Loading Please Wait !!!
મેયરની નિમણૂંક માટે 12 મે આસ-પાસ મળે મ્યુનિ. બોર્ડ

મેયર કોણ?પાટીદાર 

મજબૂત નામોમાંથી એક

  • દિલિપ લુણાગરિયા
  • અશ્વિન ભોરાણિયા
  • નેહલ શુકલ
  • મનીષ ભટ્ટ
  • ડેપ્યુટી મેયર

લોહાણા સમાજના

  • દક્ષાબેન વસાણી

સ્ટેન્ડગ ચેરમેન

  • પ્રદિપ ડવ
    ઘનશ્યામ હેરભા


..કે મોટું સરપ્રાઇઝ

 

સેન્સથી લઈ બોર્ડ સુધી રાજકોટ મનપામાં પ્રક્રિયા તેજ

સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓની વરણીને લઈને રાજકીય પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ, શનિવારના રોજ પ્રદેશ ભાજપ દ્વારા ત્રણ નિરીક્ષકોની પેનલ રાજકોટ મોકલવામાં આવશે.
આ નિરીક્ષકો નવી ચૂંટાયેલી પ્રતિનિધિઓ પાસેથી સેન્સ (અભિપ્રાય પ્રક્રિયા) લેશે. જે પ્રતિનિધિઓ પોતાને પદાધિકારી તરીકે સક્ષમ માને છે, તેમની યોગ્યતા અને દાવેદારી અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવશે.
સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સમગ્ર મુદ્દો પ્રદેશ ભાજપના પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. અન્ય મહાનગરપાલિકાઓની જેમ 

  • રાજકોટ મનપાના પદાધિકારીઓ અંગે પણ બોર્ડ સ્તરે ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
  • બોર્ડમાં ચર્ચા પૂર્ણ થયા બાદ અંતિમ વરણી માટે બેઠક બોલાવવામાં આવશે, જેમાં પદાધિકારીઓની પસંદગી અંગે નિર્ણય લેવાશે.
  • અંદાજ મુજબ, આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થવામાં લગભગ 10 દિવસનો સમય લાગી શકે છે.
  • રાજકીય વર્તુળોમાં આ પ્રક્રિયા પર સૌની નજર ટકેલી છે અને આગામી દિવસોમાં રાજકોટ મનપાના નવા નેતૃત્વની જાહેરાત થઈ શકે છે.