Loading Please Wait !!!
નવરાત્રિમાં 80% વરસાદ પડવાની સંભાવના?

  • આગાહીકાર પરેશ ગોસ્વામીએ કહ્યું નોરતાંમાં કેટલીક સિસ્ટમો દરિયામાં બનવાની તો છે જ પણ જો એ સમયે મીડલ ઈસ્ટના પવનો નડશે નહીં તો બહૂ સારો વરસાદ આવશે
  • અલનીનોના કારણે સિસ્ટમ ગુજરાત પર આવશે કે નહીં તે સ્પષ્ટ કહીં શકાય નહીં

સિટી ન્યૂઝ@ગાંધીનગર

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી કહે છે, વરસાદ ન આવવાનું સૌથી મોટું કારણ એ છે કે અત્યારે અલ નીનો સ્ટ્રોંગ થઈ ગયો છે. બીજું, બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બને છે. એ સિસ્ટમ ગુજરાત તરફ આવશે એવું બતાવે છે. ૬ થી ૧૦ સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં વરસાદનો લાભ આપશે. પણ છેલ્લી ઘડીએ સિસ્ટમ ગુજરાતની નજીક આવીને ફંટા ઈ જાય તો.

ફંટાઈ જવાનું એટલા માટે કહું છું કે અરબ દેશો તરફથી જે ગરમ પવનો આવે છે તે ક્યાંક ને ક્યાંક આપણી સિસ્ટમકને નડે છે. છેલ્લે બે સિસ્ટમ આવી હતી, પણ તેમાં એવું થયું હતું કે બંગાળની ખાડીમાંથી પશ્ચિમ દિશામાં સતત આગળ વધતી હતી પણ મધ્યપ્રદેશના પશ્ચિમ છેડે આવે અને ગુજરાત પર આવવાની જગ્યાએ ઉત્તર તરફ ખસી ગઈ. એટલે ગુજરાત વરસાદથી વંચિત રહી ગયું હતું. હવે જે સિસ્ટમ બને છે તેને બાધા ન આવે તો ૬ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન વરસાદ થાય. અલ નીનો ન હોય તો તો આ સિસ્ટમ ગુજરાત પર આવે જ. પણ અલ નીનોના કારરો કેટલાક પરિબળો એવા હોય છે જેના કારણે સિસ્ટમ ગુજરાત પર આવે કે નહીં, તે સ્પષ્ટ કહીં શકાય નહીં.

સામાન્ય રીતે નોરતાંમાં આપણે ત્યાં વરસાદ પડે છે. આ વખતે એ સંભાવના ખરી કે નોરતાંમાં અલ નીનો કારણે વરસાદ નહીં પડે? તેનો જવાબ આપતાં પરેશ ગોસ્વામી કહે છે. નોરતાંમાં કેટલીક સિસ્ટમો દરિયામાં બનવાની તો છે જ. પણ જો એ સમયે મીડલ ઈસ્ટના પવનો નડશે નહીં તો બહુ સારો વરસાદ આવશે.

  • જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ
  • 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધી સારા વરસાદના યોગ
  • સૂર્ય 15 સપ્ટેમ્બર પછી રાશિ પરિવર્તન કરશે
સિટી ન્યૂઝ@ગાંધીનગર

આપણા શાસ્ત્રોમાં ચાર તત્વો મહત્વના છે. પૃથ્વી તત્વ, વાયુ તત્વ, અગ્નિ તત્વ અને જળ તત્વ. આ ચાર તત્વોની વાત કરીએ તો અત્યારે સૂર્ય અગ્નિ તત્વમાંથી પસાર થઈ રહ્યો છે. આ સૂર્ય ૧૫ સપ્ટેમ્બર પછી રાશિ પરિવર્તન કરશે. એટલે ૧૫ સપ્ટેમ્બરથી ૧૫ ઓક્ટોબર સુધીનો સમયગાળો વરસાદ માટે સારા યોગ બતાવે છે.

કુમારભાઈ ગાંધીએ કહ્યું છે, આ યોગ એવો છે કે તેમાં વાવાઝોડાં, ભારે વરસાદ અને વીજળીના કડાકા ભડાકા પણ થઈ શકે. અત્યારે સૂર્ય અગ્નિ તત્વમાં છે તે રાહુથી દબાઈ ગયો છે. એટલે સૂર્ય- રાહુ સામસામા છે. સૂર્ય ૧૭ સપ્ટેમ્બરે કન્યા રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે કોઈ ગ્રહનું પરિવર્તન થવાનું હોય ત્યારે તેની અસર બે-ચાર દિવસ વહેલી અથવા બે-ચાર દિવસ મોડી થાય છે. એટલે સૂર્યનું પરિવર્તન ભલે ૧૭ સપ્ટેમ્બરે થાય, પણ તેની અસર ૧૫ સપ્ટેમ્બરથી દેખાશે.

