હોસ્પિટલમાં ચાલતો પંખો તૂટી પડતા મહિલા લોહીલૂહાણ
=> મહુવાની સરકારી હોસ્પિટલની બેદરકારી
સિટી ન્યૂઝ@મહુવા
રાજ્યની સિવિલ સરકારી હોસ્પિટલો ફરી એકવાર બેદરકારી અને અવ્યવસ્થાને કારણે વિવાદમાં આવી છે. ભાવનગરમાં મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો દર્દીની સારવાર માટે આવેલી મહિલાના માથા પર પડ્યો. આના પહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શ્વાનો હોસ્પિટમાં આંટાફેરા મારતા હોવાનો વિડિયો વાયરલ થયો હતો ત્યારબાદ ઉંદરોના ત્રાસનો એક ચોંકાવનારો વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેને પગલે પ્રશાસન સામે ઘણા સવાલો પણ ઊભા થયેલા છે.
ભાવનગરમાં મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડ્યો. દર્દીની સારવાર માટે આવેલી મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે. પંખો પડતા મહિલાના આંખના ઉપરના ભાગે ઈજા થતાં ટાંકા લેવા પડ્યા છે. દોઢ વર્ષ પહેલાં કરોડો રૂપિયાના ખર્ચે હોસ્પિટલનું રિનોવેશન કરાયું હતું. હોસ્પિટલમાં રિનોવેશનની નબળી કામગીરીને લઈ દર્દીના જીવ જોખમમાં મુકાયા છે. હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે દર્દીના સગામાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. આયાત કરેલા મોંઘા સાધનો, ફિટિંગની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા છે.
રાજકોટમાં સાસુ સાથે ઝઘડો થતા વહુએ આપઘાત કર્યો
રાજકોટ શહેરના મેંગો માર્કેટ નજીક આવેલી ખોડલધામ સોસાયટીમાં રહેતી નવોઢાએ ગત સાંજે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા વિસ્તારમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. સાસુ અને પુત્રવધુ વચ્ચે ચડભડ થતા પગલું ભરી લીધાનું જાણવા મળી રહ્યું છે. બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ દોડી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, કુવાડવા રોડ, મેંગો માર્કેટ પાસે ખોડલધામ સોસાયટી ૧ માં રહેતી નિકીતાબેન અજયભાઈ પ્રજાપતિ( ઉ.વ.૨૫)ની નવોઢાએ ગત સાંજે આઠેક વાગ્યે ઘરે મમાં પંખામાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.
મનો દરવાજો કેટલીવાર સુધી બધં હોય સાસુએ દરવાજો ખટખટાવતા પુત્રવધુ દરવાજો ખોલતી ન હોવાથી પરિવારના સભ્યને ફોન કરીને જાણ કરતા ઘરે આવી ગયા હતા અને દરવાજો તોડી જોતા પુત્રવધુ લટકતી હતી.
તાકીદે નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરી હતી.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત કરનાર નીકિતાબેનના લ થયાને છ મહિના થયા હતા. પતિને ઇમિટેશનની દુકાન છે, સવારે સાસુ સાથે કામ બાબતે ઝઘડો થતાં પરિણીતાએ પિતાને ફોન કરી જાણ કરી હતી. જે બાદ સાંજે આઠ વાગ્યે પગલું ભરી લીધું હતું. આગળની કાર્યવાહી બી ડિવિઝન પોલીસે હાથ
ધરી છે.