Loading Please Wait !!!
મોડલ ગુજરાત ઉદ્યોગ સ્થાપવાની રેસમાં દેશભરમાં પીછેહટ, 10માં ક્રમે ધકેલાયું

  • રાજ્યમાં 12,000 કારખાનાઓને તાળા લાગ્યા
  • ગુજરાત કરતા મહારાષ્ટ્ર, યુપી, બંગાળ, તમિલનાડુ આગળ
  • વાઈબ્રન્ટ ગુજરાતમાં આંકડાઓની મહાજાળની પોલ ખુલ્લી; નવા ઉદ્યોગો શરૂ કરવામાં જે રાજ્યોને પછાત ગણાવવામાં આવતા હતા તે ગુજરાતથી આગળ નીકળી ગયા

સિટી ન્યૂઝ@અમદાવાદ

ગુજરાત સરકાર જનતાની પરસેવાની કમાણીના કરોડો રૂપિયા ‘વાઈબ્રન્ટ સમિટ’ નામના ભવ્ય તહેવાર પાછળ આંધળા કરી રહી છે, પરંતુ તેની જમીની હકીકત શરમજનક સાબિત થઈ છે. આંકડા કહે છે કે, ઉદ્યોગો સ્થાપવાની દેશવ્યાપી રેસમાં ગુજરાત છેક ૧૦મા ક્રમે ધકેલાઈ ગયું છે. ગુજરાત સરકાર કરોડોના રોકાણોના જે આંકડાકીય

માયાબી ફુગ્ગા ઓ હવામાં છોડી રહી છે તે વાસ્તવમાં માત્ર કાગળ પરની જ માયાજાળ સાબિત થઈ છે.વાઈબ્રન્ટના નામે થયેલા એમઓયુમાંથી મોટાભાગના પ્રોજેક્ટ્સ કાગળ પર જ દફન થઈ ગયા છે. આ જોતાં વાઈબ્રન્ટ ગુજરાતના ‘આભાસી વિકાસ’ની અસલિયત ખુલ્લી પડી છે.

તાજેતરમાં મુખ્યમંત્રી સહિત સરકારી બાબુઓ અમેરિકા, કેનેડાના વિદેશી

પ્રવાસ પાછળ જનતાના ટેક્સના લાખો રૂપિયા વાપરી નાંખ્યા છે. જો આ જ આંધણ અને વૈભવી ખર્ચાઓ રાજ્યના નાના ઉદ્યોગો ને બચાવવા પાછળ કરવામાં આવ્યા હોત, તો આજે ગુજરાતની શાન સમાન ૧૨ હજાર જેટલા નાના કારખાના અને ફેક્ટરીઓ મરણથારીએ ન પડ્યા હોત. રાજ્ય સરકારની આ ઉદાસીનતાએ સ્થાનિક રોજગાર આપતા નાના વેપારીઓની કમર

તોડી નાખી છે.

સરકારની નીતિઓ માત્ર ગણ્યા-ગાંઠ્યા મોટા કોર્પોરેટ ઘરાનાઓ અને વિદેશી કંપનીઓને પંપાળવા માટે જ બની હોય તેવું ચિત્ર છે. ઉદ્યોગપતિઓ માટે લાલ જાجم પાથરતી ગુજરાત સરકાર સ્થાનિક નાના કારખાનાવાળાના માત્ર ‘ઠેંગો’ બતાવી રહી છે. નાના ઉદ્યોગો સતત આર્થિક કટોકટી અને નીતિગત અન્યાયનો ભોગ બની રહ્યા છે.

ઉદ્યોગો સ્થાપવામાં ગુજરાત કરતાં યુપી, મહારાષ્ટ્ર, બંગાળ તામિલનાડુ આગળ

આંકડા કહી રહ્યાં છે કે, વર્ષ ૨૦૨૧-૨૨થી માંડીને વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ગુજરાતમાં ૪૨.૧૭ લાખ ઉદ્યોગો નોંધાયા છે. જ્યારે મહારાષ્ટ્ર ૯૭.૧૯ લાખ ઉદ્યોગો સાથે દેશમાં મોખરે રહ્યું છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ ૮૬.૪૨ લાખ, તામિલનાડુ ૬૦.૯૩ લાખ અને બંગાળ ૫૩.૫૩ લાખ ઉદ્યોગો સ્થાપી ગુજરાત કરતાં અગ્રેસર રહ્યાં છે. છેલ્લા પાંચ વર્ષના સત્તાવાર આંકડાઓષ્ વાઈબ્રન્ટ ગુજરાતનો ढोल પીટનારાં શાસકોના વિકાસના દાવાઓની પોલ ખોલી દીધી છે. કડવી હકીકત એ છે કે, નવા ઉદ્યોગો શરૂ કરવામાં જે રાજ્યોને પછાત ગણાવવામાં આવતા હતા તે ગુજરાતથી ઘણાં આગળ નીકળી ગયા છે. આ અહેવાલ સાબિત કરે છે કે ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસના નામે માત્ર બ્રાન્ડિંગ અને પબ્લિસિટી સ્ટન્ટ જ ચાલી રહ્યા છે. જમીની સ્તર પર રોજગાર આપનારા નાના એકમો બંધ થઈરહ્યા છે. જ્યારે સરકાર માત્ર આંકડાની હેરાફેરીમાં વ્યસ્ત છે. જો આની જ સ્થિતિ રહી તો ગુજરાતનું ઔદ્યોગિક મોડલ સંપૂર્ણપણે પડી ભાંગશે તે દિવસો દૂર નથી.