બીજી ખાસ વાત એ કે શનિ મહારાજ અત્યારે જળ તત્વની મીન રાશિમાં છે. જ્યારે સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશ કરશે એટલે શનિ અને સૂર્ય સામસામા આવી જશે. સૂર્ય પર શનિની અસર પણ થશે. અત્યારે ચંદ્ર મીન રાશિમાં છે એટલે ૧-૨ સપ્ટેમ્બર સુધી વાદળોનાં બંધાવવામાંાં ઝાપટાંમાં મદદ કરે પણ છ દિવસ પછી ૫ સપ્ટેમ્બરે ચંદ્ર કર્ક રાશિમાં આવશે ત્યારે વરસાદનો યોગ થશે. ખાસ કરીને ૭ સપ્ટેમ્બર અને ૮ સપ્ટેમ્બરે વરસાદના બહુ સારા યોગ છે. બાકી, ૧૫ સપ્ટેમ્બરથી ૧૫ ઓક્ટોબર તો વરસાદના ખૂબ સારા યોગ છે જ.

  • અંબાલાલ પટેલે કહ્યું
  • 3 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર મધ્યમ વરસાદની સંભાવના
  • ઉત્તર અરબ સાગર સક્રિય થાય અને અલનીનોની અસર ન થાય તો ઓક્ટોબરમાં સૌરાષ્ટ્રમાં સારો વરસાદ આવી શકે
સિટી ન્યૂઝ@ગાંધીનગર
આગાહીકાર અંબાલાલ પટેલ કહે છે, ગુજરાતમાં આ વખતે અલનીનોની અસરના કારણે વરસાદમાં કાંઈ ને કાંઈ ગરબડ તો રહેલી જ છે. શિયાળાના હવામાન પરથી ચોમાસાનું આકલન થાય છે. એ હિસાબે ચોમાસાનાં વાદળાનું ગર્ભ બંધારણ આ વખતે બરાબર બન્યું નથી.

બીજે જે વરસાદ આવી રહ્યો છે તે લો પ્રેશરથી આવી રહ્યો છે. તે નિરંતર ચોમાસું ન કહેવાય. અત્યારે વરસાદ વચ્ચે ગેપ રહે છે. એટલે આ વખતે પશ્ચિમ સૌરાષ્ટ્ર માટે વરસાદની સ્થિતિ જરાય સાનુકૂળ રહી નથી. કારણ કે બંગાળનો ઉપસાગર સક્રિય થાય છે પાણ ઉત્તર અરબ સાગર સક્રિય થતો નથી એટલે અરબ સાગર પણ સક્રિય થતો નથી.

અંબાલાલ પટેલે આગળ કહ્યું કે, ઉત્તર બંગાળ સાગરમાં શાખા સક્રિય થાય છે જેના કારણે સિસ્ટમ મધ્યપ્રદેશ ધાને ઉત્તરપૂર્વ ભાગોમાં જતી રહે છે. જ્યાં સુધી દક્ષિણ બંગાળ સાગરની શાખા સક્રિય ન થાય ત્યાં સુધી ગુજરાતમાં સારો વરસાદ આવશે નહીં. અને અત્યારે જે સિસ્ટમ બંગાળના સાગરમાં ઉદ્ભવી છે તે ઉત્તર બંગાળની શાખામાં છે. જો આ સિસ્ટમ સરકતી સરકતી દક્ષિણપૂર્વ શાખામાં એક્ટિવ થશે તો ગુજરાતમાં વરસાદ આવશે.

અંબાલાલએ એમ પણ કહ્યું કે, પેસિફિક મહાસાગરોમાં બનતી સિસ્ટમમાં કારણે ચોમાસાનો વહન ભેજ પેસિફિક મહાસાગર તરફ ખેંચાઈ જાય છે. દક્ષિણ બંગાળ સાગરનો ભેજ ચીન સાગર તરફ ખેંચાઈ જાય છે. પણ હવે ટર્ફ સિસ્ટમમાં ઓટ આવવાની શક્યતા છે.

સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં બંગાળના સાગરમાં સિસ્ટમ આવશે તો વરસાદ લાવી શકે તેમ છે. જો આવું થાય તો મધ્યપ્રદેશના ભાગો, ઉત્તરપ્રદેશના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સારા વરસાદની શક્યતા છે.