ ગાંધીના છાત્રો કી ગુંજને પ્રોત્સાહન આપવા માટે એક લાઇન લખવાનો પણ સમય નથી? બીજી તરફ અન્ય મુદ્દાઓ પર લાંબી પોસ્ટ માટે સમય છે?
-
કેટલાક નેતાઓ દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપે છે, પરંતુ રાહુલ ગાંધી અને છાત્રો કી ગુંજના મુદ્દે મૌન કેમ? સોશિયલ મીડિયા પર હવે આ સવાલ ઉઠી રહ્યો છે.
-
એક યુક્જ તો એવી પણ માગ કરી છે કે CWC, CM, મંત્રી, MLA અને MP સહિત તમામ કોંગ્રેસ નેતાઓઓની સોશિયલ મીડિયા સક્રિયતા મોનિટર કરવા માટે અલગ પ્રોફાઇલ / વ્યવસ્થા હોવી જોઈએ.