Loading Please Wait !!!
પ્રેમમાં વિશ્વાસઘાત

 
  • ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદનો બનાવ
  • સેક્સ પાવરની દવા લઈ બર્થ-ડે બોયને ગર્લફ્રેન્ડે બીજીવાર સંબંધ બાંધવાની ના પાડતા હત્યા
  • મિત્રો હોવાથી બર્થ-ડે ઉપર મળવા બોલાવી હતી
સિટી ન્યૂઝ@ઉત્તરપ્રદેશ

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં એક હૃદયકંપાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં જન્મદિવસની ઉજવણીના બહાને બોલાવીને એક યુવકે પોતાની જ ૨૨ વર્ષીય ગર્લફ્રેન્ડ પર બળાત્કાર ગુજારી તેની નિર્મમ હત્યા કરી નાખી. ૨૬ ઓગસ્ટના રોજ બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી દીધી છે. મૃતક યુવતી મૂળ ફિરોઝાબાદની રહેવાસી હતી અને ગુરુગ્રામમાં એક ફ્લિપ ઈ-કોમર્સ કંપનીમાં નોકરી કરતી હતી.તે રક્ષાબંધનની રજાઓમાં પોતાના વતન પરત ફરી રહી હતી, આ દરમિયાન, તેના જ ૨૩ વર્ષીય મિત્ર, જેની સાથે તેણીએ ૧૨મા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો, તેને પોતાના બર્થડે નિમિત્તે મળવા માટે બોલાવી હતી.યુવક તેને ફિરોઝાબાદની એક હોટલમાં લઈ ગયો હતો. આરોપ છે કે હોટલના રૂમમાં આરોપીએ સેક્સ પાવર વધારવાની દવાઓનું સેવન કર્યું હતું અને ત્યારબાદ યુવતી સાથે બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાયો હતો.પોલીસ તપાસમાં સામે આવેલા તથ્યો મુજબ, ૨૭ ઓગસ્ટની વહેલી સવારે આરોપીએ યુવતી

સાથે ફરીથી શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, યુવતીએ તેનો સખત વિરોધ કર્યો હતો. વિરોધથી ઉશ્કેરાઈને આરોપીએ યુવતી સાથે નિર્દયતાથી મારપીટ કરી અને તેના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી તેની હત્યા કરી નાખી.પ્રેમ અને વિશ્વાસના નામે બોલાવીને આચરેલા આ ક્રૂર કૃત્ય બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ મૃતકના પિતાએ શિખોહાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.યુવતીના માથામાં ગંભીર ઇજા અને આંતરિક રક્તસ્રાવને કારો મોત થયાનું સામે આવ્યું છે, જે બળાત્કાર અને હમલાની પુષ્ટિ કરે છે.મૃતક દલિત સમુદાયની હોવાથી પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૦૩(૧) (હત્યા), ૬૪(૧) (બળાત્કાર) અને SC/ST એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. ફિરોઝાબાદ એસપી (ગ્રામીણ) અનુજ ચૌધરીના જણાવ્યા અનુસાર, પોલીસે ૨૩ વર્ષીય આરોપીની ધરપકડ કરી લીધી છે. તેની પાસેથી યુવતીનો મોબાઈલ ફોન અને સેક્સ પાવર વધારવાની દવાની ટેબ્લેટ જપ્ત કરવામાં આવી છે.

  • મુંબઈની હચમચાવતી ઘટના
  • પ્રેગનેન્ટ ગર્લફ્રેન્ડને કોલ્ડડ્રિંક્સમાં પોઈઝન આપી મારી નાખી
  • બન્ને વચ્ચે ઝઘડો થતા પ્રેમીએ કરી હત્યા
સિટી ન્યૂઝ@નવીદિલ્હી

મુંબઈના ચેંબુર વિસ્તારમાંથી અત્યંત હચમચાવી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે. મૈસૂર કોલોનીમાં એક શખ્સે પોતાની પ્રેગ્નન્ટ ગર્લફ્રેન્ડને પોઈઝન આપીને મારી નાખી છે. પ્રામ રિપોર્ટ્સ અનુસાર આરોપીએ પોતાની ગર્લફ્રેન્ડના ચાત્રિત્ર્ય પર શંકા રાખીને આ અત્યંત ઘૃણાસ્પદ પગલું ઉપાડ્યું હતું. હાલ આ મામલે આરસીએફ (RCF) પોલીસે આ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રામ અહેવાલો અનુસાર આ કિસ્સો ૨૫ ઓગસ્ટના રોજ મૈસૂર કોલોનીના બંગલા નંબર ૫૭-A માં બન્યો હતો. જે મહિલાનું કાસળ કાઢી નાખવું છે તેનું નામ વિષ્ણુમાયા હોવાનું સામે આવ્યું છે. ૨૫ ઓગસ્ટના રોજ વિષ્ણુમાયા અને તેના આશિક આશિષ મગર વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. બંને વચ્ચેની બોલાચાલી શાંત તો થઈ ગઈ પણ ત્યાં જ આશિષે પોતાની ચાલ ચલાવા માંડી. તેણે પહેલેથી પ્લાન ગોઠવી રાખ્યો હતો પ્રમાણે તેણે પોતાની પ્રેયસી વિષ્ણુમાયાને કોલ્ડડ્રિંક પીવા માટે આપ્યું હતું. આ કોલ્ડડ્રિંકમાં તેણે ડાંકરની ગોળીઓ (ઝેરી પદાર્થ)

ભેળવેલી હતી. વિષ્ણુમાયાને તો આ ખબર હતી જ નહીં, એટલે તે તો નિર્દોષભાવે આ કોલ્ડડ્રિંક ગટગટાવી ગઈ હતી. કોલ્ડડ્રિંક પી લીધાના થોડા સમય બાદ વિષ્ણુમાયાને બેચેની થવા લાગી હતી. તેને ઊબકા આવવા લાગ્યા હતા અને તેને વોમિટ પણ થવા લાગી હતી. શરૂઆતમાં પરિવારજનોએ આ તો સામાન્ય બાબત છે એમ કરીને વિષ્ણુમાયાની તબિયત પર ધ્યાન ન આપ્યું. પરંતુ જ્યારે તેની હાલત વધારે લથડવા લાગી અને તે ચક્કર આવીને ઢળી પડી, ત્યારે પરિવારને દાળમાં કંઈક કાળું હોવાની શંકા ગઈ. કહેવાય છે કે વિષ્ણુમાયા હજુ ઢળી પડી નહોતી એ પહેલાં જ તેણે પોતાના પરિવારજનોને જણાવ્યું હતું કે આશિષે આપીએ કોલ્ડડ્રિંક પીધા બાદ જ એકાએક તેની તબિયત બગડવા લાગી છે. વિષ્ણુમાયા ચક્કર ખાઈને ઢળી પડી પછી તેના પરિવારજનો સૌ પ્રથમ તો તેને એક પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યારબાદ તેને શતાબ્દી હોસ્પિટલમાં લઈ જવામાં આવી. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. ડોક્ટરોએ પણ પ્રાથમિક તપાસમાં ઝેરી અસરથી મૃત્યુ થયું હોવાની આશંકા વ્યક્ત કરી હતી.