Loading Please Wait !!!
ચૂંટણી પૂરી, ખેલ ખતમ ! : રાજકોટ ભાજપને મંદિરો નડે છે ?

=> વોટ પછી વલણ બદલાયું: ચૂંટણી જીતી કોર્પોરેટરો આરામમાં; જનતા ભૂલાઈ ગઈ?

=> હિન્દુના નામે જીત્યા છો, સત્તા ક્યારે જતી રહેશે તે ખબર પણ નહિં પડે: સ્થાનિકોમાં રોષ

=> જનતાનો સવાલ ાજપ નેતાઓના ગેરકાયદે બાંધકામો ક્યારે તોડશે ?

=> 8 હનુમાનજીની ડેરી સહિત 12 મંદિર તોડી નાંખ્યા

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં 14 મેની મોડીરાત્રે એક સાથે 12 જેટલા મંદિરો પર દાદાનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. આ કામગીરી દરમિયાન મવડી મેઈન રોડ પર સ્થાનિકો દ્વારા રસ્તા પર બેસી મંદિર બચાવવા રામધૂન બોલાવવામાં આવી હતી અને વહેલી સવારે 4 વાગ્યે અધિકારીઓ સાથે રકઝક કરી નડતર રૂપ ન હોવાનું કહી મંદિરને તોડવા દેવામાં આવ્યું ન હતું. આ મંદિર આગામી 48 કલાકમાં નાનું બનાવી દેવા માટે ખાતરી આપતા મંદિરના બદલે રસ્તા પરમાં ઓટાને બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યો હતો.

અહીં સ્થાનિકોએ ભાજપની નીતિ સામે સવાલો ઊઠાવ્યાં હતાં. એક સ્થાનિકે કહ્યું કે, ભાજપ ધર્મના નામે મત માગીને ચૂટાઈ છે. હિન્દુઓએ ભાજપને ભરી-ભરીને મત આપ્યાં. કોર્પોરેટરોને મત મળી ગયાં તો આજે આરામથી સૂતા છે. આજે 2 લોકો જાગ્યા, કાલે 5 હજાર જાગશે, સત્તા ક્યારે જતી રહેશે તે પણ નહિ ખબર પડે.રાજકોટ મહાનગપાલિકા દ્વારા ટ્રાફિકને અડચણ રૂપ અને રોડ રસ્તા પર આવતા નાના મંદિરો અને હનુમાનજીની ડેરી તોડી પાડવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. કામગીરી દરમિયાન કોઈ મોટું ઘર્ષણ ન થાય આ માટે તંત્ર દ્વારા રાત્રિના સમયે ડિમોલિશન કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો. સમગ્ર ડિમોલિશનની પ્રક્રિયા રાત્રે દોઢ વાગ્યાથી શરૂ કરી 5 વાગ્યા સુધી ચાલી હતી. 

હિન્દુઓના જ મંદિરો પાડીને શું ફાયદો?

ભાજપે ધર્મના નામે જ મત માંગ્યા હતા. આજે પીએમ હોય કે સીએમ, બધા હિન્દુત્વ અને સનાતનના નામે જ સત્તા પર આવ્યા છે. તો પછી હિન્દુઓના જ મંદિરો પાડીને શું ફાયદો? જો તમારે કામ જ કરવું હોય તો રાજકોટમાં બીજા ઘણા સારા કામો છે, ત્યાં ધ્યાન આપો. મંદિરો પાછળ સમય ન બગાડો. આજે જો 5 લોકો જાગ્યા છે, તો કાલે 5 હજાર પણ જાગશે તો યાદ રાખજો, આજે તમારી સત્તા છે, પણ જનતા ધારે તો એ સત્તા ઉખેડી ફેંકતા વાર નહીં લાગે.