Loading Please Wait !!!
સ્વચ્છ હવા સર્વેક્ષણમાં રાજકોટ 15માં ક્રમેથી 7માં ક્રમે છતાંય સ્થિતિ હજુ ગંભીર

  • રાજકોટ મહાપાલિકાને કુલ 158 કરોડ ફંડ મળ્યું હતું જેમાંથી 32 કરોડ હજૂ વપરાયા નથી
  • રાજકોટમાં ચોખ્ખી હવામાં વોર્ડ નં.૨ બીજા ક્રમે અને વોર્ડ નં.5 ત્રીજા ક્રમે છે
  • દેશમાં લખનઉ, ઈન્દોર, જંબલપુર, ભોપાલની હવા સૌથી શુદ્ધ

સિટી ન્યૂઝ@રાજકોટ

કેન્દ્રીય પર્યાવરણ વિભાગે જાહેર કરેલા સ્વચ્છ વાયુ સર્વેક્ષણ ૨૦૨૬ મુજબ, ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા સ્વચ્છ શહેરમાં ગુજરાતના ૪ મહાનગર ટોપ-૧૫માં સામેલ છે.દેશના ૪૮ શહેરમાંથી લખનઉ પ્રથમ ક્રમે છે. સુરત ગયા વર્ષે ત્રીજું હતું, હવે ૧૫ ક્રમે ધકેલાયુ છે. રાજકોટ ૧૫થી

હમા ક્રમે આવી ગયું છે. અમદાવાદ ૨ સ્થાનના સુધારા સાથે ૮મા અને વડોદરા ૧૫મા ક્રમે છે. નેશનલ ક્લિન એર પ્રોગ્રામ હેઠળ ૨૦૧૯- ૨૦થી ૨૦૨૫-૨૬ દરમિયાન સાત વર્ષમાં ચાર મહાનગરને ૧૫૪૬ કરોડ ફાળવાયા હતા, તેમાંથી ૧૨૫૫ કરોડ ખર્ચ થયા હતા. જો કે આ ચારેય મહાનગરોમાં ફેફસા અને હૃદયની બીમારી

કરતાં PM૧૦ કણોનું વાર્ષિક સરેરાશ પ્રમાણ ૬૦ g/mની મર્યાદા કરતાં વધુ છે. ૨૦૨૫-૨૬માં વડોદરામાં PM૧૦ કણોનું પ્રમાણ ૧૧૯, અમદાવાદમાં ૧૦૨, રાજકોટમાં ૮૮ અને સુરતમાં ૮૭ g/m નોંધાયું હતું. પાર્ટિક્યુલેટ મેટર(PM૧૦) ૧૦ માઈક્રોમીટરથી ઓછી સાઈઝવાળા પ્રદૂષકો છે.

દેશમાં લખનઉની હવા સૌથી શુદ્ધ

રેન્ક શહેર સ્કોર
લખનઉ ૧૯૮
ઇન્દોર ૧૯૭
જબલપુર ૧૯૫
ભોપાલ ૧૯૨
સુરત ૧૯૧
રાજકોટ ૧૮૭
અમદાવાદ ૧૮૬
૧૫ વડોદરા ૧૭૯
(૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા 48 શહેરમાંથી)
 

  • મહાપાલિકા હજુ આ કામોમાં કડક નિયમો કરે તો રાજકોટની હવા શુદ્ધ થઈ શકે છે

ઔદ્યોગિક પ્રદૂષણ નિયંત્રણ
પરિસ્થિતિ: શહેરમાં ડાઈંગ-પ્રિન્ટિંગ-કેમિકલ એકમો મોટી સંખ્યામાં આવેલા છે.
પાછળ પડવાનું કારણ: ઉદ્યોગોના ધુમાડા પર ૧૦૦% અંકુશ મેળવી શકાતો નથી. ફિલન ફ્લુઅલ અપનાવવામાં અને પોલ્યુશન કંટ્રોલ ડાઈવાઈસના પાલનમાં ખામી રહી છે.

વાહન પ્રદૂષણ નિયંત્રણ
પરિસ્થિતિ: વાહનોની તોતિંગ સંખ્યા અને ટ્રાફિક જામની સમસ્યા વધતી જાય છે.
પાછળ પડવાનું કારણ: ટ્રાફિક જામને કારણે વાહનોના ધુમાડાનું ઉત્સર્જન વધ્યું. ટોપ-૩ શહેરોની સરખામણીએ ઈલેક્ટ્રિક વાહનો અને પબ્લિક ટ્રાન્સપોર્ટના ઉપયોગનું પ્રમાણ ઓછું.

રસ્તા પર ભેગી થતી ધૂળની સફાઈ
પરિસ્થિતિ: રોડ પર ધૂળના રજકણોનું નિર્માણ.
પાછળ પડવાનું કારણ: લખનઉ, ઈન્દોર અને જબલપુરે લઘ્વી વધુ મિકેનાઈક્ડ સ્વિચિંગ મશીનો અને પપ૦+ કિમી એન્ડ-ટુ-એન્ડ રોડ પેર્વિગ જેવી કામગીરી કરી. સુરત પાલિકાની યાંત્રિક સફાઈ, પેર્વિગ કામગીરી મર્યાદિત રહી.

PM૧૦ અને PM૨.૫ લેવલમાં ઘટાડો
પરિસ્થિતિ: હવાની ગુણવત્તામાં વર્ષ દરમિયાન થયેલો ટકાવારી ઘટાડો.
પાછળ પડવાનું કારણ: ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામગીરી, ટ્રાફિક અને ઔદ્યોગિક ધુમાડાના કારણે હવામાં PM૧૦નું પ્રમાણ સતત ઊંચું રહ્યું, જેથી વાસ્તવિક ટકાવારી ઘટાડાનો સ્કોર ઘટી ગયો.

અન્ય ઉત્સર્જન નિયંત્રણ
પરિસ્થિતિ: ડీઝલ જનરેટર, હોટલ-ધાબાઓમાં કોલસા અને લાકડાનો વપરાશ.
પાછળ પડવાનું કારણ: વાણિજિયક એકમો, હોટલો અને ધાબાઓ પર બળતણ તરીકે વપરાતા લાકડા/ કોલસા પર પૂર્ણ પ્રતિબંધ અને ડીઝલ જનરેટરો પર કડક મોનિટરિંગ ન થવું.

કચરા કચરા વ્યવસ્થાપન & બાયોમાસ
પરિસ્થિતિ: કચરો સળગાવવા પર પ્રતિબંધ અને વૈજ્ઞાનિક નિકાલ.
પાછળ પડવાનું કારણ: ખુલ્લામાં કચરો કે બાયોમાસ બાળવાના બનાવો સંપૂર્ણપણે રોકી શકાતા નથી, જેથી હવાની ગુણવત્તા બગડી.

જનજાગૃતિ અને ફરિયાદ નિવારણ (IEC)
પરિસ્થિતિ: નાગરિકોની ફરિયાદ નિવારણ.
પાછળ પડવાનું કારણ: જનજાગૃતિ અભિયાનો અને પ્રદૂષણ સંબંધિત ફરિયાદોના ત્વરિત નિવારણમાં ટોચનાં શહેરો કરતાં પાછળ.