Loading Please Wait !!!
પેટ્રોલમાં કેટલું ઇથેનોલની ટકાવારી જાહેર કરવાની માંગને સુપ્રીમ કોર્ટે ફગાવી

સુપ્રીમ કોર્ટે કહ્યું સક્ષમ ઓથોરિટી પાસે જાઓ
સિટી ન્યૂઝ@નવી દિલ્હી

સુપ્રીમ કોર્ટે પેટ્રોલ પંપના નોઝલ પર ઇથેનોલની માત્રા લખવાની માગ કરતી અરજી ફગાવી દીધી છે. કોર્ટે અરજદારને કહ્યું કે તેઓ આ મામલે સંબંધિત સક્ષમ ઓથોરિટી પાસે જાય. એડવોકેટ નરેન્દ્ર કુમાર ગોસ્વામીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કેન્દ્ર સરકારને નિર્દેશ આપવાની માગ કરી હતી કે દેશભરના પેટ્રોલ પંપના દરેક ડિસ્પેન્સિંગ નોઝલ પર ફરજિયાત અને એકસમાન લેબલિંગ કરવામાં આવે.

જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પી.બી. વરાલેની બેન્ચે અરજીને ફગાવી દીધી. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું, "અરજી ફગાવી દેવામાં આવે છે. અરજદાર માટે સક્ષમ ઓથોરિટી પાસે જવાનો વિકલ્પ ખુલ્લો છે." કોર્ટે એ પણ સવાલ ઉઠાવ્યો કે અરજદાર સીધા સુપ્રીમ કોર્ટ શા માટે આવ્યા, તેઓ પહેલા હાઈકોર્ટ કે સંબંધિત વિભાગ પાસે શા માટે ન ગયા. બેન્ચે પૂછ્યું: "તમે કોણ છો? ક્યાં પ્રેક્ટિસ કરો છો? હાઈકોર્ટ જાઓ અને ત્યાં અરજી દાખલ કરો.