સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેરને સ્વચ્છ રાખવા માટે ૫ હજાર કરતા વધુ સફાઈ કામદારો ફરજ બજાવી રહ્યા છે. જો કે આ સફાઈ માટે મનપા દ્વારા કામદારોને ઝાડુ અપાતા નથી. તેમજ આ કારણો દરેક કામદાર ૮૦ રૂપિયાનું એક એવા મહિને કુલ ૫ ઝાડુ પોતાના ખર્ચે ખરીદવા મજબૂર બન્યા હોવાનો આરોપ કામદાર યુનિયને લગાવ્યો છે. એટલું જ નહીં મનપાના ગોડાઉનમાં નાના-મોટા હજારો ઝાડુ છે, જેનો ઉપયોગ માત્ર સ્વચ્છતાનાં કાર્યક્રમોમાં ફોટોશેશન માટે કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમય મામલે કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીએ કામદારોને ઝાડુ આપવા છતાં તેઓ લેવા તૈયાર નહીં હોવાનો બચાવ કર્યો છે.
સ્થાનિક સફાઈ કામદારોના કહેવું છે કે, મનપા તરફથી ઝાડુ નહીં મળવાને કારણે પોતાના અંગત ખર્ચે ઝાડુ ખરીદીને શહેરની સફાઈ કરે છે. જેમાં એક સફાઈ કામદાર દર મહિને આશરે ૫ ઝાડુ પોતાના ખર્ચે ખરીદે છે. એક ઝાડુની કિંમત અંદાજે ૮૦ રૂપિયા ગણીએ તો એક કામદારનો માસિક ખર્ચ ૪૦૦ થાય છે. મહાનગરપાલિકા હેઠળ ૫૦૦૦થી વધુ સફાઈ કામદારો કાર્યરત છે. આ ગણતરી ધ્યાને લેતા સફાઈ કામદારોને દર મહિને ૨૦,૦૦,૦૦૦ રૂપિયા મોટો ખર્ચ
પોતાના ખિસ્સામાંથી કરવો પડે છે. રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયાએ જણાવ્યું હતું કે, શહેરમાં ૮૦ ફૂટ રોડ પર મનપાના સ્ટોર રૂમમાં હજારોની સંખ્યામાં નાના અને મોટા ઝાડુનો જથ્થો પડ્યો-પડ્યો ધૂળ ખાઈ રહ્યો છે. પરંતુ સફાઈ કામદારોને ઝાડુ આપવામાં આવતા જ નથી. જો આ ઝાડુ કામદારો સુધી પહોંચતા જ નથી, તો પછી તંત્ર આટલી મોટી સંખ્યામાં ઝાડુની ખરીદી કોના
માટે અને શા માટે કરે છે? અમને જાણકારી મુજબ મોટા લાકડીવાળા ઝાડુ માત્ર રાજકીય નેતાઓના સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો, ફોટો સેશન અને વીડિયો શૂટિંગ પૂરતા જ મર્યાદિત રહે છે.
પારસ બેડીયાનું કહેવું છે કે, આ વિગતો પરથી મનપાના SWM વિભાગમાં ઝાડુ ખરીદી અંગે પણ મોટું કૌભાંડ થયું હોવાની આશંકા છે. ત્યારે મનપા તંત્ર દ્વારા ઝાડુની ખરીદીનો
تمام હિસાબ જાહેર કરવામાં આવે. કેટલા ઝાડુ ખરીદવામાં આવ્યા, ક્યા ટેન્ડર હેઠળ ખરીદી કરી, ક્યા સપ્લાયર પાસેથી અને કેટલા રૂપિયાના ખર્ચે ખરીદી થઈ તેનો સ્પષ્ટ ખુલાસો થવો જોઈએ. ઉપરાંત છેલ્લા ૫ વર્ષનું ખરીદી, સ્ટોક અને ઈશ્યુ રજીસ્ટર જાહેર કરીને પ્રજાના એક-એક રૂપિયાનો હિસાબ રાજકોટની જનતા સમક્ષ મૂકવામાં આવે તેવી અમારી સ્પષ્ટ માંગ છે.
પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકીએ કહ્યું
સફાઈ કામદારોને રૂ. 35ની કિંમતનું ઝાડુ આપે છે તેઓ વાપરતા નથી
ઈજનેરે જણાવ્યું સફાઈ કામદારો વધુ જાડી સળી વાળા અને બે ઝાડુ ભેગા કરીને સફાઈ કરવા ટેવાયેલા હોવાથી સરકારના નિયમ મુજબ ખરીદેલા ઝાડુ વાપરવા તૈયાર નથી
મનપાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારી પ્રજેશ સોલંકીએ જણાવ્યું હતું કે, અમારા દ્વારા બધા સફાઈ કામદારો માટે ૭૧ કિંમતનું એક એવા ત્રાફા વોર્ડ ઓફિસ મોકલવામાં આવે છે. પરંતુ કામદારો આ ઝાડુ લેવા તૈયાર થતા નથી. તેઓ વધુ જાડી સળીવાળા અને બે ઝાડુ ભેગા કરી સફાઈ કરવા ટેવાયેલા હોવાથી સરકારના નિયમ મુજબ ખરીદેલા આ ઝાડુ વાપરવા તૈયાર થતા નથી. આ કારણે જ ધણા સમયથી ઝાડુની ખરીદી બંધ કરવામાં આવી છે. હાલ જે ઝાડુનો સ્ટોક છે તેનો ઉપયોગ મનપાના અલગ-અલગ સફાઈ કાર્યક્રમમાં થાય છે.